Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુરતના આ વિસ્તારમાં જર્જરીત ઘર ખાલી કરવા રહેવાસીઓ નથી તૈયાર, 48 વર્ષ જૂના છે આવાસો

સુરતના રિંગરોડ ખાતે આવેલી ખટોદરા કોલોનીના બી ટેનામેન્ટ નામના રહેણાંક મકાનો છેલ્લા 48 વર્ષ થી બનેલા છે..હાલ આ મકાનો ખૂબ જર્જરિત હાલતમાં છે જેથી પાલિકા દ્વારા ટેનામેન્ટ ખાલી કરવા માટે નોટિસ લગાવી દેવામાં આવી છે..જોકે સ્થાનિકોએ વૈકલ્પિક જગ્યાની માંગ કરી...
સુરતના આ વિસ્તારમાં જર્જરીત ઘર ખાલી કરવા રહેવાસીઓ નથી તૈયાર  48 વર્ષ જૂના છે આવાસો

સુરતના રિંગરોડ ખાતે આવેલી ખટોદરા કોલોનીના બી ટેનામેન્ટ નામના રહેણાંક મકાનો છેલ્લા 48 વર્ષ થી બનેલા છે..હાલ આ મકાનો ખૂબ જર્જરિત હાલતમાં છે જેથી પાલિકા દ્વારા ટેનામેન્ટ ખાલી કરવા માટે નોટિસ લગાવી દેવામાં આવી છે..જોકે સ્થાનિકોએ વૈકલ્પિક જગ્યાની માંગ કરી ટેનામેન્ટ ખાલી કરવાનો ઇનકાર કરી દીધો છે. ..હાલ કોઈ મોટી દુર્ઘટના બને તો જવાબદાર કોણ તેવા સવાલો ઉદભવી રહ્યા છે.

Advertisement

જૂનાગઢ માં જર્જરિત બિલ્ડીંગ ધરાશાહી થતા જાનહાની સર્જાઈ હતી..ત્યારે સુરત શહેર માં પણ અનેક જર્જરિત બિલ્ડીંગ આવેલી છે..બી ટેનામેન્ટના મકાનો પણ તેમાંથી જ એક છે...આ ટેનામેન્ટ 48 વર્ષ અગાઉ બાંધવામાં આવ્યા હતા.. જેમાં હાલ પણ અનેક લોકો વસવાટ કરી રહ્યા છે . બિલ્ડીંગનું સમારકામ ન થયું હોવાથી ખૂબ જર્જરિત થઈ ગયું છે...અનેક જગ્યાએ બિલ્ડીંગમાંથી પાણી ટપકી રહ્યું છે તો અમુક જગ્યાએ સ્લેબ તૂટી પડ્યા છે..બિલ્ડીંગ પર ચડવા માટે બનાવવામાં આવેલ દાદર પણ ખૂબ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે..સળિયા પણ દેખાઈ રહ્યા છે.

આ બિલ્ડીંગ ખૂબ જોખમી છે..અહીં 384 મકાન આવેલા છે .જર્જરિત બિલ્ડીંગ થઈ જતા પાલિકા દ્વારા ખાલી કરવાની નોટિસ લગાવવા માં આવતા ઘણા મકાન ધારકો ફ્લેટ ખાલી કરી જતા રહ્યા છે જોકે રોજનું કમાઈ અને રોજનું ખાનારા અનેક લોકો આ ટેનામેન્ટ ની અંદર વસવાટ કરી રહ્યા છે જે પોતાનું મકાન છોડીને ક્યાં જાય તે તેમના માટે મોટો સવાલ છે. આ લોકોની મુખ્ય માંગ એ જ છે કે છેલ્લા 48 વર્ષથી વસવાટ કરી રહ્યા છે જેમને રહેવા માટે કોઈ યોગ્ય વૈકલ્પિક જગ્યા પાલિકા તરફથી આપવામાં આવે અને કાંતો બિલ્ડીંગને રીનોવેશન કરી રહેવા લાયક બનાવી આપવામાં આવે પાલિકા દ્વારા માત્ર ને માત્ર નોટિસ ચિપકાવી અને સંતોષ માનવામાં આવ્યો છે લોકોને તેમના હાલ પર જીવવા છોડવા મજબૂર કર્યા છે જેથી સ્થાનિકોમાં ભારે એ રોષ જોવા મળી રહ્યો છે

Advertisement

Tags :
Advertisement

.