Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PUNAJB : પાકિસ્તાનની બોર્ડર ઉપર BSF ના જવાનોએ ડ્રોનને તોડી પાડી મોટી સંખ્યામાં હથિયારો કર્યા જપ્ત!

ભારત અને પાકિસ્તાનની સરહદ ઉપર કોઈના કોઈ હલચલ ચાલતી રહે છે. હવે પંજાબના ફાઝિલ્કા જિલ્લામાં ભારત અને પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ ઉપરથી આ સમાચાર સામે આવી રહ્યા છે. ભારત અને પાકિસ્તાનની સરહદ ઉપરથી BSF ના જવાનોએ પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું છે....
punajb   પાકિસ્તાનની બોર્ડર ઉપર bsf ના જવાનોએ ડ્રોનને તોડી પાડી મોટી સંખ્યામાં હથિયારો કર્યા જપ્ત

ભારત અને પાકિસ્તાનની સરહદ ઉપર કોઈના કોઈ હલચલ ચાલતી રહે છે. હવે પંજાબના ફાઝિલ્કા જિલ્લામાં ભારત અને પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ ઉપરથી આ સમાચાર સામે આવી રહ્યા છે. ભારત અને પાકિસ્તાનની સરહદ ઉપરથી BSF ના જવાનોએ પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું છે. BSF ના જવાનોએ ડ્રોનને તોડી પાડી પિસ્તોલ કબજે કરી છે. અહી ઉલ્લેખનીય છે કે, આ સર્ચ ઓપરેશન દરમિયાન, ડ્રોનની સાથે એક શંકાસ્પદ પેકેટ મળી આવ્યું હતું, જે પીળા રંગની પેકિંગ સામગ્રીમાં લપેટાયેલું હતું. પેકેટ સાથે એક નાની પ્લાસ્ટિક ટોર્ચ સાથે મેટલની વીંટી પણ જોડાયેલી મળી આવી હતી. પેકિંગ ખોલતા અંદરથી ત્રણ પિસ્તોલ અને 7 ખાલી પિસ્તોલ મેગેઝીન મળી આવ્યા હતા. મળતી માહિતી અનુસાર, ઝડપાયેલ આ ડ્રોન ચીનની બનાવટનું હતું તેવું સામે આવ્યું છે.

Advertisement

BSF જવાનોએ પાકિસ્તાની ડ્રોન તોડ્યું

ભારતીય સેનાના BSF જવાનોએ પાકિસ્તાનીઓના મનસૂબા ઉપર પાણી ફેરવ્યું હતું. જવાનોએ પાકિસ્તાનના ડ્રોનને તોડી પાડ્યું હતું. વારે 5:30 વાગ્યે સર્ચ ઓપરેશન દરમિયાન શંકાસ્પદ પેકેટ સાથે ડ્રોન મળી આવ્યું હતું. પેકેટ પીળા રંગની પેકિંગ સામગ્રીમાં લપેટાયેલું હતું. પેકેટમાંથી મેટલની વીંટી અને પ્લાસ્ટિકની નાની ટોર્ચ પણ મળી આવી હતી. પેકિંગ ખોલતા અંદરથી ત્રણ પિસ્તોલ અને સાત ખાલી પિસ્તોલ મેગેઝીન મળી આવ્યા હતા.

સરહદ પર પહેલા મળ્યું હતું હેરોઇન

પહેલા પણ બાતમીના આધારે બીએસએફના જવાનોએ આંતરરાષ્ટ્રીય બોર્ડર પાસે કિલચે ગામમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. જ્યાં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ નજીકના ખેતરમાંથી હેરોઈનનું પેકેટ મળી આવ્યું હતું. પ્રાપ્ત અહેવાલો અનુસાર, પેકેટ પીળા રંગની ટેપમાં લપેટાયેલું હતું અને તેની સાથે એક ગોળ ધાતુની વસ્તુ પણ જોડાયેલી હતી.

Advertisement

આ પણ વાંચો :  PM MODI એ રાધિકા અને અનંતને આપ્યા ‘શુભ આશીર્વાદ’; વિશ્વભરમાંથી ઉમટ્યો VVIP નો જમાવડો

Advertisement
Tags :
Advertisement

.