Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Visanagar : રામ ભક્તે 1426 પાનાની રામાયણ ઉલટા અક્ષરોમાં લખી

Visanagar : Visanagar ના એક રામ ભક્તે લખેલી રામાયણ ( Ramayana) સીધી નજરે કદાચ કોઈ વાંચી જ ના શકે એવી છે. પહેલી નજરે જોતા એવું લાગશે કે , આ વળી કઈ ભાષામાં રામાયણ લખી છે. એટલે કે Visanagar ના આ...
visanagar   રામ ભક્તે 1426 પાનાની રામાયણ ઉલટા અક્ષરોમાં લખી

Visanagar : Visanagar ના એક રામ ભક્તે લખેલી રામાયણ ( Ramayana) સીધી નજરે કદાચ કોઈ વાંચી જ ના શકે એવી છે. પહેલી નજરે જોતા એવું લાગશે કે , આ વળી કઈ ભાષામાં રામાયણ લખી છે. એટલે કે Visanagar ના આ રામાયણ લખનારે એની એવી કારીગરી બતાવી છે કે રામાયણ સીધી નજરે નહિ પણ ઉલટી નજરે વાંચવી પડે તો જ વંચાશે આ રામાયણ. શું છે આ રામ ભક્તની કારીગરી, એવી કઈ રીતે લખી છે રામાયણ ? જોઈએ આ અહેવાલમાં ...

Advertisement

20 વર્ષ અગાઉ લખેલી ઉલટા અક્ષરોની રામાયણ

અયોધ્યામાં શ્રી રામ ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશમાં ચારેય બાજુ જાણે ઉમંગને ઉલ્લાસ છવાયો છે. સૌ પોત પોતાની રીતે શ્રી રામની ભકિત દર્શાવી રહ્યું છે. ત્યારે મહેસાણાના વિસનગરના રામ ભક્તે ઉલ્ટા અક્ષરોમાં અનોખી મિરર રાઇટિંગમાં રામાયણ લખી છે. જેને વાંચવા રામાયણનું પેજ મિરર આગળ મૂકો તો જ વંચાય. 20 વર્ષ અગાઉ લખેલી ઉલ્ટા અક્ષરોની રામાયણ 20 વર્ષ બાદ અયોધ્યામાં શ્રી રામના ચરણોમાં સમર્પિત કરવાની આ રામ ભક્તની ઈચ્છા છે. 1426 પાનાની રામાયણ લખવામાં 7 મહિના જેટલો સમય લાગ્યો હતો. આ રામાયણ ને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને લિમ્કા બૂક ઓફ રેકોર્ડ માં રેકોર્ડ માં સ્થાન મળ્યું છે. અને આ રામાયણ 20 વર્ષ બાદ અયોધ્યામાં શ્રી રામના ચરણોમાં સમર્પિત પણ કરવા માંગે છે જશવંતભાઈ...

Advertisement

1426 પાનાની રામાયણ ઉલટા અક્ષરોમાં લખી નાખી

અયોધ્યામાં શ્રી રામ ભગવાન ની પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ તો હવે છે પરંતુ 20 વર્ષ અગાઉ વિસનગર ના રામ ભક્ત ને જાણે શ્રી રામ નો સંકેત થયો હોય એમ 1426 પાનાની રામાયણ ઉલ્ટા અક્ષરોમાં લખી નાખી. 7 મહિના સુધી રોજ રાત્રે 9 થી 12 વાગ્યા સુધી જશવંતભાઈ રામાયણ લખતા. ઉલ્ટા અક્ષરોમાં રામાયણ લખવા માટે જશવંત ભાઈ ને એમ્બ્યુલન્સ પર લખેલા ઉલટા અક્ષરો થી પ્રેરણા મળેલી. દુકાન પર બેઠા એક દિવસ એમ્બ્યુલન્સ પર નજર પડી. અને થયું કે લાવ રામાયણ ઉલ્ટા અક્ષરોમાં લખું. તેના માટે તો પહેલા ઉલટા અક્ષરોમાં કક્કો લખવાનું શરૂ કર્યું. જેની ઘણા સમય સુધી પ્રેક્ટિસ બાદ ઉલ્ટા અક્ષરોમાં રામાયણ લખવામાં સફળતા મળી હતી. રોજ દિવસે દુકાન સાંભળવાની અને રાત્રે 9 થી 12 રામાયણ લખવાની એટલે પરિવારનો પણ સપોર્ટ જોઈએ. પરિવારે પણ જશવંતભાઈને ડિસ્ટર્બ કર્યા વગર રામાયણ લખવાના એમની ધગશને ટેકો આપેલો. અને એમની મહેનતે એમને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને લિમ્કા બૂક ઓફ રેકોર્ડ માં સ્થાન અપાવ્યું. અને બબ્બે રેકોર્ડ એમના નામે કરી નાખ્યાં.

Advertisement

અયોધ્યા જઈને પ્રભુ શ્રી રામના ચરણોમાં સમર્પિત કરશે

રામાયણ લખ્યા બાદ તેઓ આ રામાયણ ભવિષ્યમાં જ્યારે મોકો મળશે ત્યારે અયોધ્યા જઈને પ્રભુ શ્રી રામના ચરણોમાં સમર્પિત કરશે. તેમને તો એવું જ લાગે છે કે 20 વર્ષ અગાઉ કદાચ શ્રી રામ ભગવાને આ દિવસ માટે જ મારા હાથે આ અનોખી રામાયણ લખવડાવી હશે. ઉલટા અક્ષરોમાં રામાયણ લખ્યા બાદ હવે કાગળના રોલ પર ઉલ્ટા અક્ષરો માં મહાભારત લખવાનું પણ શરૂ કર્યું છે. એટલે કે ઉલ્ટા અક્ષરોમાં રામાયણ લખી બે રેકોર્ડ બનાવ્યા બાદ હવે મહાભારત ઉલ્ટા અક્ષરોમાં લખી ફરીથી નવો રેકોર્ડ બનાવશે જશવંતભાઈ ...

અહેવાલ---મુકેશ જોષી, મહેસાણા

આ પણ વાંચો---YOGI ADITYANATH : રામ લલ્લા પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે સમગ્ર યુપીમાં દારૂબંધી, શાળા-કોલેજો બંધ…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.