Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ryanair Flight ની પાંખમાં ફાટી નીકળી આગ, મુસાફરોએ ક્રુને કરી જાણ....

Boeing 737-800 માં આશરે 184 મુસાફરો સવાર હતાં આ પ્લેન આજે સવારે તુરીન જવા રવાના થવાનું હતું એરપોર્ટની અંદર દરેક લોકોને પ્રવેશ બંધ કરાયો હતો Ryanair Flight Boeing 737-800 fired :  હવાઈ મથકો અને વિમાન દુર્ઘટનાની અનેક ઘટનાઓ આપણી...
ryanair flight ની પાંખમાં ફાટી નીકળી આગ  મુસાફરોએ ક્રુને કરી જાણ
  • Boeing 737-800 માં આશરે 184 મુસાફરો સવાર હતાં
  • આ પ્લેન આજે સવારે તુરીન જવા રવાના થવાનું હતું
  • એરપોર્ટની અંદર દરેક લોકોને પ્રવેશ બંધ કરાયો હતો

Ryanair Flight Boeing 737-800 fired :  હવાઈ મથકો અને વિમાન દુર્ઘટનાની અનેક ઘટનાઓ આપણી સામે આવે છે. જોકે આ ઘટનાઓ પૈકી એવી અનેક દુર્ઘટનાઓમાં અનેક જાનહાની પણ સામે આવતી હોય છે. અનેક પરિવારજનો પોતાના સ્વજનોને ગુમાવતા હોઈએ છીએ. ત્યારે વધુ વિમાન દુર્ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. આજે સવારે ઈટાલીથી એક વિમાન દુર્ઘટનાની ઘટાના સામે આવી હતી. આ વિમાનમાં એક તરફ આગ લાગી હોવાનું સામે આવ્યું હતું.

Advertisement

Boeing 737-800 માં આશરે 184 મુસાફરો સવાર હતાં

ઈટાલીના એક હવાઈ મથક ઉપરથી ઉડાન ભરેલા Ryanair Flight Boeing 737-800 ની એક પાંખમાં આગ ફાટી નીકળી હતી. ત્યારે Ryanair Flight Boeing 737-800 માં આશરે 184 મુસાફરો સવાર હતાં. તો તમામ Ryanair Flight Boeing 737-800 માં લાગેલી આગની માહિતી પણ મુસાફરોએ વિમાનના ક્રુને જણાવી હતી. ત્યારે તાત્કાલિક ધોરણે Ryanair Flight Boeing 737-800 ને લેન્ડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: કોલેજના વિદ્યાર્થીએ શહેરના તમામ બાથરૂમમાં લગાવ્યા કેમેરા! અને પછી....

Advertisement

આ પ્લેન આજે સવારે તુરીન જવા રવાના થવાનું હતું

Ryanair Flight Boeing 737-800 ને લેન્ડ કરયા બાદ મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતાં. જોકે વિમાનમાં થયેલી આ દુર્ઘટનામાં કોઈ જાનહાની સામે આવી નથી. તે ઉપરાંત હવાઈ મથક પર હાજર લોકોએ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટના બ્રિન્ડિસી એરપોર્ટ પર બની હતી. આ પ્લેન આજે સવારે તુરીન જવા રવાના થવાનું હતું. પરંતુ તે પહેલા Ryanair Flight Boeing 737-800 ની એક પાંખમાં આગ ફાટી નીકળી હતી.

Advertisement

એરપોર્ટની અંદર દરેક લોકોને પ્રવેશ બંધ કરાયો હતો

Ryanair Flight Boeing 737-800 ની પાંખમાં જ્યારે આગ ફાટી નીકળી હતી, ત્યારે એરપોર્ટની અંદર દરેક લોકોને પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો હતો. તો અધિકારીઓએ જણાવ્યું કે આ દુર્ઘટના બાદ એરપોર્ટ પર આવતી અને જતી ફ્લાઈટ્સ અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે એક પ્લેનમાં અકસ્માત થયો હતો, જેમાં યાત્રીઓના કાન અને મોંમાંથી લોહી વહેવા લાગ્યું હતું, જેના કારણે પાયલોટે આપાતકાલીન સ્થિતિમાં પ્લેનને લેન્ડ કરવું પડ્યું હતું. અગાઉ લેન્ડિંગ દરમિયાન રાયનએર પ્લેનના ટાયર ફાટી ગયા હતા.

આ પણ વાંચો: ડૉક્ટર, પોલીસ બાદ નકલી પાયલોટ ઝડપાયો, 20 વર્ષથી ઉડાવતો હતો પ્લેન....

Tags :
Advertisement

.