Bharuch : અંકલેશ્વર તાલુકાના અને ગામોમાં પૂરના પાણીમાં મકાનો ધોવાયા.. ઘરવખરીને પણ મોટું નુકસાન
અહેવાલ -દિનેશ મકવાણા -ભરુચ
ભરૂચ જિલ્લામાં નર્મદા નદીમાં પૂરની સ્થિતિના પગલે અને ગામો પાણીમાં ઘરકાવ થઈ ગયા હતા અને તેમાં અંકલેશ્વરમાં સૌથી વધુ નુકસાનના અહેવાલો સામે આવ્યા છે ત્યારે અંકલેશ્વરના બોરભાઠા બેટ સહિતના ગામોમાં પૂરના પાણીમાં મકાનો ધોવાઈ જતા જમીન દોસ્ત થતા ઘરવખરી પણ તણાઈ ગઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે જેના પગલે અંકલેશ્વર પંથકમાં સૌથી વધુ નુકસાનીના અહેવાલો મળી રહ્યા છે
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં સૌથી વધુ નુકસાનીના અહેવાલો મળી રહ્યા છે ગ્રામ્ય વિસ્તારોમાં નર્મદા નદીના પાણી પૂર ઝડપે આવી પહોંચતા કાચા મકાનો ધોવાઈ ગયા છે સાથે જ પાણી આવે તે પહેલા ગ્રામજનોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયું હતું પરંતુ મકાનમાં ઘરવખરી સહિત મકાનો તૂટી જતા ગામના ઘણા લોકો ઘરવિહોણા બન્યા છે સાથે જ પાણી ઓસરાતા રસ્તો પોતાના મકાન સુધી પહોંચા મકાનો ધોવાયેલા અને ઘરવખરી તણાઈ ગયેલી જોઈ સૌ કોઈ ચિંતા બની ગયા છે ઘણા વિસ્તારોના ગામોમાં લોકો દોઢ બે દિવસથી ભૂખ્યા હોવાના પણ અહેવાલો સામે આવ્યા હતા અંકલેશ્વરના બોરભાઠા બેટ જુના નવા દીવા સહિતના અનેક ગામોમાં પૂરના પાણી ફરી વરતા પુર ગ્રસ્ત લોકોએ પણ તંત્ર સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો
અંકલેશ્વરના કેટલાય ગામોમાં લોકો પોતાની ઘરવખરી છોડીને સુરક્ષિત સ્થળે પહોંચ્યા હતા પરંતુ તેમના ઘરમાં રહેલું અનાજ પણ નષ્ટ થઈ જતા મકાનમાં રહેલું અને બગડી ગયેલું અનાજ પણ નર્મદા નદીના કિનારે નિકાલ કરતા જોવા મળ્યા હતા પાણી પુર સ્પીડમાં આવ્યો હોવાના અહેવાલો સાથે તંત્રની પણ ગંભીર બેદરકારી હોવાના આક્ષેપો પણ ગ્રામજનો કરી રહ્યા છે કારણકે પાણી છોડવાના છે તેવી જાણ જો અગાઉથી કરી હોત તો ગ્રામજનો પોતાની સામગ્રીઓ પણ સુરક્ષિત ખસેડી ચુક્યા હોત ઘરમાં રહેલું અનાજ ખાવા લાયક રહ્યું નથી અને અત્યારે પણ મોઢામાં કોળિયો મુકાય તેવી સ્થિતિ પણ ન હોવાના કારણે કેટલાય ગામના પૂરગ્રસ્ત લોકોની આંખોમાં આંસુ પણ જોવા મળ્યા હતા
આ પણ વાંચો-PADRA: નર્મદા અને મહી નદીના પૂરે ચારે બાજુ તબાહી મચાવી, ધરતી પુત્રોને રાતા પાણીએ રડાવ્યા