Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Salman Khan આવતીકાલે તેના જન્મદિવસ પર ફેન્સને એક ખાસ ભેટ આપશે

Sikandar First look : આ ફિલ્મમાં સલમાનની સાથે રશ્મિકા મંદન્ના જોવા મળશે
salman khan આવતીકાલે તેના જન્મદિવસ પર ફેન્સને એક ખાસ ભેટ આપશે
Advertisement
  • જન્મદિવસ પર પોતાના ચાહકોને વધુ એક ખાસ ભેટ આપશે
  • આ ફિલ્મમાં સલમાનની સાથે રશ્મિકા મંદન્ના જોવા મળશે
  • Salman Khan વરુણ ધવનની ફિલ્મ બેબી જોનમાં જોવા મળ્યો

Sikandar First look : Salman Khan ની આગામી Film Sikandar ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ માટે તેના ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. જોકે, હવે આ ઉત્તેજના વધુ વધશે, કારણ કે આ ફિલ્મમાંથી સલમાનનો ફર્સ્ટ લૂક સામે આવ્યો છે. 26મી ડિસેમ્બરની સાંજે ભાઈજાને સોશિયલ મીડિયા દ્વારા તેનો પહેલો લુક શેર કર્યો હતો. Salman Khanનો જન્મદિવસ 27 સપ્ટેમ્બરે છે. ત્યારે તેના જન્મદિવસના એક દિવસ પહેલા જ તેણે તેના ચાહકોને આ મોટી ભેટ આપી છે.

જન્મદિવસ પર પોતાના ચાહકોને વધુ એક ખાસ ભેટ આપશે

આ પોસ્ટરમાં સલમાનનો અવતાર જબરદસ્ત દેખાઈ રહ્યો છે. તે સૂટ અને બૂટ પહેરેલો અને હાથમાં ભાલો પકડેલો જોવા મળે છે. આ પોસ્ટરમાં તેનો સંપૂર્ણ ચહેરો દેખાડવામાં આવ્યો નથી. તેનો એક તરફથી પોઝ જોવા મળે છે. તેનો આ દેખાવ અદ્ભુત લાગે છે. હવે ફેન્સ સોશિયલ મીડિયા પર આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. જોકે Salman Khan પોતાના જન્મદિવસ પર પોતાના ચાહકોને વધુ એક ખાસ ભેટ આપવા જઈ રહ્યો છે.

Advertisement

આ પણ વાંચો: RJ Simran સિંહનું રહસ્યમય મોત, ફ્લેટમાં મળી લાશ!

Advertisement

આ ફિલ્મમાં સલમાનની સાથે રશ્મિકા મંદન્ના જોવા મળશે

ગઈકાલે એટલે કે 27 મી ડિસેમ્બરના રોજ Salman Khanની સૌથી મોસ્ટ એવેટેડ Film Sikandarનું ટીઝર રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મનું ટીઝર શુક્રવારે તેના 59માં જન્મદિવસના અવસર પર રિલીઝ કરવામાં આવશે. આ વાતની માતિતી ખુદ સલમાને આપી છે. સાજિદ નડિયાદવાલા આ ફિલ્મના નિર્માતા છે અને એ.આર. મુરુગાદોસ આ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે. આ ફિલ્મમાં સલમાનની સાથે રશ્મિકા મંદન્ના જોવા મળશે. Film Sikandarે વર્ષ 2025 ની સૌથી મોટી ફિલ્મ છે.

Salman Khan વરુણ ધવનની ફિલ્મ બેબી જોનમાં જોવા મળ્યો

આમાં સલમાન ફરી એકવાર એક્શનમાં જોવા મળશે. આ ટ્રેન્ડ વર્ષોથી ચાલી રહ્યો છે કે, Salman Khanે દરેક ઈદ પર પોતાની એક ફિલ્મ તેના ચાહકોને ઈદી તરીકે આપે છે. ત્યારે આ વર્ષે પણ ભાઈજાન ફિલ્મ લઈને આવી રહ્યા છે. તાજેતરમાં Salman Khan વરુણ ધવનની ફિલ્મ બેબી જોનમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેનો કેમિયો રોલ છે. તે છેલ્લે વર્ષ 2023 માં રિલીઝ થયેલી ફિલ્મ ટાઈગર 3 માં જોવા મળ્યો હતો.

આ પણ વાંચો: મધદરિયે ગર્લફ્રેન્ડ સાથે હેમખેમ બચ્યો YouTuber, જુઓ Video

Tags :
Advertisement

.

×