બાહુબલી પ્રભાસ સામે રણચંડી બની Stree 2, સિનેમાઘરોમાં આપી માત
Stree 2 એ આજરોજ 26.80 કરોડની કમાણી કરી હતી
2024 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ Stree 2 બની
Kalki 2898 AD એ વિશ્વભરમાં કુલ 1200 કરોડ કમાયા
Stree 2 Film Collection: ભારતીય સિનેમાઘરોમાં વર્ષો બાદ કોઈ હોરર ફિલ્મ ધૂમ મચાવી રહી છે. તેની પાછળનું કારણ છે કે... આ ફિલ્મમાં જે ભૂત છે, તે એક સ્ત્રી છે. અને આ ભૂતિયા સ્ત્રી એટલી સુદર છે કે, દરેક વ્યક્તિ ઈચ્છે છે તેને આ ભૂત વળગી જાય. તો આ ભૂતિયા સ્ત્રીનું નિર્માણ નિરેન ભટ્ટે કર્યું છે. તે ઉપરાંત ફિલ્મમાં સ્ત્રાના પાત્રને શ્રદ્ધા કપૂરે અભિનય દર્શાવ્યો છે. ત્યારે હાલમાં દરેક સિનેમાઘરોમાં Stree 2 લોકોને મનમોહિત કરી છે. તેની સાથે Stree 2 Box Office પર એક પછી એક રેકોર્ડ તોડી રહી છે.
Stree 2 એ આજરોજ 26.80 કરોડની કમાણી કરી હતી
તો શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવના અભિનય હેઠળ બનાવવામાં આવી ફિલ્મ Stree 2 એ દિલ્હી, મુંબઈ, ગુજરાત, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા રાજ્યોમાં આવેલા સિનેમાઘરોને હાઉસફૂલ કરી રહી છે. ત્યારે તાજેતરમાં Stree 2 ની સફળતા માટે ખાસ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. તો પાર્ટીમાં Stree 2 ના દરેક કલાકારો ઉપરાંત વિવિધ બોલીવૂડ કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા હતાં. આજરોજ Stree 2 નો સિનેમાઘરોમાં 7 મો દિવસ હતો. અને આજરોજ 26.80 કરોડની કમાણી કરી હતી. તે સાથે Stree 2 એ હિન્દી સિનેમામાં કુલ 275 કરોડથી વધુની કમાણી કરી છે.
આ પણ વાંચો: મંડી ક્વીન કંગનાએ બંગાળના મુખ્યમંત્રી પાસે મદદની ગુહાર લગાવી
Top Opening Weekends Net :-#Jawan - 286 Cr (4 Days)#Pathaan - 280 Cr (5 Days)#Stree2 - 204 Cr (4 Days+Previews)#Animal - 201 Cr (3 Days)
All 200 Cr Weekend films did 500 Cr+ Lifetime. Will Stree 2 do it? pic.twitter.com/xyWm2Z3PGH
— Movie Reviews Blog (@MovieReviewsBlg) August 19, 2024
2024 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ Stree 2 બની
Stree 2 એ સિનેમાઘરમાં બ્રહ્માસ્ત્ર, કલ્કી, મેદાન, ફાઈટર જેવી અનેક ફિલ્મનો રેકોર્ડ બ્રેક કર્યા છે. તે સાથે Stree 2 એ દુનિયાભરમાં કુલ 400 કરોડથી વધુની કમાણી કરી છે. ત્યારે વર્ષ 2024 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ Stree 2 બની ગઈ છે. જ્યારે Kalki 2898 AD ની હિન્દી સિનેમામાં કમાણી કુલ 285 કરોડ હતી. જ્યારે તેની સરખામણીમાં આંકડો Stree 2 એ માત્ર એક સપ્તાહમાં પાર કર્યો છે. ત્યારે પહેલી કોઈ એવી ફિલ્મ છે, જેણે આટલા ટૂંકાગાળામાં બાહુબલી પ્રભાસને સિનેમાઘરોમાં ટક્કર આપી હોય.
Kalki 2898 AD એ વિશ્વભરમાં કુલ 1200 કરોડ કમાયા
વર્ષ 2024 માં સૌથી મોટી ભારતીય ફિલ્મ Kalki 2898 AD છે. Kalki 2898 AD એ વિશ્વભરમાં કુલ 1200 કરોડની કમાણી કરી હતી. જેણે શાહરૂખાનની ફિલ્મ જવાન અને પઠાણ જેવી ફિલ્મનોના લાઈફ ટાઈમ કલેક્શનને પણ માત આપી હતી. આ પછી તેલુગુ ઈન્ડસ્ટ્રીની ફિલ્મ હનુમાન 350 કરોડ ગ્રોસ કલેક્શન સાથે બીજા સ્થાને છે. પરંતુ હવે Stree 2 પણ આ વર્ષની બીજી સૌથી મોટી ભારતીય ફિલ્મ બની ગઈ છે. આશા છે કે Stree 2 આ સપ્તાહના અંતે રૂ. 500 કરોડ સુધી પહોંચી જશે.
આ પણ વાંચો: કોલકતા કેસમાં વકીલ પર ભડક્યા CJI, કહ્યું - સોશિયલ મીડિયામાંથી જ્ઞાન લઇને અહીં ન સંભળાવશો