Patan : નકલી હોસ્પિટલ ખોલી બાળક વેચવાનાં કૌભાંડમાં બોગસ ડોક્ટર પર કોર્ટનો કોરડો!
- Patan ની બોગસ હોસ્પિટલ અને બોગસ તબીબનો મામલો
- નકલી તબીબ સુરેશ ઠાકોરના 3 દિવસનાં રિમાન્ડ પૂર્ણ
- બોગસ તબીબ દ્વારા બાળક વેચી દેવાનો મામલો
- ગાંધીનગર બાળઆયોગ આવ્યું એકશનમાં
પાટણમાં (Patan) બોગસ તબીબ દ્વારા બાળક વેચી દેવા મામલે મોટા સમાચાર આવ્યા છે. નકલી તબીબ સુરેશ ઠાકોરના (Suresh Thakor) 3 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં આરોપીનાં જામીન ફરી એકવાર નામંજૂર થયા છે. આરોપીને હવે સુજનીપુર જેલ ખાતે મોકલાશે. બીજી તરફ આ મામલે ગાંધીનગર (Gandhinagar) બાળઆયોગ પણ એક્શનમાં આવ્યું છે અને પાટણ કલેકટર સાથે સંપર્ક સાધ્યો છે.
કોર્ટે સુરેશ ઠાકોરના જામીન નામંજૂર કર્યાં
પાટણમાં (Patan) એક 10 પાસ વ્યક્તિએ હોસ્પિટલ ખોલી નાગરિકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા હોવાનું સામે આવતા પોલીસે બોગસ ડોક્ટરની (Bogus Doctor Suresh Thakor) ધરપકડ કરી હતી. આ બોગસ ડોક્ટરની તપાસમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા થયા છે. બોગસ ડોક્ટર સુરેશ ઠાકોરની તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે કે તે દત્તકના નામે બાળક વેચવાનું કૌભાંડ ચલાવતો હતો. સુરેશ ઠાકોર પર આરોપ છે કે તેણે સાંતલપુરની નિષ્કા હોસ્પિટલમાં (Nishka Hospital) એક નિ:સંતાન દંપત્તીને રૂ. 1.20 લાખમાં બાળક વેચ્યું હતું. જો કે, આ મામલે હાલ તપાસ ચાલી રહી છે. દરમિયાન, બોગસ તબીબ સુરેશ ઠાકોરનાં 3 દિવસનાં રિમાન્ડ પૂર્ણ થતાં તેને કોર્ટમાં (Patan Court) રજૂ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો - દત્તક બાળકને વેચવાના ષડયંત્રમાં રાધનપુર નગરપાલિકાની કામગીરી શંકાના ઘેરામાં! વાંચો આ અહેવાલ
Patan Bogus Doctor : બોગસ ડોક્ટરનું 'દત્તક'ના નામે બાળક વેચવાનું કૌભાંડ! | Gujarat First
રાજ્યમાં આરોગ્ય વિભાગ પર લાંછનનો વધુ એક કિસ્સો
પાટણના બોગસ ડોક્ટર સુરેશ ઠાકોરના રિમાન્ડ આજે પૂર્ણ
સાંતલપુરની નિષ્કા હોસ્પિટલમાં શિશુ વેચવાનો કાંડ ખુલ્યો
નિ:સંતાન દંપત્તીને 1.20 લાખમાં નકલી… pic.twitter.com/F3HSBKBUOX— Gujarat First (@GujaratFirst) November 25, 2024
ફરિયાદમાં અન્ય લોકોનાં નામ આવતા તપાસનો ધમધમાટ
આરોપીએ કોર્ટમાં જામીન અરજી કરી હતી, જો કે, કોર્ટે નકલી તબીબ સુરેશ ઠાકોરનાં જામીન નામંજૂર કર્યા હતા. આથી, આરોપીને સુજનીપુર જેલ મોકલાયો છે. માહિતી અનુસાર, ટ્રાન્સફર વોરન્ટ થકી પોલીસ અન્ય ફરિયાદ બાબતે પણ અટક કરી શકે છે. બાળક વેચવા મુદ્દે બોગસ તબીબ સામે નીરવ મોદી નામના શખ્સે ફરિયાદ કરી છે. આ મામલે SOG પોલીસ દ્વારા વધુ પૂછપરછ કરાશે અને બાળક ખરેખર કોનું છે ? બીજા બાળકો વહેંચાયા છે કે નહીં ? તે દિશામાં તપાસ કરાશે. સાથે જ ફરિયાદમાં ફાર્માસિસ્ટ નરેન્દ્ર દરજી અને અમરત રાવળના નામ પણ સામે આવતા તે દિશામાં પણ તપાસ કરાશે.
આ પણ વાંચો - Patan: 10 પાસ શખ્સે શરૂ કરી હોસ્પિટલ, દત્તક બાળક વેચી દેવાની પણ ફરિયાદ નોંધાઈ
ગાંધીનગર બાળઆયોગ એકશનમાં આવ્યું
બીજી તરફ આ મામલો ગાંધીનગર (Gandhinagar) સુધી પહોંચ્યો છે. ગાંધીનગર બાળઆયોગ પણ એક્શનમાં આવ્યું છે. બાળ આયોગના ચેરમેન ધર્મિષ્ઠા (Dharmishtha Gajjar) ગજ્જરે કહ્યું કે, આ ગંભીર બાબતે સ્થાનિક તંત્રે તાત્કાલિક એક્શન લઈ ફરિયાદ નોંધી છે. જરૂર પડશે તો અમારી ટીમ પણ ત્યાં જઈ પગલાં લેશે.
આ પણ વાંચો - Bopal Accident Case : રિપલ પંચાલની કરતૂત બાદ પત્નીનો લૂલો બચાવ! જુઓ શું કહ્યું ?