Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat માં 'ટનાટન' રાજનીતિ પહોંચી પરાકાષ્ઠાએ

Social Media : ગુજરાતમાં 'ટનાટન' રાજનીતિ પરાકાષ્ઠાએ પહોંચી છે. બંને પક્ષો વચ્ચે સોશિયલ મીડિયામાં વોર (Social Media) છેડાયું છે. Gujarat કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ હાલ કમલમમાં કકળાટ જ્યારે કોંગ્રેસ ટનાટન છે તેવું ટ્વિટ કર્યા બાદ Gujarat ભાજપ પ્રવક્તા ડો.યજ્ઞેશ દવેએ...
gujarat માં  ટનાટન  રાજનીતિ પહોંચી પરાકાષ્ઠાએ
Advertisement

Social Media : ગુજરાતમાં 'ટનાટન' રાજનીતિ પરાકાષ્ઠાએ પહોંચી છે. બંને પક્ષો વચ્ચે સોશિયલ મીડિયામાં વોર (Social Media) છેડાયું છે. Gujarat કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ હાલ કમલમમાં કકળાટ જ્યારે કોંગ્રેસ ટનાટન છે તેવું ટ્વિટ કર્યા બાદ Gujarat ભાજપ પ્રવક્તા ડો.યજ્ઞેશ દવેએ પણ કોંગ્રેસ ટના ટન નહીં પણ ના પાડવામાં ટના ટન અને કોંગ્રેસની મજબૂરીઓ પણ ટના ટન..તેવું ટ્વિટ કર્યું છે. ત્યારબાદ કોંગ્રેસના હેમાંગ રાવલ અને પરેશ ધાનાણીએ ફરીથી ટ્વિટ કરતાં લોકસભા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સોશિયલ મીડિયામાં રીતસર વોર થઇ રહી હોય તેમ જોવા મળી રહ્યું છે.

ભાજપના બદલાયેલા ઉમેદવારો અંગે પોસ્ટમાં ઉલ્લેખ

પરેશ ધાનાણી અને યજ્ઞેશ દવે બાદ હેમાંગ રાવલે X પર ટનાટન ભાઈ ટનાટન નામથી પોસ્ટ કરી છે. જેમાં હેમાંગ રાવલે ભાજપમાં ઘમાસાણનો ઉલ્લેખ કર્યો છે. વડોદરા-સાબરકાંઠા વિવાદનો પણ હેમાંગ રાવલે ઉલ્લેખ કરીને તેમણે ભાજપના બદલાયેલા ઉમેદવારો અંગે પોસ્ટમાં ઉલ્લેખ કર્યો છે.

Advertisement

Advertisement

ટનાટન રાજનીતિમાં પરેશ ધાનાણીએ વધુ એક ટ્વીટ બોમ્બ ફોડ્યો

ત્યારબાદ સાંજ પડતાં ફરી એક વાર ટનાટન રાજનીતિમાં પરેશ ધાનાણીએ વધુ એક ટ્વીટ બોમ્બ ફોડ્યો હતો. X પર પોસ્ટ કરી પરેશ ધાનાણીએ વધુ એક વ્યંગ કર્યો હતો. તેમણે પોસ્ટમાં ભાજપે ટિકિટ કાપી તે ઉમેદવારોના નામ સાથે વ્યંગ કરતાં લખ્યું કે હા પાડીને હેઠા બેસાડ્યા. પરેશ ધાનાણી એ X પર એક પછી એક પોસ્ટ કરતાં ગુજરાતની રાજનીતિમાં સોશિયલ મીડિયામાં રીતસર ઘમાસાણ જોવા મળ્યું હતું,

ડો.યજ્ઞેશ દવેએ આજે ટ્વિટ કરીને કોંગ્રેસ પર કટાક્ષ કર્યો

ભાજપના પ્રવક્તા ડો.યજ્ઞેશ દવેએ આજે ટ્વિટ કરીને કોંગ્રેસ પર કટાક્ષ કર્યો છે. તેમણે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે કોંગ્રેસ ટના ટન નહીં પણ ના પાડવામાં ટના ટન અને કોંગ્રેસની મજબૂરીઓ પણ ટના ટન..તેમણે ટ્વિટમાં લખ્યું કે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહના હોમ ટાઉ ભાવનગર અને સ્વ. અહેમદ પટેલના હોમ ટાઉન ભરુચ સીટ જેલથી સરકાર ચલાવનારના શરણમાં મુકવી પડી. તેમણે આગળ કટાક્ષ કર્યો કે રાજકોટથી પરેશ ધાનાણીની ટના ટન ના….અમરેલીથી પ્રતાપ દુધાતની ટના ટન ના….અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તાની ટના ટન ના….આણંદથી ભરત સોલંકીની ટના ટન ના…પાટણથી જગદીશ ઠાકોરની ટના ટન ના…અમદાવાદ પૂર્વથી હિંમતસિંહ પટેલની ટના ટન ના….અને અમદાવાદ પશ્ચિમથી શૈલેશ પરમારની ટના ટન ના….તેમના આ ટ્વિટથી રાજકારણ ગરમાયું છે.

હાલ કમલમમાં કકળાટ, જ્યારે કોંગ્રેસ ટનાટન

ઉલ્લેખનિય છે કે અગાઉ પરેશ ધાનાણીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે હાલ કમલમમાં કકળાટ, જ્યારે કોંગ્રેસ ટનાટન છે. 2004નું પુનરાવર્તન પાક્કું…… પરેશ ધાનાણીના આ ટ્વિટ સામે ભાજપ પ્રવક્તા ડો.યજ્ઞેશ દવેએ વળતું ટ્વિટ કર્યું છે.

આ પણ વાંચો------ Kheda Lok Sabha seat : ખેડા લોકસભા બેઠક હવે બની છે ભાજપનો ગઢ

આ પણ વાંચો----- Gujarat માં શરુ થઇ ‘ટના’ ટન રાજનીતિ

આ પણ વાંચો----- VADODARA BJP : લો..હવે વડોદરામાં પણ શરુ થઇ મોકાણ

Tags :
Advertisement

Related News

featured-img
રાષ્ટ્રીય

PM Modi :ટ્રમ્પે શપથ ગ્રહણ કરતા જ PM મોદીએ પાઠવી શુભકામના

featured-img
Top News

Donald Trump Inauguration : ટ્રમ્પે કહ્યું- 'ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને જ્યાંથી આવ્યા હતા ત્યાં પાછા મોકલીશું'

featured-img
આંતરરાષ્ટ્રીય

Trump inauguration : અમેરિકાને ફરીથી ઉત્પાદન કેન્દ્ર બનશે

featured-img
Top News

રાષ્ટ્રપતિ પદના શપથ લેતાં જ ટ્રમ્પે આ જાહેરાતો કરી.... ‘આજની તારીખ અમેરિકનો માટે સ્વતંત્રતા દિવસ છે’

featured-img
આંતરરાષ્ટ્રીય

‘હું ઈચ્છું છું કે દુનિયા મને શાંતિના દૂત તરીકે યાદ રાખે’: ડોનાલ્ડ ટ્રમ્પ

featured-img
ગાંધીનગર

વિવિધ વિકાસકામો માટે CM Bhupendra Patel એ એક જ દિવસમાં રૂ. 605.48 કરોડ મંજૂર કર્યા

×

Live Tv

Trending News

.

×