Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rajkot : આજે મહાસંમેલન, સનાતન ધર્મનું અપમાન કરનારાઓની હવે ખેર નહીં!

રાજકોટમાં (Rajkot) આજે સનાતન ધર્મનું મહાસંમેલન યોજાશે. હિન્દુ દેવી-દેવતા, સાધુ-સંતો, મહાપુરૂષો અને સનાતન ધર્મ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરનારાઓ અને પુસ્તકોમાં હિન્દુ દેવ-દેવીઓને નીચા ચિતરતા હોય તેવી સંસ્થા અને લોકો વિરુદ્ધ પગલાં લેવા અને કાર્યવાહી કરવા અંગે ચર્ચા કરી નિર્ણય લેવાના...
rajkot   આજે મહાસંમેલન  સનાતન ધર્મનું અપમાન કરનારાઓની હવે ખેર નહીં

રાજકોટમાં (Rajkot) આજે સનાતન ધર્મનું મહાસંમેલન યોજાશે. હિન્દુ દેવી-દેવતા, સાધુ-સંતો, મહાપુરૂષો અને સનાતન ધર્મ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરનારાઓ અને પુસ્તકોમાં હિન્દુ દેવ-દેવીઓને નીચા ચિતરતા હોય તેવી સંસ્થા અને લોકો વિરુદ્ધ પગલાં લેવા અને કાર્યવાહી કરવા અંગે ચર્ચા કરી નિર્ણય લેવાના હેતુસર આ મહાસંમેલનનું આયોજન કરાયું છે, જેમાં ગુજરાતભરમાંથી સાધુ-સંતો ભાગ લેશે.

Advertisement

સનાતન ધર્મ વિરોધી પ્રવૃત્તિ સામે કાર્યવાહી અંગે ચર્ચા કરાશે

માહિતી મુજબ, રાજકોટના (Rajkot) ત્રંબાની ભરાડ સ્કૂલમાં સનાતન ધર્મ સેવા ટ્રસ્ટ (Sanatan Dharma Seva Trust) દ્વારા મહાસંમેલનનું આયોજન કરાયું છે. જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ મહારાજના અધ્યક્ષસ્થાને યોજાનારા આ સંમેલનમાં રાજ્યભરમાંથી સાધુ-સંતો, મહંતો ઉપસ્થિત રહેશે. સાથે જ કથાકાર મોરારીબાપુ (Moraribapu) અને રમેશભાઈ ઓઝા ભાઈશ્રી (Rameshbhai Ojha Bhaishree) પણ ઉપસ્થિત રહેશે. હિન્દુ દેવી-દેવતા, સાધુ-સંતો-મહાપુરુષો અંગે અપમાનજનક ટિપ્પણી અને પુસ્તકોમાં હિન્દુ દેવ-દેવીઓને નીચા ચિતરતા હોય એવી સંસ્થા અને લોકો સામે પગલાં લેવા અને યોગ્ય કાર્યવાહી કરવા અંગે નિર્ણય લેવાના ઉદ્દેશ્ય સાથે આ સંમેલનનું આયોજન કરાયું છે.

Advertisement

સરકાર સાથે સંકલન કરી નિકાલ લવાશે : મુક્તાનંદ બાપુ

આ સંમેલનને (Sanatan Dharma Mahasammelan) લઈ ગઈકાલે મુક્તાનંદ બાપુએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે આ મંડળનો ઉદ્દેશ કોઈને નીચા દોરવાનો નથી. પરંતુ, સનાતનના સિદ્ધાંત સચવાય તે ઉદ્દેશ છે. તેમણે કહ્યું કે, પ્રવચનમાં અપમાનજક ટિપ્પણી કરનારા સામે પગલાં લેવાશે. ધર્મ પરિવર્તન પર પણ કંટ્રોલ કરવામાં આવશે. ધર્મને લગતા પ્રશ્નોમાં સરકાર સાથે સંકલન કરી નિકાલ લવાશે. જો કે, મુક્તાનંદ બાપુએ (Muktananda Bapu) વડતાલ સ્વામિનારાયણ મંદિરના સ્વામીના કૃત્યને લઇ બોલવાનું ટાળ્યું હતું. તેમણે કહ્યું કે, આ અંગે તેમના સ્વામી નિવેદન આપશે. ઉપરાંત, રાજકોટ અગ્નિકાંડને લઈ બાપુએ કહ્યું કે, ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ (Rajkot TRP Gmazone Tragedy) મામલે જે કોઈ પણ જવાબદાર છે તેમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ. ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ન બને તે માટે તકેદારી રાખવી જોઈએ. આ સરકાર, આયોજકો, માલિકો તમામની જવાબદારી છે.

Advertisement

આ પણ વાંચો - Rajkot : સનાતન ધર્મનું અપમાન કરનારાઓ સામે કડક કાર્યવાહી થાય તે માટે સંતો-મહંતોનું મહાસંમેલન

આ પણ વાંચો - VADODARA : સ્વામીનારાયણ મંદિરના લંપટ સ્વામી સામે તપાસ તેજ

આ પણ વાંચો - Gadhada swami: સાધુઓ શરમ કરો શરમ! વડતાલ બાદ ગઢડાના સ્વામીનો કથિત વીડિયો થયો વાયરલ

Tags :
Advertisement

.