Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Sola Civil Doctors: GMERS ના રેસીડેન્ટ તબીબોમાં રોષ, હોસ્ટેલ ફી પેટે માસિક રૂ. 3000 ચૂકવવાનો પરિપત્ર

Sola Civil Doctors: અમદાવાદ સોલા સિવિલ (Sola Civil) GMERS માં ભણતા અને જુનિયર ડોક્ટર્સ (Doctors) તરીકે ફરજ બજાવતા જુનિયર ડોક્ટરસમાં વિરોધ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં સોલા સિવિલ (Sola Civil) GMERS મા અભ્યાસ કરતા રેસીડેન્ટ વિદ્યાર્થીઓની Hostel Fees‌ 3000 લેખે...
sola civil doctors  gmers ના રેસીડેન્ટ તબીબોમાં રોષ  હોસ્ટેલ ફી પેટે માસિક રૂ  3000 ચૂકવવાનો પરિપત્ર

Sola Civil Doctors: અમદાવાદ સોલા સિવિલ (Sola Civil) GMERS માં ભણતા અને જુનિયર ડોક્ટર્સ (Doctors) તરીકે ફરજ બજાવતા જુનિયર ડોક્ટરસમાં વિરોધ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં સોલા સિવિલ (Sola Civil) GMERS મા અભ્યાસ કરતા રેસીડેન્ટ વિદ્યાર્થીઓની Hostel Fees‌ 3000 લેખે માસિક દ૨ મહિને વસૂલવાનું નક્કી કરવામાં આવ્યું છે.

Advertisement

  • સોલા સિવિલ GMERS મા અભ્યાસ કરતા વિદ્યાર્થીનો વિરોધ
  • વાર્ષિક 36000 નો બોઝો જુનિયર તબીબો પર આવી આવી પડયો
  • આરોગ્ય સચિવને તેમના દ્વારા રજૂઆત કરાઈ હતી

આ ફી વિદ્યાર્થીઓને મળતા Stipend માંથી કાપી લેવાશે. તેવો પરિપત્ર આરોગ્ય સચિવ દ્વારા કાઢવામા આવ્યો છે. આ પરિપત્ર થકી માસિક રૂ. 3000 નો બોજો જુનિયર તબીબો પર આવતા તેમનામાં રોષની લાગણી વ્યાપી ગઈ છે. જેના વિરોધ સ્વરૂપે આરોગ્ય સચિવને તેમના દ્વારા રજૂઆત કરાઈ હતી. પરંતુ તબીબો ના મતે તેમણે અકડ ભર્યા વલણ સાથે " રૂ. 3000 તો કટેગા" એમ જવાબ આપ્યો.

વાર્ષિક 36000 નો બોઝો જુનિયર તબીબો પર આવી આવી પડયો

Sola Civil Doctors

Sola Civil Doctors

Advertisement

તેના કારણે વિદ્યાર્થીઓ વાર્ષિક 36000 નો બોઝો જુનિયર તબીબો પર આવી આવી પડયો છે. Junior Doctor Association ના પ્રતિનિધિ જસપ્રિતસિંગ બગ્ગાએ જણાવ્યું કે એકાએક પરિપત્ર દ્વારા અમને જાણ કરવામાં આવી છે કે હવેથી તમને મળતા 84,000 Stipend માંથી કાપવામાં આવશે. જો અંડર ગ્રેજ્યુએટ ડોક્ટર હોય તેમને 1 હજાર રૂપિયા, જે ઇન્ટર્ન ડોક્ટર હોય એમબીબીએસ પછીના તેમના 1500 રૂપિયા કાપવામાં આવશે. તો જુનિયર ડોક્ટર હોય તેમના 3000 રૂપિયા માસિક હોસ્ટેલ ફી ને લઈને કાપવામાં આવશે.

સોલા સિવિલ GMERS મા અભ્યાસ કરતા વિદ્યાર્થીનો વિરોધ

જુનિયર ડૉક્ટર્સ (Doctors) નું કહેવું છે કે આવો ક્યારેક કોઈ રૂલ ન હતો. તો એડમિશન વખતે પણ અમને કશું જ કહેવામાં આવ્યું ન હતું. અમારા એડમિશન લેટરમાં પણ આવું કશું જ લખેલું નથી કે અમારે પીજી હોસ્ટેલ ફી તરીકે 3000 રૂપિયા ચુકવવા પડશે. હવે અમારી ઉપર એક પરિપત્ર થકી આ ફતવો ઠોકી બેસાડવામાં આવ્યો છે.

Advertisement

અધિકારીઓનું કહેવું કે રૂપિયા તો કપાશે જ

આ મામલે ડૉક્ટર્સનું કહેવું છે કે, આ બાબતે કોલેજના ડીન , ગાંધીનગર સીઈઓ અને હોલ્થ સેક્રેટરીને રજૂઆત કરવામાં આવી છે. પરંતુ તેઓ દ્વારા કોઈ પણ પ્રકારનો પોઝિટિવ જવાબ મળ્યો નથી. તો સામે ચડીને એવું કહેવામાં આવ્યું કે રૂપિયા તો તમારા કપાશે. તેને લઈને તમામ તબીબોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.

અહેવાલ સંજ્ય જોશી

આ પણ વાંચો: Ahmedabad : ભણતર કરતાં ગણતર મહત્વનું તે પુરવાર કરતો કિસ્સો આવ્યો સામે

Tags :
Advertisement

.