Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rajkot : સીટી બસના ડ્રાઇવરો અચાનક હડતાળ પર ઉતર્યા, બસ ડેપોમાં જ ચક્કાજામ, આ છે માગ!

રાજકોટવાસીઓ માટે જીવાદોરી સમાન એવી સીટી બસના આજે પૈડા થંભી ગયા છે. બસના ડ્રાઇવરો અચાનક હડતાળ પર ઉતરી જતાં અનેક મુસાફરોને ભારે હાલાકી વેઠવી પડી છે. માહિતી મુજબ, રાજકોટના (Rajkot) 80 ફૂટ રોડ પર આવેલ બસ ડેપોની અંદર જ ડ્રાઇવરો...
rajkot   સીટી બસના ડ્રાઇવરો અચાનક હડતાળ પર ઉતર્યા  બસ ડેપોમાં જ ચક્કાજામ  આ છે માગ

રાજકોટવાસીઓ માટે જીવાદોરી સમાન એવી સીટી બસના આજે પૈડા થંભી ગયા છે. બસના ડ્રાઇવરો અચાનક હડતાળ પર ઉતરી જતાં અનેક મુસાફરોને ભારે હાલાકી વેઠવી પડી છે. માહિતી મુજબ, રાજકોટના (Rajkot) 80 ફૂટ રોડ પર આવેલ બસ ડેપોની અંદર જ ડ્રાઇવરો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યું છે. ડ્રાઇવરોનો આરોપ છે કે અનેક વખત પગારની રજૂઆત કરવામાં આવી છતાં નિયમિત પગાર ન થતા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે.

Advertisement

સીટી બસના ડ્રાઇવરોની હડતાળ

રાજકોટમાં (Rajkot) આજે સીટી બસના મુસાફરો માટે મુશ્કેલી ઊભી થઈ. સીટી બસના ડ્રાઇવરો અચાનક હડતાળ (City Bus Driver's strike) પર ઉતરી જતા રાજકોટ સિટી બસના પૈડા થંભી ગયા છે, જેના કારણે હજારો મુસાફરોને ભારે હાલાકી વેઠવી પડી છે. ડ્રાઇવરોનું કહેવું છે કે અનેક વખત પગારની રજૂઆત કરવામાં આવી હોવા છતાં ડ્રાઇવરોને નિયમિત પગાર કરવામાં આવતો નથી. આથી, આખરે કંટાળીને આ વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે.

Advertisement

નિયમિત પગાની માગ સાથે હડતાળ

ડ્રાઇવરો મુજબ, નિયમિત પગારને લઈ તંત્રમાં અનેકવાર રજૂઆત કરવામાં આવી છે. છતાં આ મામલે કોઈ યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી. ડ્રાઇવરોને નિયમિત પગાર કરાતો નથી. આથી, હવે અમે હડતાળ પર ઉતર્યા છીએ અને જ્યાં સુધી અમારી માગ પૂરી નહીં થાય ત્યાં સુધી હડતાળ પર ઉતરી વિરોધ દાખવવામાં આવશે. નોંધનીય છે કે, આ હડતાળના કારણે આજે સવારથી સીટી બસના મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પણ વાંચો - Ahmedabad: જોધપુરમાં બેફામ AMTS બસે એક સાથે આઠ વાહનના ભુક્કા બોલાવ્યા

Advertisement

આ પણ વાંચો - AHMEDABAD એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, વાંચો સમગ્ર અહેવાલ

આ પણ વાંચો - VADODARA : એક ટ્રકે અસંખ્ય વાહનચાલકો માટે મુશ્કેલી સર્જી

Tags :
Advertisement

.