ઉપલેટા કોર્ટ દ્વારા ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા, 6.63 લાખનો દંડ ફટકાર્યો
જૂનાગઢના ઉપલેટામાં કોર્ટ દ્વારા ચેક રિટર્ન કેસનો ચુકાદો આપવામાં આવ્યો છે. જે મુજબ ઉપલેટા કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની કેદની સજા તથા રૂ. ૬,૬૩,૦૦૦/- ફરિયાદીને વળતર પેટે ચૂકવવા આદેશ કર્યો છે. જો આરોપીએ ચેકની રકમ ચુકવી નહીં તો વધુ 3 માસની સાદી કેદની સજાનો આદેશ પણ આપ્યો છે.કેસની વિગત એવી છે કે ઉપલેટા ગામના રહેવાસી અસ્મીતાબેન રમેશભાઈ મણવર (ફરીયાદી)એ હાલ રાજકોટ ગામના રહેવાસà
Advertisement
જૂનાગઢના ઉપલેટામાં કોર્ટ દ્વારા ચેક રિટર્ન કેસનો ચુકાદો આપવામાં આવ્યો છે. જે મુજબ ઉપલેટા કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની કેદની સજા તથા રૂ. ૬,૬૩,૦૦૦/- ફરિયાદીને વળતર પેટે ચૂકવવા આદેશ કર્યો છે. જો આરોપીએ ચેકની રકમ ચુકવી નહીં તો વધુ 3 માસની સાદી કેદની સજાનો આદેશ પણ આપ્યો છે.
કેસની વિગત એવી છે કે ઉપલેટા ગામના રહેવાસી અસ્મીતાબેન રમેશભાઈ મણવર (ફરીયાદી)એ હાલ રાજકોટ ગામના રહેવાસી હિતેષભાઈ રમેશભાઈ ભુવા (આરોપી)ને રૂ. ૬,૬૩,૦૦૦/- રોકડા આપ્યા હતા. જેના બદલામાં હિતેષભાઈએ અસ્મિતાબેનને રૂ. ૩,૫૧,૫૦૦/- ના બે ચેક લખી આપ્યા હતા. જ્યારે હિતેષભાઇએ ૬,૬૩૦૦૦/- પરત ના આપ્યા ત્યારે ફરીયાદીએ બંને ચેક બેકમાં નાંખ્યા હતા. આ બંને ચેક બંકમાં રિટર્ન થયા હતા.
જેથી ફરીયાદીએ ઉપલેટા કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. આ કેસ ઉપલેટાના ફર્સ્ટ કલાસ મેજીસ્ટ્રેટ કે. આર. ત્રીવેદીની કોર્ટમાં ચાલી જતા નિર્ણય આવ્યો હતો. કે. આર. ત્રીવેદીએ ફરીયાદી તરફના વકીલ કિશોરભાઈ રાણીંગાએ રજુ કરેલા પુરાવાઓ તથા દલોલી અને નામદાર હાઈકોર્ટ તેમજ નામદાર સુપ્રીમ કોર્ટના જજમેન્ટને ધ્યાને લઈ આરોપી હિતેષભાઈ રમેશભાઈ ભુવાને એક વર્ષ કેદની સજા કરી હતી. સાથે જ ૬,૬૩,૦૦૦/- નો દંડ ફટકાર્યો છે. દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સજાનો હુકમ પણ કર્યો છે.