Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઋચા ચઢ્ઢાના સમર્થનમાં ઉતર્યા પ્રકાશરાજ, અક્ષયકુમારને કહ્યું તમારા કરતા ઋચા આ દેશ માટે વધુ પ્રાસંગિક

Galwan says hi લખીને ઋચા ચઢ્ઢાએ છેડેલો વિવાદ પુરો થવાનું નામ નથી લઇ રહ્યો.આ મામલે અક્ષય કુમારે ઋચા ચઢ્ઢા (Richa Chadha) ની ટીકા કર્યા બાદ હવે પ્રકાશ રાજ (Prakash Raj) ઋચા ચઢ્ઢાના સમર્થનમાં ઉતરી આવ્યા છે. તેમણે અક્ષય કુમાર (Akshay Kumar) ને સંબોધીને લખ્યું કે અક્ષય સર આપની પાસેથી આવી અપેક્ષા નહોતી.. પ્રકાશ રાજે વધુમાં લખ્યું કે ઋચા ચઢ્ઢા આ દેશ સાથે આપના કરતા વધુ જોડાયેલી છે સર. મહત્વપૂર્ણ છે કે આ પહેલા અનુપમ ખેરે પણ ઋàª
ઋચા ચઢ્ઢાના સમર્થનમાં ઉતર્યા પ્રકાશરાજ  અક્ષયકુમારને કહ્યું તમારા કરતા ઋચા આ દેશ માટે વધુ પ્રાસંગિક
Galwan says hi લખીને ઋચા ચઢ્ઢાએ છેડેલો વિવાદ પુરો થવાનું નામ નથી લઇ રહ્યો.આ મામલે અક્ષય કુમારે ઋચા ચઢ્ઢા (Richa Chadha) ની ટીકા કર્યા બાદ હવે પ્રકાશ રાજ (Prakash Raj) ઋચા ચઢ્ઢાના સમર્થનમાં ઉતરી આવ્યા છે. તેમણે અક્ષય કુમાર (Akshay Kumar) ને સંબોધીને લખ્યું કે અક્ષય સર આપની પાસેથી આવી અપેક્ષા નહોતી.. પ્રકાશ રાજે વધુમાં લખ્યું કે ઋચા ચઢ્ઢા આ દેશ સાથે આપના કરતા વધુ જોડાયેલી છે સર. મહત્વપૂર્ણ છે કે આ પહેલા અનુપમ ખેરે પણ ઋચા ચઢ્ઢાની ટીકા કરી હતી અને કહ્યું હતું કે દેશનું ખરાબ બોલીને કેટલાક લોકો વચ્ચે લોકપ્રિય થવાની કોશીશ કરવી કાયર અને નિમ્ન સ્તરના લોકોનું કામ છે. આનાથી શરમજનક બીજુ કંઇ ન હોઇ શકે.

શું કહ્યું હતું અક્ષયકુમારે ?
આ પહેલા અક્ષય કુમારે ઋચા ચઢ્ઢાની પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે ખુબજ દુખ થયું આ વાંચીને.. આપણી સેના પ્રત્યે આપણે આટલા નગુણા કઇ રીતે હોઇ શકીએ. તે છે તો આપણે છીએ .
શું કહ્યું લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ ?
તાજેતરમાં જ લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું હતું કે જો સરકાર તરફથી આદેશ મળે તો ભારતીય સેના POK પરત લેવાનું ઓપરેશન હાથ ધરવા તૈયાર જ છે.

શું કહ્યું હતું રિચા ચઢ્ઢાએ ?
લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીના ઉપરોક્ત નિવેદન પર રિએક્ટ કરતા રિચાએ કહ્યું હતું કે, 'ગલવાન કહે છે હાય' રીચાની આ પોસ્ટને લઇને ભારે વિવાદ થયો હતો .અને રીચા પર સેનાનું અપમાન કરવાનો આરોપ લાગ્યો હતો.
સંરક્ષણ પ્રધાનના એક વાક્યથી થઇ હતી શરૂઆત
અત્રે ઉલ્લેખનીય છે કે લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીનું નિવેદન સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ દ્વારા કહેવામાં આવેલા એ વાકયના સંદર્ભમાં કહેવાયું હતું જેમાં તેમણે કહ્યું હતું કે અમે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં વિકાસની યાત્રા શરૂ કરી છે..જ્યારે ગિલગિટ અને અને બાલ્ટિસ્તાન પહોંચીશું ત્યારે અમારુ લક્ષ્ય પુરુ થશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.