Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુરેન્દ્રનગરમાં માર્ગ અને મકાન વિભાગની ઓફિસને તંત્રે કરી સીલ, જાણો કારણ

માર્ગ અને મકાન વિભાગની ઓફિસને સીલ કરવામાં આવી ગ્રજ્યુઅટી માટે ફરિયાદ નોંધાવવામાં આવી હતી મામલતદારે ઓફિસ સીલની કામગીરી હાથ ધરી Roads and Buildings Department Seal : રાજ્યમાં વધુ એક સરકારી ઓફિસને તંત્ર દ્વારા સિલ કરવામાં આવી છે. તાજેતરમાં સુરેન્દ્રનગર...
સુરેન્દ્રનગરમાં માર્ગ અને મકાન વિભાગની ઓફિસને તંત્રે કરી સીલ  જાણો કારણ
  • માર્ગ અને મકાન વિભાગની ઓફિસને સીલ કરવામાં આવી
  • ગ્રજ્યુઅટી માટે ફરિયાદ નોંધાવવામાં આવી હતી
  • મામલતદારે ઓફિસ સીલની કામગીરી હાથ ધરી

Roads and Buildings Department Seal : રાજ્યમાં વધુ એક સરકારી ઓફિસને તંત્ર દ્વારા સિલ કરવામાં આવી છે. તાજેતરમાં સુરેન્દ્રનગર જીલ્લા કલેકટર કચેરી પાછળ આવેલ માર્ગ અને મકાન વિભાગની ઓફિસને તંત્ર દ્વારા સીલ મારવામાં આવ્યું છે. જોકે આ માર્ગ અને મકાન વિભાગની અંદર કામ કરતા કર્માચારીઓ દ્વારા અનેક વખત ઉચ્ચ સ્તરે ગ્રજ્યુઅટી માટે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

Advertisement

માર્ગ અને મકાન વિભાગની ઓફિસને સીલ કરવામાં આવી

સુરેન્દ્રનગરમાં આવેલી આ માર્ગ અને મકાન વિભાગની ઓફિસમાં ફરજ બજાવતા રોજમદાર કર્મચારીને ગ્રેજ્યુઈટીની રકમ ચુકવવામાં આવતી ન હતી. ત્યારે ઓફિસના કર્મચારીઓએ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર ઓફિસ અને હાઈકોર્ટ સુધી આ અંગે રજૂઆત કરી હતી. ત્યારે અંતે કર્માચારીઓને ગ્રેજ્યુઈટીના આધારે વેતન ન ચૂકવતા આ માર્ગ અને મકાન વિભાગની ઓફિસને સીલ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: Surat માં સ્પાની આડમાં ડ્રગ્સ-સેક્સ રેકેટનો પર્દાફાશ, 3 ની ધરપકડ

Advertisement

મામલતદારે ઓફિસ સીલની કામગીરી હાથ ધરી

જોકે ઓફિસના કર્મચારી આ અંગે પહેલા માર્ગ અને મકાનના વિભાગના હોદ્દેદારને આ અંગે રજૂઆત કરી હતી. પરંતુ લાંબો સમય વિતી જતા પણ કોઈ નિરાકરણ આવ્યું ન હતું. કારણ કે... લેબર કોર્ટ દ્વારા રોજમદાર કર્મચારીને ગ્રેજ્યુઈટીની રકમ ચૂકવવાનો હુકમ કર્યો હતો. તેમ છતાં કર્મચારીઓને યોગ્ય વેતન ચૂકવવામાં આવતું ન હતું. તેથી લેબર કોર્ટના હુકમનો અનાદર કરતાં અંતે જીલ્લા કલેક્ટર દ્વારા ઓફિસને સીલ મારવાની સુચના આપવામાં આવી હતીં. અંતે મામલતદાર સહિતની ટીમે ઓફિસે સીલ મારવાની કામગીરી હાથ ધરી હતી.

આ પણ વાંચો: 48 ગુનાનો આરોપી Bhima Dula આખરે પોરબંદર પોલીસના સકંજામાં

Advertisement

Tags :
Advertisement

.