Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

DGP : ચાલુ વર્ષે પ્રથમ વખત DG કપમાં યોગનો સમાવેશ થશે

DGP : આજે વિશ્વ યોગ દિવસ છે અને આજે યોગ દિવસની ઉજવણીના પણ 10 વર્ષ પૂર્ણ થયા છે. આજથી 10 વર્ષ પહેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા યોગ દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી હતી. ત્યારથી અત્યાર સુધી દર વર્ષે 21...
dgp   ચાલુ વર્ષે પ્રથમ વખત dg કપમાં યોગનો સમાવેશ થશે

DGP : આજે વિશ્વ યોગ દિવસ છે અને આજે યોગ દિવસની ઉજવણીના પણ 10 વર્ષ પૂર્ણ થયા છે. આજથી 10 વર્ષ પહેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા યોગ દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી હતી. ત્યારથી અત્યાર સુધી દર વર્ષે 21 જૂનના રોજ યોગ દિવસે એક નવો વિશ્વ રેકોર્ડ પણ બને છે. આ સમયે રાજ્ય પોલીસ વડા (DGP) વિકાસ સહાયે મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે હવેથી દર વર્ષે DG કપ યોગાની પણ શરૂઆત કરવામાં આવશે

Advertisement

અમદાવાદ શહેર પોલીસ દ્વારા શહેર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે યોગ દિવસની ઉજવણી

અમદાવાદ શહેરમાં પણ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદ શહેર પોલીસ દ્વારા શહેર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. હેડ ક્વાર્ટરના JD નાગરવાલા પોલીસ સ્ટેડિયમ ખાતે શહેર પોલીસના 4 હજાર પોલીસ જવાનો એક સાથે મળીને યોગ કર્યા હતા. આ યોગ દિવસની ઉજવણીમાં રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય પણ જોડાયા હતા. જેમની સાથે અમદાવાદ પોલીસ કમિશનર જી. એસ. મલિક અને અમદાવાદ શહેરના તમામ અધિકારીઓ પણ યોગ કાર્યક્રમમાં જોડાયા હતા. અમદાવાદ શહેર પોલીસના તમામ JCP, DCP, ACP અને PI કક્ષાના અધિકારીઓએ પણ યોગ કર્યા હતા.

Advertisement

યોગ ગુરુ રાજવી મહેતા દ્વારા જાણકારી પણ આપવામાં આવી

અમદાવાદ શહેર પોલિસ દ્વારા આ વર્ષે યોગ દિવસની ઉજવણી સાથે સાથે યોગથી કેવી રીતે માનસિક શાંતિ મળે અને પોલીસ જવાનો કેવી રીતે ફિટ રહે તે માટે ખાસ યોગ ગુરુ રાજવી મહેતા દ્વારા જાણકારી પણ આપવામાં આવી હતી. સાથે તમામ પોલિસ કર્મીઓ દ્વારા યોગ રોજ સવારે કરે અને શાંતિ અનુભવે તે માટે શહેર પોલીસ કમિશનર દ્વારા અપીલ પણ કરવામાં આવી.

Advertisement

દર વર્ષે DGP કપ યોગાની પણ શરૂઆત

આ સમયે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે હવેથી દર વર્ષે DGP કપ યોગાની પણ શરૂઆત કરવામાં આવશે. અત્યાર સુધી અનેક રમતો DGP કપમાં રમતી હતી.હવે યોગ ને DG કપમાં લેવા માટે આજે જ જરૂરી સૂચનો આપવામાં આવશે. ચાલુ વર્ષે પ્રથમ વખત DG કપમાં યોગનો સમાવેશ થશે.

અહેવાલ---પ્રદિપ કચિયા, અમદાવાદ

આ પણ વાંચો------ International Yoga Day : નડાબેટમાં રાજ્યકક્ષાનો કાર્યક્રમ, CM એ યોગ કરી પાઠવી શુભેચ્છા, કહી આ વાત

Tags :
Advertisement

.