'દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગને લગતા તમામ વિડિયો અને ફોટા હટાવો', રેલ્વે મંત્રાલયનો X ને પત્ર
- રેલવે મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xને પત્ર લખ્યો
- મંત્રાલયે X ને 36 કલાકમાં વીડિયો દૂર કરવા કહ્યું
- X દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યો નથી
Railway Ministry's letter to social media platform X : રેલવે મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xને પત્ર લખ્યો છે. આ પત્રમાં રેલ્વે મંત્રાલયે X ને 15 ફેબ્રુઆરીએ દિલ્હી રેલ્વે સ્ટેશન પર થયેલી નાસભાગ સાથે સંબંધિત તમામ વીડિયો અને ફોટા તેના પ્લેટફોર્મ પરથી હટાવવા માટે કહ્યું છે. મંત્રાલયે આની પાછળ નૈતિક ધોરણોનો ઉલ્લેખ કર્યો છે. ટ
રેલ્વેએ X ને વીડિયો હટાવવા કહ્યું
પત્રમાં નૈતિક ધોરણો અને IT નીતિને ટાંકીને, રેલ્વેએ X ને એવા વીડિયો દૂર કરવા કહ્યું છે જેમાં મૃતદેહો અને બેભાન મુસાફરો દેખાય છે. મંત્રાલયે X ને 36 કલાકની અંદર આવા લગભગ 250 વીડિયો દૂર કરવા કહ્યું છે. જો કે, રેલવે મંત્રાલયના પત્ર પર X દ્વારા હજુ સુધી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી.
15 ફેબ્રુઆરીએ રેલવે સ્ટેશન પર નાસભાગ મચી ગઈ હતી
નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર 15 ફેબ્રુઆરીએ નાસભાગ મચી ગઈ હતી, જ્યારે મહાકુંભમાં જઈ રહેલા મુસાફરોની ભારે ભીડ ત્યાં એકઠી થઈ ગઈ હતી. ત્યારબાદ સ્પેશિયલ ટ્રેનો મોડી પડવાથી અને પ્લેટફોર્મ બદલવાની જાહેરાતને કારણે સ્ટેશન પર નાસભાગ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં 18 લોકોના મોત થયા હતા, જ્યારે 15 લોકો ઘાયલ થયા હતા.
આ પણ વાંચો : Maharashtra માં રખડતા શ્વાન બાદ હવે બિલાડીઓની પણ નસબંધી કરાશે
બે સભ્યોની સમિતિની રચના
રેલ્વે પ્રશાસને નાસભાગનું કારણ જાણવા માટે બે સભ્યોની સમિતિની રચના કરી છે. આ સમિતિમાં ઉત્તર રેલવેના PCCM નરસિંહ દેવ અને PCSC ઉત્તર રેલવેના પંકજ ગંગવારનો સમાવેશ થાય છે. સમિતિને નવી દિલ્હી રેલ્વે સ્ટેશનના વિડિયો ફૂટેજ સહિત તમામ ઉપલબ્ધ પુરાવાઓનું વિશ્લેષણ કરવા અને દોષિતો સામે કડક પગલાં લેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર પ્લેટફોર્મ નંબર 14 અને 15ની વચ્ચે સીડી પર નાસભાગ મચી ગઈ હતી. પટના તરફ જતી મગધ એક્સપ્રેસ પ્લેટફોર્મ 14 પર ઉભી હતી જ્યારે જમ્મુ તરફ જતી ઉત્તર સંપર્ક ક્રાંતિ પ્લેટફોર્મ 15 પર ઉભી હતી. આ ઘટના ત્યારે બની જ્યારે મુસાફરો ફૂટ ઓવર બ્રિજ પરથી પ્લેટફોર્મ તરફ જઈ રહ્યા હતા અને લપસીને સીડી પર પડ્યા, જેના કારણે અન્ય મુસાફરો પણ ઘાયલ થયા.
આ પણ વાંચો : દિલ્હીના નવા CM રેખા ગુપ્તા એક્શનમાં, AAP ના અંગત સ્ટાફને બરતરફ કર્યા