Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Stree 2 બોક્સ ઓફિસ પર હિટ, કમાણીમાં શાહરૂખની જવાનને આપી માત

સ્ત્રી 2એ  બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચ્યો સૌથી વધુ કમાણી કરનારી હિન્દી ફિલ્મ બની 'સ્ત્રી 2' શાહરૂખની 'જવાન' ને પાછળ છોડી, 'સ્ત્રી 2' નો શાનદાર રેકોર્ડ Stree 2 Box Office Collection : શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવ (Shraddha Kapoor...
stree 2 બોક્સ ઓફિસ પર હિટ  કમાણીમાં શાહરૂખની જવાનને આપી માત
  • સ્ત્રી 2એ  બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચ્યો
  • સૌથી વધુ કમાણી કરનારી હિન્દી ફિલ્મ બની 'સ્ત્રી 2'
  • શાહરૂખની 'જવાન' ને પાછળ છોડી, 'સ્ત્રી 2' નો શાનદાર રેકોર્ડ

Stree 2 Box Office Collection : શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવ (Shraddha Kapoor and Rajkumar Rao) ની ફિલ્મ સ્ત્રી 2 બોક્સ ઓફિસ (Box Office) પર ધમાકેદાર પરફોર્મન્સ આપી રહી છે. ફિલ્મના રિલીઝને એક મહિનો થઇ ગયો તેમ છતા આ ફિલ્મની સફળતાનો દોર સતત જારી છે. સ્ત્રી 2 એ દેશભરમાં જ નહીં, વિદેશમાં પણ ખૂબ જ સારી કમાણી કરી છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર નવા ઈતિહાસ રચવા સાથે અનેક મહત્વના રેકોર્ડ્સ પોતાના નામે કરી લીધા છે.

Advertisement

સ્ત્રી 2 અને જવાનનો મુકાબલો

સ્ત્રી 2ના બોક્સ ઓફિસના આંકડા પર નજર કરીએ તો, તે ખૂબ જ દમદાર જોવા મળે છે. શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની આ ફિલ્મે શાહરૂખ ખાનની જવાન (હિન્દી વર્ઝન)ને પાછળ છોડી દીધી છે. જવાનમાં શાહરૂખ ખાનના એક અલગ રોલના કારણે તેને ખૂબ પસંદ કરવામાં આવી હતી અને ફિલ્મે શરૂઆતમાં સારો કલેક્શન પણ કર્યો હતો, પરંતુ સ્ત્રી 2એ પોતાના હોરર અને કૉમેડી મિશ્રણથી દર્શકોને ઘણું મનોરંજન પૂરું પાડ્યું છે. આ ફિલ્મે એટલી સફળતા મેળવી છે કે ટૂંક સમયમાં તે 600 કરોડના ક્લબમાં પ્રવેશ કરવાની તૈયારી કરી રહી છે, જે તેને આ વર્ષે સૌથી વધુ કમાણી કરનારી હિન્દી ફિલ્મ બનાવશે. જણાવી દઇએ કે, સ્ત્રી 2 ફિલ્મે શુક્રવારે રૂ. 3.60 કરોડ, શનિવારે રૂ. 5.55 કરોડ, રવિવારે રૂ. 6.85 કરોડ, સોમવારે રૂ. 3.17 કરોડ અને મંગળવારે રૂ. 2.65 કરોડની કમાણી કરી હતી. પાંચમા સપ્તાહમાં ફિલ્મની કમાણીની વાત કરીએ તો ફિલ્મે અત્યાર સુધીમાં 586 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.

Advertisement

સ્ત્રી 2એ જવાનને પાછળ છોડી

બોલિવૂડના કિંગ ખાનની ફિલ્મ 'જવાન'ની વાત કરીએ તો આ ફિલ્મે હિન્દી ભાષામાં 582.31 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જ્યારે અન્ય ભાષાઓની વાત કરીએ તો ફિલ્મે તમિલમાં 30.08 કરોડ રૂપિયા અને તેલુગુમાં 27.86 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ રીતે, શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની સ્ત્રી 2 સૌથી વધુ કમાણી કરનાર હિન્દી ફિલ્મ બની ગઈ છે. શ્રદ્ધા કપૂરની આ ફિલ્મ 600 કરોડની કમાણીથી થોડા જ ડગલાં દૂર છે. જો શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની ફિલ્મની આ જ રીતે કમાણી ચાલુ રહેશે તો આ ફિલ્મ ટૂંક સમયમાં 600 કરોડના ક્લબમાં પ્રવેશ કરશે. તમને જણાવી દઈએ કે, અત્યાર સુધી કોઈ પણ હિન્દી ફિલ્મનું કલેક્શન 600 કરોડ રૂપિયાના આંકડાને પાર નથી કરી શક્યું. જો શ્રદ્ધા અને રાજકુમારની ફિલ્મ 600 કરોડ રૂપિયા કે તેનાથી વધુની કમાણી કરશે તો આ ફિલ્મ ઈતિહાસ રચશે.

ફિલ્મની સફળતા અને ભવિષ્યની અપેક્ષાઓ

ફિલ્મને લઈને ચર્ચા તે દિવસેથી જ શરૂ થઈ ગઈ હતી જ્યારે તેનું ટ્રેલર રિલીઝ થયું હતું. શ્રદ્ધા અને રાજકુમારની પહેલી ફિલ્મ સ્ત્રીની જેમ જ આ બીજી ફિલ્મ પણ દર્શકોના દિલમાં ખાસ સ્થાન બનાવી રહી છે. ફિલ્મમાં શ્રદ્ધા કપૂરની મજેદાર અને આકર્ષક પર્સનાલિટી સાથે રાજકુમાર રાવની કૉમિક ટાઇમિંગ અને આકર્ષક એક્ટિંગથી ફિલ્મે ધમાકેદાર પ્રદર્શન કર્યું છે. આવી સફળતા પછી, એવું માનવામાં આવી રહ્યું છે કે સ્ત્રી 2 ટૂંક સમયમાં અનેક રેકોર્ડ્સ તોડી શકે છે અને તેના મેકર્સને મોટી સફળતા આપી શકે છે.

Advertisement

આ પણ વાંચો:  વાદળી દરિયામાં પ્રિયંકાનો Hot અવતાર! Photos જોઈને તમે પણ કહેશો 'વાહ'

Tags :
Advertisement

.