Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Sabarkantha goat thief: સાબરકાંઠામાં બકરા ચોરતા ચોરોની કુખ્યાત ગેંગ પોલીસે ઝડપી

Sabarkantha goat thief: Banaskantha ના છેલ્લા ત્રણેક મહિનામાં અલગ-અલગ ગ્રામ્ય વિસ્તારોમાંથી રાત્રીના સમયે નાના મોટા બકરાઓની ચોરી થયાઓની ફરિયાદો નોંધાઇ હતી. જેમાં ગત તા. ૧૦-૧-૨૦૨૪ ના રોજ લાલપુર ગામમાં કાર લઇને આવેલા શખ્સોએ ફાર્મ હાઉસના માલિક પર હુમલો કરી બકરાઓની...
sabarkantha goat thief  સાબરકાંઠામાં બકરા ચોરતા ચોરોની કુખ્યાત ગેંગ પોલીસે ઝડપી
Advertisement

Sabarkantha goat thief: Banaskantha ના છેલ્લા ત્રણેક મહિનામાં અલગ-અલગ ગ્રામ્ય વિસ્તારોમાંથી રાત્રીના સમયે નાના મોટા બકરાઓની ચોરી થયાઓની ફરિયાદો નોંધાઇ હતી. જેમાં ગત તા. ૧૦-૧-૨૦૨૪ ના રોજ લાલપુર ગામમાં કાર લઇને આવેલા શખ્સોએ ફાર્મ હાઉસના માલિક પર હુમલો કરી બકરાઓની ચોરી કરી ગયા હતા.

  • LCB પોલીસને ચોરની બાતમી મળી હતી
  • પોલીસે બાતમીને આધારે 4 વ્યક્તિઓની ધરપકડ કરી
  • કુલ રૂ. 6,78,110 નો મુદ્દામાલ જપ્ત થયો

તેવી જ એક ઘટના ઇલોલ ગામની સીમમાં બની હતી. જેમાં ertiga car લઇને આવેલા શખ્સો બકરાની ચોરી કરી નાસી ગયા હતા. જે ઘટના અંગે હિંમતનગર ગ્રામ્ય Police મથકમાં નોંધાયેલી ફરિયાદ બાદ લોકલ Crime Branch ની ટીમે સીસીટીવી ફુટેજની ચકાસણી કરી તપાસ હાથ ધરી હતી.

Advertisement

LCB પોલીસને ચોરની બાતમી મળી હતી

Sabarkantha goat thief

Sabarkantha goat thief

Advertisement

જે દરમિયાન ગત તારીખ 9-02-2024 ના રોજ ગ્રામ્ય Police Station વિસ્તારમાં LCB ની ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી, તે દરમિયાન અપકો પ્રવિણસિંહ તથા અપકો દર્શનકુમારને સંયુકત રીતે બાતમી મળી હતી કે બકરા ચોરીને અંજામ આપનાર ગેંગના માણસો એક સફેદ કલરની અર્ટીકા કાર નંબર જીજે.૦૭.ડી.એ.૦૭૦૫ ને લઇ કાટવાડ રોડથી અંદરના રસ્તાએ હાપા ગામની આજુબાજુના વિસ્તારમાં કોઇ ચોરીને અંજામ આપવા આવી રહ્યા છે.

પોલીસે બાતમીને આધારે 4 વ્યક્તિઓની ધરપકડ કરી

જે બાતમીના આધારે પોલીસની ટીમે કારને રોકી તપાસ કરી હતી. જેમાં ડ્રાઇવર સહિત બીજા ત્રણ ઇસમો બેઠેલા હતા. જોકે વાહનોના કાગળો અંગે પુછપરછ કરતા તેઓ ગલ્લાતલ્લા કરી કોઇ સંતોષકારક જવાબ ન આપતા પોલીસે આકરી પુછપરછ કરતા તેમણે ચોરી કરી હોવાનુ જણાવ્યું હતું. Sabarkantha જિલ્લામાં અલગ અલગ જગ્યાએ નાના મોટા બકરાઓની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. તેઓ દિવસે બકરા જોઇને રાત્રીના સમયે ચોરી કરવા નિકળ્યા હતા.

કુલ રૂ. 6,78,110 નો મુદ્દામાલ જપ્ત થયો

Police ની પુછપરછ દરમિયાન તેમણે આજથી અઢી મહિના પહેલા ઇડર તાલુકાના લાલોડા ગામ નજીક ખેતરના વાડામાંથી ૧૧ બકરાની ચોરી કરી હતી. આ ઉપરાંત હિંમતનગર તાલુકાના લાલપુર, ઇલોલ ગામમાં પણ ચોરી કરી હોવાની કબુલાત કરતા પોલીસે ચારેય શખ્સોની ધરપકડ કરી રોકડ રકમ રૂ. 12,500, અર્ટીકા ગાડી, મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 6,78,110 નો મુદ્દામાલ જપ્ત થયો હતો.

અહેવાલ - યશ ઉપાધ્યાય 

આ પણ વાંચો: સાબરકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારોની ચૂંટણી સંપન્ન

Tags :
Advertisement

.

×