Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

SL vs SA : દક્ષિણ આફ્રિકાએ ODI World Cup નો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો, આ બેટ્સમેને રચ્યો ઈતિહાસ

ICC ODI World Cup 2023 ની ચોથી મેચમાં દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા (SA VS SL)ની ટીમો આમને-સામને છે. આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. શ્રીલંકાની ટીમે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. પ્રથમ બેટિંગ કરીને દક્ષિણ...
sl vs sa   દક્ષિણ આફ્રિકાએ odi world cup નો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો  આ બેટ્સમેને રચ્યો ઈતિહાસ

ICC ODI World Cup 2023 ની ચોથી મેચમાં દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા (SA VS SL)ની ટીમો આમને-સામને છે. આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. શ્રીલંકાની ટીમે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. પ્રથમ બેટિંગ કરીને દક્ષિણ આફ્રિકાએ ક્વિન્ટન ડી કોક (100 રન), ડ્યુસેન (108 રન) અને માર્કરામ (106 રન) ની સદીની મદદથી વર્લ્ડ કપનો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો છે. માર્કરામે ODI વર્લ્ડ કપની સૌથી ઝડપી સદી (49 બોલ) ફટકારી હતી. તેણે કેવિન ઓ'બ્રાયન (50 બોલ)નો રેકોર્ડ તોડ્યો છે.

Advertisement

દક્ષિણ આફ્રિકાએ વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાના સૌથી વધુ રનના રેકોર્ડને તોડ્યો

ODI World Cup 2023ની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. આજે આ ટૂર્નામેન્ટના ત્રીજા દિવસે દક્ષિણ આફ્રિકાની ટીમ શ્રીલંકા સામે છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા આફ્રિકાની ટીમે શ્રીલંકાની ટીમના બોલરોને ખૂબ ધોયા હતા. આફ્રિકાની ઇનિંગ્સ દરમિયાન ત્રણ બેટ્સમેનોએ સદી ફટકારી હતી. જેમાંથી એક તેમનો કેપ્ટન એડન માર્કરામ ( AIDEN MARKRAM ) હતો. આ સાથે માર્કરામે ODI વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી ઝડપી સદી પણ ફટકારી છે. દક્ષિણ આફ્રિકા માટે, ત્રણ ટોપ ઓર્ડર બેટ્સમેન, ડી કોક (84 બોલમાં 100), ડ્યુસેન (110 બોલમાં 108) અને માર્કરામ (54 બોલમાં 106) એ સદી ફટકારી હતી. આ સાથે, દક્ષિણ આફ્રિકાએ વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાના સૌથી વધુ રનના રેકોર્ડને તોડવામાં સફળતા મેળવી છે. 2015 માં પર્થમાં અફઘાનિસ્તાન સામે 6 વિકેટે 417 રન બનાવ્યા હતા.

Advertisement

Aiden Markram એ વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારી

Advertisement

શ્રીલંકા સામે ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી દક્ષિણ આફ્રિકાની ટીમના બેટ્સમેનોએ અરુણ જેટલી સ્ટેડિયમમાં તોફાની બેટિંગ કરી હતી. માર્કરામ પહેલા ઓપનર ક્વિન્ટન ડી કોક અને રાસી વાન ડેર ડુસેને સદી ફટકારી હતી. આ બંને પછી, માર્કરામે ઇનિંગની 46મી ઓવરમાં મદુશંકાના બોલ પર સિક્સર ફટકારી અને માત્ર 49 બોલમાં 14 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી પોતાની નિશાની ફટકારી, જે ODI વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી ઝડપી સદી છે. આ રેકોર્ડ 2011 માં બન્યો હતો. આ રેકોર્ડ કેવિન ઓ'બ્રાયનનું હતું, જેણે વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ સામે 50 બોલમાં સદી ફટકારી હતી.

ODI વર્લ્ડ કપમાં સૌથી ઝડપી સદી

49 બોલ- એડન માર્કરામ vs શ્રીલંકા, દિલ્હી, 2023

50 બોલ- કેવિન ઓ'બ્રાયન vs ઈંગ્લેન્ડ, બેંગલુરુ, 2011
51 બોલ- ગ્લેન મેક્સવેલ vs શ્રીલંકા, સિડની, 2015
52 બોલ- એબી ડી વિલિયર્સ vs વેસ્ટ ઈન્ડિઝ, સિડની 2015

દક્ષિણ આફ્રિકાએ વર્લ્ડ કપનો સૌથી મોટો સ્કોર બનાવ્યો

આ મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમે વર્લ્ડ કપ ઈતિહાસમાં સૌથી વધુ સ્કોરનો રેકોર્ડ તોડ્યો છે. દક્ષિણ આફ્રિકાની ટીમે શ્રીલંકા સામે માત્ર 5 વિકેટ ગુમાવીને 428 રન બનાવ્યા હતા. આનાથી મોટો સ્કોર વર્લ્ડ કપના ઈતિહાસમાં ક્યારેય બન્યો નથી. દક્ષિણ આફ્રિકા માટે આ મેચમાં ક્વિન્ટન ડી કોકે 100 રન, રાસી વાન ડેર ડ્યુસેને 108 રન અને કેપ્ટન માર્કરામે 106 રન બનાવ્યા હતા. આ સિવાય હેનરિક ક્લાસને 32 રનની અણનમ ઇનિંગ અને ડેવિડ મિલરે 39 રનની અણનમ ઇનિંગ રમી હતી.

આ પણ વાંચો - શું ન્યૂઝીલેન્ડની ટીમ બનશે ICC ODI World Cup 2023 ની વિજેતા ? જાણો આ અનોખા સંયોગ વિશે

આ પણ વાંચો - World Cup : ન્યૂઝીલેન્ડે 2019 વર્લ્ડ કપ ફાઈનલનો લીધો બદલો, ઈંગ્લેન્ડને 9 વિકેટે હરાવ્યું

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.