Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભાજપના પાંચ ધારાસભ્યોનો મુખ્યમંત્રીને પત્ર, આ વાતની રજૂઆત કરવા લખ્યો પત્ર

ભાજપના પાંચ ધારાસભ્યો દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક સંયુક્ત પત્ર લખવામાં આવ્યો છે. પાંચેય ધારાસભ્ય દ્વારા આ પત્ર દ્વારા એક રજૂઆત કરવામાં આવી છે. આ પત્ર વડોદરા અને છોટાઉદેપુરના ધારાસભ્યો દ્વારા મળીને લખવામાં આવ્યો છે. જે પાંચ ધારાસભ્યો દ્વારા આ પત્ર લખવામાં આવ્યો છે તેમાં કેતન ઇનામદાર, શૈલેષ મહેતા, અક્ષય પટેલ, મધુ શ્રીવાસ્તવ અને અભેસિંહ તડવીનો સમાવેશ થાય છે. જ
ભાજપના પાંચ ધારાસભ્યોનો મુખ્યમંત્રીને પત્ર  આ વાતની રજૂઆત કરવા લખ્યો પત્ર
ભાજપના પાંચ ધારાસભ્યો દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક સંયુક્ત પત્ર લખવામાં આવ્યો છે. પાંચેય ધારાસભ્ય દ્વારા આ પત્ર દ્વારા એક રજૂઆત કરવામાં આવી છે. આ પત્ર વડોદરા અને છોટાઉદેપુરના ધારાસભ્યો દ્વારા મળીને લખવામાં આવ્યો છે. જે પાંચ ધારાસભ્યો દ્વારા આ પત્ર લખવામાં આવ્યો છે તેમાં કેતન ઇનામદાર, શૈલેષ મહેતા, અક્ષય પટેલ, મધુ શ્રીવાસ્તવ અને અભેસિંહ તડવીનો સમાવેશ થાય છે. જેમણે આ પત્ર દ્વારા મુખ્યમંત્રીને એક રજૂઆત કરી છે.
આ પત્ર લખીન ધારાસભ્યો દ્વારા ખેડુતોને પાણીની જરૂરિયાત અંગે વાત કરવામાં આવી છે. આ પત્રમાં મુખ્યમંત્રી સમક્ષ નર્મદા કેનાલો 15 એપ્રિલ સુધી ચાલુ રાખવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા 15 માર્ચ સુધી જ કેનાલો શરુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યારે હવે 15 માર્ચ આડે હવે માત્ર ત્રણ દિવસ જ બાકી છે. ત્યારે પાંચ ધારાસભ્યો દ્વારા આ અંગે મુખ્યમંત્રીને આ પત્ર લખવામાં આવ્યો છે.  જેમાં તેમણે વધુ એક મહિનો કેનાલ શરુ રાખવા માટેની માગ કરી છે.
ધારાસભ્યોએ જણાવ્યું કે રવિપાક માટે હાલ ખેડુતોને પાણીની જરૂરિયાત છે. આવી સ્થિતિમાં જો કેનાલો બંધ થશે તો ખેડુતો બરબાદ થઇ જશે. વર્તમાન સમયે પિયત માટે ખેડુતોને પાણીની તાતી જરૂરિયાત છે. આવી સ્થિતિમાં મધ્ય ગુજરાતનાં ખેડુતોનાં હિતમાં ધારાસભ્યો એક થયાં અને પત્ર લખ્યો છે. સીએમ ઉપરાંત પાણી પુરવઠા મંત્રીને પણ ધારાસભ્યો દ્વારા રજુઆત કરવામાં આવી છે. પાણી પુરવઠા મંત્રી ઋષિકેશ પટેલને પણ પત્ર લખાયો છે.
Advertisement
Tags :
Advertisement

.