Olympic 2024 માં સુવર્ણ પદક સાથે એફિલ ટાવરના લોખંડના ટુકડા પણ ખેલાડી ઘરે લઈ જશે
Olympic 2024: France ની રાજધાની પેરિસમાં Paris Olympics 2024 નો આરંભ થઈ ગયો છે. એક પછી એક રમતગમતનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તે ઉપરાંત ખેલાડીઓ પણ ખેલક્ષેત્રે અદ્ભુત પ્રદર્શન કરીને પોતાના દેશનું નામ ખેલક્ષેત્રે રોશન કરી રહ્યા છે. 26 જુલાઈથી 11 ઓગસ્ટ 2024 સુધી પેરિસમાં Paris Olympics 2024 નું આયોજન કરાયું છે. ત્યારે આ વખતે ભારત દ્વારા ભૂતકાળની તુલનામાં સૌથી વધુ ઓલિમ્પિક માટે ખેલાડીઓ મોકલવામાં આવ્યા છે. તેથી કુલ 117 ખેલાડીઓ Paris Olympics 2024 2024 માં ભારત દેશનું નામ વિશ્વ સ્તરે રોશન કરવા માટે મોકલવામાં આવ્યા છે.
પ્રથમ આવેલા ખેલાડીને Gold Medal આપવામાં આવે છે
તેમાં અમુક પ્રકારની અન્ય ધાતુ ઉમેરવામાં આવે છે
કુલ 529 ગ્રામનો સુવર્ણ પદક તૈયાર કરવામાં આવ્યો
ખેલનો સૌથી મોટો મહાકુંભ ઓલિમ્પિકની એક ખાસ વાત એ છે કે, જ્યારે કોઈ ખેલાડી સૌથી શાનદાર અને અદ્ભુત પ્રદર્શન કરે છે, ત્યારે તેમને Bronze, Silver અને Gold Medal એનાયત કરવામાં આવે છે. પરંતુ તમે શું જાણો છો કે, કોઈ પણ ખેલક્ષેત્રે પ્રથમ આવેલા ખેલાડીને જ્યારે Gold Medal આપવામાં આવે છે. તો Gold Medal સંપૂર્ણ પણે સોનામાંથી બનાવામાં આવેલું નથી. દર વર્ષે જે Gold Medal બનાવવામાં આવે છે, તેમાં અમુક પ્રકારની અન્ય ધાતુ ઉમેરવામાં આવે છે.
View this post on Instagram
કુલ 529 ગ્રામનો સુવર્ણ પદક તૈયાર કરવામાં આવ્યો
આ Gold Medal માં માત્ર સોનાની પરત ચડાવવામાં આવે છે. તો Gold Medal માં માત્ર 6 ગ્રામ સોનાથી બનાવવમાં આવેલો હોય છે. તે ઉપરાંત Gold Medal માં 92.5 ટકા ચાંદી ઉમેરવામાં આવે છે. તેની સાથે અન્ય ધાતુ તરીકે 18 ગ્રામ લોખડ પણ ઉમેરવામાં આવે છે. પરંતુ આ વખતે જે લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે લોખંડ એ છે, જેમાં એફિલ ટાવર જે લોખંડના ધાતુમાંથી બનાવવામાં આવેલું છે, તે લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ત્યારે આ વખતે કુલ 529 ગ્રામનો સુવર્ણ પદક તૈયાર કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: Paris Olympics 2024: મનુ ભાકરે 10 મીટર એર પિસ્તોલની ફાઇનલમાં મેળવ્યો પ્રથમ મેડલ