Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Duplicate Seeds : ઉપલેટામાંથી ઝડપાયું નકલી બિયારણ..!

Duplicate Seeds : રાજ્યમાં નકલી બિયારણ (Duplicate Seeds) ઝડપાવાનો સિસસિલો યથાવત રહ્યો છે. એક તરફ ખેતીવાડી વિભાગ આરામ કરે છે ત્યારે પોલીસ તંત્ર ખેડૂતોની વ્હારે આવ્યું છે અને સતત નકલી બિયારણનો જથ્થો ઝડપી રહ્યું છે. ગઇ કાલે રાજકોટ પોલીસે નકલી...
duplicate seeds   ઉપલેટામાંથી ઝડપાયું નકલી બિયારણ

Duplicate Seeds : રાજ્યમાં નકલી બિયારણ (Duplicate Seeds) ઝડપાવાનો સિસસિલો યથાવત રહ્યો છે. એક તરફ ખેતીવાડી વિભાગ આરામ કરે છે ત્યારે પોલીસ તંત્ર ખેડૂતોની વ્હારે આવ્યું છે અને સતત નકલી બિયારણનો જથ્થો ઝડપી રહ્યું છે. ગઇ કાલે રાજકોટ પોલીસે નકલી બિયારણનો જથ્થો પકડ્યા બાદ રાજકોટ એસઓજી પોલીસે આજે પણ રાજકોટના ઉપલેટામાંથી વધુ 1.28 લાખનું નકલી બિયારણ ઝડપી પાડતાં ખળભળાટ મચી ગયો છે.

Advertisement

'બીજ માફિયા'ઓ સામે હવે પોલીસ એક્શનમાં

રાજ્યભરમાં ફેલાયેલા 'બીજ માફિયા'ઓ સામે હવે પોલીસ એક્શનમાં આવી છે અને એક પછી એક નકલી બિયારણનો જથ્થો જપ્ત કરીને ખેડૂતોના હિતમાં રાજ્યમાં પોલીસની કાર્યવાહી થઇ રહી છે. ગઇ કાલે પણ રાજકોટ એસઓજી પોલીસે શાપર વેરાવળમાંથી નકલી બિયારણ પકડ્યા બાદ હવે ઉપલેટામાંથી પણ કપાસનું નકલી બિયારણ ઝડપાયું છે.

Advertisement

કપાસના નકલી બિયારણની 184 બેગ જપ્ત

રાજકોટ ગ્રામ્ય SOGએ ગોડાઉનમાં દરોડા પાડીને કપાસના નકલી બિયારણની 184 બેગ જપ્ત કરી છે જેની કિંમત 1.28 લાખની થવા જાય છે. ગુજરાત પોલીસ ખેડૂતોની મદદમાં આવીને જે રીતે નકલી બિયારણનો વેપલો કરનારાને પકડી રહી છે તે જ રીતે ગુજરાત ફર્સ્ટે પણ બીજ માફિયાઓ સામે ઝુંબેશ ઉપાડી છે.

આવા તત્વોને ગુજરાત ફર્સ્ટ ઉઘાડા પાડશે

આ રીતે નકલી બિયારણનો વેપલો કરીને જગતના તાતને છેતરનારાઓને ગુજરાત ફર્સ્ટ ઉઘાડા પાડશે. દેવુ કરીને તથા રૂપિયા ખર્ચીને જગતનો તાત બિયારણ ખરીદે છે અને જ્યારે બિયારણ નકલી નીકળે એટલે મહેનત એળે જાય છે.

Advertisement

ઇડરથી આ નકલી બિયારણ આવતું હોવાનું ખુલ્યું

ગઇ કાલે શાપર વેરાવળમાંથી ઝડપાયેલા નકલી બિયારણની તપાસમાં સાબરકાંઠા જિલ્લાના ઇડરથી આ નકલી બિયારણ આવતું હોવાનું ખુલ્યું છે અને ભૂમિક ભાલિયા નામનો શખ્સ નકલીના વેપલાનો મુખ્ય ષડયંત્રકાર હોવાનું પોલીસને તપાસમાં જાણવા મળતાં તે દિશામાં તપાસ શરુ કરાઇ છે.

કડક કાર્યવાહી કરીને તંત્ર દાખલો બેસાડશે ?

જગતના તાત સાથે જ આવા પ્રકારની છેતરપિંડી થઇ રહી છે. કેટલાક તત્વો નજીવી કમાણી માટે ખેડૂતોના પીઠ પાછળ ખંજર ભોંકી રહ્યા છે ત્યારે સવાલ એ છે કે આવા નકલચી તત્વોને આખરે કોનું પીઠબળ છે ? અને કોની રહેમરાહે ચાલે છે નકલી બિયારણની ફેક્ટરીઓ? શું નકલબાજો સામે કડક કાર્યવાહી કરીને તંત્ર દાખલો બેસાડશે ? અને શું નકલી બિયારણના ધંધામાં મોટા માથાઓની પણ સંડોવણી છે ? તેવા સવાલો પુછાઇ રહ્યા છે.

કૃષિ વિભાગ માત્ર ચેતવણી આપીને છટકી જાય છે

આવા નકલી બિયારણોનો વેપલો કરનારાઓને કૃષિ વિભાગ માત્ર ચેતવણી આપીને છટકી જાય છે પણ સવાલ એ છે કે બીજ માફિયાઓ સામે નક્કર કાર્યવાહી ક્યારે કરાશે? ખેતીવાડી વિભાગ આરામ કરે છે અને પોલીસ એક બાદ એક ડુપ્લીકેટ બિયારણ ઝડપી રહ્યું છે ..

આ પણ વાંચો---- Rajkot : રાજ્યમાં ખેડૂતોને છેતરવાના કાવતરાંનો પર્દાફાશ

Tags :
Advertisement

.