Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

યૂરોપિયન સ્પેસ એજન્સીએ 8433 કરોડ રૂપિયાના મિશનમાંથી રશિયાને કરી દીધું બહાર

રશિયા-યુક્રેન યુદ્ધથી નારાજ યુરોપિયન સ્પેસ એજન્સીએ રશિયન સ્પેસ એજન્સીને તેના મંગળ મિશનમાંથી બહાર કરી દીધું છે. હવે આ મિશનમાં રશિયન વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોની મદદ લેવામાં આવશે નહીં. આ મિશન લગભગ 8433 કરોડ રૂપિયાનું છે. જેમાં યુરોપિયન દેશોની સાથે રશિયાનો પણ સમાવેશ થતો હતો. ESA અને રશિયન સ્પેસ એજન્સી સપ્ટેમ્બરમાં ExoMars મિશન લોન્ચ કરવાની હતી. ESAના ડાયરેક્ટર જનરલ જોસેફ એશબાશરે કહ્યું કે
યૂરોપિયન સ્પેસ એજન્સીએ 8433 કરોડ રૂપિયાના
મિશનમાંથી રશિયાને કરી દીધું બહાર

રશિયા-યુક્રેન યુદ્ધથી નારાજ યુરોપિયન સ્પેસ એજન્સીએ રશિયન સ્પેસ એજન્સીને તેના મંગળ મિશનમાંથી બહાર કરી
દીધું છે.
હવે આ મિશનમાં રશિયન વૈજ્ઞાનિકો અને
એન્જિનિયરોની મદદ લેવામાં આવશે નહીં. આ મિશન લગભગ
8433 કરોડ રૂપિયાનું છે. જેમાં યુરોપિયન દેશોની સાથે રશિયાનો પણ સમાવેશ
થતો હતો.
ESA અને રશિયન સ્પેસ એજન્સી સપ્ટેમ્બરમાં ExoMars
મિશન લોન્ચ કરવાની હતી. ESAના ડાયરેક્ટર જનરલ જોસેફ એશબાશરે કહ્યું કે ExoMars એક રોવર છે, જેને મંગળ પર ત્યાંના ઐતિહાસિક અને
પ્રાચીન પર્યાવરણની તપાસ માટે મોકલવામાં આવનાર હતું
, જેથી જીવનની ઉત્પત્તિ અને પુરાવા શોધી શકાય. ઉપરાંત ભવિષ્યમાં જીવનની શક્યતાઓ પર અભ્યાસ
કરી શકાય છે. જોસેફે કહ્યું કે હવે લોન્ચ કરવામાં સમય લાગશે. કારણ કે વર્તમાન
પરિસ્થિતિ સારી નથી. યુરોપિયન દેશોએ રશિયાને આ મિશનમાંથી બહાર કરી દીધું છે. હવે આ
રોવરના લોન્ચિંગને લઈને ફરીથી પ્લાનિંગ કરવામાં આવશે. તે મુજબ તૈયારી કરવામાં
આવશે.

Advertisement


ExoMars
ને રોઝાલિન્ડ ફ્રેન્કલિન નામ આપવામાં આવ્યું
છે. તેની એસેમ્બલી યુકેમાં થઈ રહી છે. જે રશિયન રોકેટ પર લોન્ચ થવાનું હતું. જેને
જર્મનીના અવકાશયાનમાં સેટ કરીને રોકેટમાં મૂકીને લોન્ચ કરવામાં આવ્યું હતું. આ
નિર્ણયથી યુરોપિયન સ્પેસ એજન્સીને મોટો ફટકો પડ્યો છે. પરંતુ રશિયાને વધુ નુકસાન
થયું છે. વર્તમાન પરિસ્થિતિઓને જોતા
, આ મિશન માટે
આગામી લોન્ચ વિન્ડો
2024 છે.

Advertisement


ESA,
ExoMars ના પ્રક્ષેપણ માટે રશિયાને હાંકી કાઢ્યા પછી આ રોવરને મંગળ સુધી કેવી રીતે લઈ શકાય
તેનો અભ્યાસ કર્યો છે. આ માટે હવે અમેરિકી સ્પેસ એજન્સી નાસા સાથે વાતચીત ચાલી રહી
છે. જોસેફ એશબશેરે કહ્યું કે યુએસ સ્પેસ એજન્સી આ પ્રોજેક્ટમાં સામેલ થવા તૈયાર
છે. તે આ વૈજ્ઞાનિક મિશનમાં સંપૂર્ણ સહકાર આપવા માંગે છે.

Advertisement

યુરોપિયન સ્પેસ એજન્સીએ 2016માં રશિયાના
સહયોગથી રોઝાલિન્ડ ફ્રેન્કલિન પહેલા ટ્રેસ ગેસ ઓર્બિટર લોન્ચ કર્યું હતું. આનો
બીજો ભાગ આ રોવર હતો. ટ્રેસ ગેસ ઓર્બિટર મંગળની આસપાસ પરિભ્રમણ કરી રહ્યું છે. આની
મદદથી રોઝાલિન્ડ ફ્રેન્કલિનનો સંચાર પૃથ્વી સાથે જોડવામાં આવશે.
ExoMars મંગળની સપાટી પર 2 મીટર ઊંડે ડ્રિલિંગ કરીને જીવનના
ચિહ્નો શોધશે.

Tags :
Advertisement

.