Panchmahal Congress: રાજ્યમાં કોંગી નેતાઓ પૂરઝપાટે ભાજપમાં જોડાઈ રહ્યા, કોંગ્રેસ પાર્ટીને વધુ એક ઝટકો
Panchmahal Congress: લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) ને લઈને દેશમાં રાજકારણ ગરમાયું છે. એક તરફ શાસકકર્તા પક્ષ 400 પાર નારા લગાવી રહ્યું છે. તો બીજી તરફ દેશ સહિત ગુજરાતમાં એક પછી એક નેતાઓ કોંગ્રેસ (Congress) નો હાથ છોડીને BJP ને બાથ ભરી રહ્યા છે.
- કોંગ્રેસ પાર્ટી તૂટવાનો સીલસીલો યથાવત્
- પંચમહાલમાં તૂટતી કોંગ્રેસને વધુ એક ઝટકો
- કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી તારિક ખાન પઠાણનું રાજીનામું
ત્યારે ગુજરાતમાં વધુ એક નેતાએ કોંગ્રેસ (Congress) પાર્ટીમાંથી રાજીનામું આપી ભાજપમાં નામ નોંધાવ્યું છે. કોંગ્રેસ (Congress) ને આ ઝટકો પંચમહાલમાંથી મળ્યો છે. તેના અંતર્ગત ગુજરાત કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી તારિક પઠાણે રાજીનામું આપ્યું છે.
પંચમહાલમાં તૂટતી કોંગ્રેસને વધુ એક ઝટકો
ગુજરાત પ્રદેશ મહામંત્રી તારિક પઠાણનું રાજીનામું રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા પંચમહાલમાં આવે તે પહેલા સામે આવ્યું છે. ગુજરાત પ્રદેશ મહામંત્રી તારિક પઠાણે રાજીનામું આપતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીમાં તેમની કદર કરવામાં આવી રહી નથી.
કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી તારિક ખાન પઠાણનું રાજીનામું
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઘણા દિવસથી રાજીનામું આપવાનું વિચારી રહ્યો હતો. ત્યારે આજે મન બનાવીને રાજીનામું આપવાનું નક્કી કરી લીધું હતું. કોંગ્રેસ (Congress) પાર્ટીમાં જૂથવાદ, નવા લીડર આવે તો નવી ટિમ બનાવે અને જૂના પાયાના કાર્યકરો એમની અવગણના કરવા માટે રહી જતા હોય છે. મેં કોંગ્રેસ (Congress) માટે ઘણું સહન કર્યું છે, મારી આ ત્રીજી પિઢી છે. પણ મેં આજે રાજીનામુ આપી દીધું.
આ પણ વાંચો: વલસાડમાં જમીન દફ્તર અધિક્ષની કચેરીમાં વલસાડ ડાંગ ACB એ સપાટો બોલાવ્યો