Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આજે રાજ્ય ગૃહમંત્રી Harsh Sanghvi ના સ્વ.પિતાની પ્રાર્થના સભા, CM સહિત કેન્દ્રીય જળ શક્તિમંત્રી સી.આર પાટીલ હાજર રહે તેવી સંભાવનાઓ

રાજ્ય ગૃહમંત્રી Harsh Sanghvi  ના સ્વ.પિતાની પ્રાર્થના સભા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે પ્રાર્થના સભાનું આયોજન બપોરે ત્રણથી પાંચ વાગ્યા દરમ્યાન યોજાશે પ્રાર્થના સભા સભામાં પોલીસ અધિકારીઓ, મંત્રીઓ સહિતના લોકો રહેશે હાજર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય જળ શક્તિમંત્રી સી.આર પાટીલ...
આજે રાજ્ય ગૃહમંત્રી harsh sanghvi ના સ્વ પિતાની પ્રાર્થના સભા  cm સહિત કેન્દ્રીય જળ શક્તિમંત્રી સી આર પાટીલ હાજર રહે તેવી સંભાવનાઓ
  • રાજ્ય ગૃહમંત્રી Harsh Sanghvi  ના સ્વ.પિતાની પ્રાર્થના સભા
  • ઇન્ડોર સ્ટેડિયમ ખાતે પ્રાર્થના સભાનું આયોજન
  • બપોરે ત્રણથી પાંચ વાગ્યા દરમ્યાન યોજાશે પ્રાર્થના સભા
  • સભામાં પોલીસ અધિકારીઓ, મંત્રીઓ સહિતના લોકો રહેશે હાજર
  • મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય જળ શક્તિમંત્રી સી.આર પાટીલ હાજર રહે તેવી શક્યતા

રાજ્ય ગૃહમંત્રી Harsh Sanghvi ના સ્વ.પિતાની આજે પ્રાર્થના સભા યોજાશે. ઇન્ડોર સ્ટેડિયમ ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યુ છે. બપોરે ત્રણથી પાંચ વાગ્યા દરમ્યાન પ્રાર્થના સભા યોજાશે. મળતી માહિતીના અનુસાર, આ સભામાં પોલીસ અધિકારીઓ,મંત્રીઓ,સામાજિક આગેવાનો,સમાજના લોકો તેમજ રાજકીય પાર્ટીના નેતાઓ હાજર રહેશે. આ પ્રાર્થના સભામાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય જળ શક્તિમંત્રી સી.આર.પાટીલ હાજર રહે તેવી શક્યતા છે. આ સિવાય અનેક દિગ્ગજ મહાનુભાવો અને ફિલ્મ કલાકારો આવે તેવી શક્યતા છે.

Advertisement

પ્રાથના સભામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય જળ શક્તિમંત્રી સી.આર પાટીલ હાજર રહે તેવી શક્યતા

ઉલ્લેખનીય છે કે, ગઈ કાલે ગુજરાત રાજ્યના યશસ્વી ગૃહરાજ્યમંત્રી Harsh Sanghvi ના પિતાજીનું 72 વર્ષે દુઃખદ નિધન થયું હતું. નોંધનીય છે કે,છેલ્લા કેટલાક સમયથી હર્ષભાઈ સંઘવીના પિતા રમેશચંદ્ર સંઘવી બીમાર હતા. ત્યારે ગઈકાલે સારવાર દરમિયાન તેમનુ નિધન થયું હતું. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસથી સુરતની ખાનગી હોસ્પિટલમાં રમેશચંદ્ર સંઘવી સારવાર હેઠળ હતા.

Advertisement

તબિયત લથડતા ખાનગી હોસ્પિટલમાં આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે આજરોજ તેમની પ્રાથના સભાનું આયોજન થવાનું છે. આ સભામાં પોલીસ અધિકારીઓ, મંત્રીઓ સહિત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય જળ શક્તિમંત્રી સી.આર પાટીલ હાજર રહે તેવી શક્યતા છે.

Advertisement

રમેશચંદ્ર સંઘવી પ્રખર રાષ્ટ્રપ્રેમી અને સેવાભાવી હતા

હર્ષભાઈ સંઘવીના પિતા રમેશચંદ્ર સંઘવીની વાત કરવામાં આવે તો તેઓ રાષ્ટ્રપ્રેમી હતા. આ સાથે સાથે તેઓ લોકોની સેવા કરવામાં વધુ રાસ રાખતા હતા. મૂળરૂપે હીરાના વ્યાપર સાથે જોડાલા હતા. જેથી કારખાનામાં કામ કરતા લોકો સાથે બહુ સારુ વર્તન રાખતા અને હંમેશા કામદારોની પડખે ઉભા રહેતા હતા. અત્યારે તેમનું દુઃખદ અવસાન થયું છે.

આ પણ વાંચો : VADODARA : જિલ્લાની શાળાના 9 ગુલ્લેબાજ શિક્ષકોને કાઢી મુકવાની તૈયારી

Tags :
Advertisement

.