Pm Shahbaz: જોણો વડાપ્રધાન મોદીના શુભેચ્છા સંદેશને લઈને શું બોલ્યો શહબાઝ?
New PM Shehbaz Sharif: આપણાં પડોશી દેશ પાકિસ્તાનમાં હમણાં જ ચૂંટણી પૂર્ણ થઈ છે. જેમાં પાકિસ્તાનને તેમના નવા પ્રધાનમંત્ર પણ મળી ગયા છે. 72 વર્ષીય શહબાઝ શરીફને પાકિસ્તાનના નવા પ્રધાનમંત્રી તરીકેના શપથ લીધા છે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન અત્યારે દેવામાં ડૂબી રહ્યું છે. જેને લઈને ચૂંટણીમાં પણ ઘણી અડચણો આવી હતીં. આ તમામ સંકટો વચ્ચે પણ ચૂંટણી થઈ અને શહબાઝ શરીહને પાકિસ્તાનના પ્રધાનમંત્રી બનાવવામાં આવ્યાં છે. શહબાઝ પ્રધાનમંત્રી બન્યાની સાથે આપણાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને શુભેચ્છાઓ આપતો મેસેજ પણ કર્યો હતો. અત્યારે પાકિસ્તાનના નવા પ્રધાનમંત્રી શહબાઝ શરીફે પીએમ મોદીના સંદેશનો જવાબ આપ્યો છે.
વડાપ્રધાન મોદીએ શહબાઝને આપી હતી શુભેચ્છાઓ
પાકિસ્તાનના નવા વડાપ્રધાન શહબાઝ શરીફને ફરી એક વાર પ્રધાનમંત્રી બનવા માટે પીએમ મોદીએ શુભેચ્છાઓ આપી હતી તો તેના જબાવમાં શહબાઝ શરીફે પીએમ મોદીનો આભાર માન્યો છે. ઉલ્લેખનીય છે કે, શહબાઝ શરીફે આ સંદેશ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ પર પોસ્ટ કરીને આપ્યો છે, જેમાં લખ્યું છે કે, ‘પાકિસ્તાનના પ્રધાનમંત્રી તરીકે ચૂંટાવા બદલ શુભેચ્છાઓ આપવા માટે નરેન્દ્ર મોદીનો આભાર’. આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાત કરવામાં આવે તો મંગળવારે મોદીએ શહબાઝને પાકિસ્તાનના 24 માં વડાપ્રધાન તરીકે શપથ લેવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. પીએમ મોદીએ ‘એક્સ’ પર લખ્યું કે, ‘પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે શપથ લેવા માટે શહબાઝ શરીફને શુભેચ્છાઓ’
Thank you @narendramodi for felicitations on my election as the Prime Minister of Pakistan 🇵🇰
— Shehbaz Sharif (@CMShehbaz) March 7, 2024
શહબાઝે શપથ વખતે આપ્યો પ્રથમ ભાષણ
વડાપ્રધાન તરીકે અને 2022 પછી ફરી એકવાર ચૂંટણી જ જીતીને શપથ લેતા શહબાઝે નેશનલ એસેમબ્લીમાં પોતાનું સંબોધન આપતા કહ્યું કે, તેમની સરકારને હવે કોઈ મોટા ખેલનો ભાગ નહીં બનાવા દે અને સમાનતાના સિદ્ધાંતો સાથે પડોશી દેશો સાથે સારા વ્યવહારો સ્થાપિત કરી રાખશે. તેમણે કહ્યું કે, ‘અમે હવે સમાનતાના આધાર પર પાડોશી દેશો સાથે સંબંધ બનાવી રાખશું’
પાકિસ્તાને કાશ્મીરને લઈને કરી આ વાત
પાકિસ્તાન ભગે સમાનતાની વાતો કરી લેતું હોય પરંતુ પોતાના કવડા મનસુભા તો દેખાઈ જ જતા હોય છે. કારણ કે, પોતાના ભાષણમાં સમાનતાની વાતો કરનારા શહબાઝે કાશ્મીરને લઈને પણ ઝેર ઓક્યું અને તેની તુલનાને પેલેસ્ટાઈન સાથે કરી હતી. ભારત વારંવાર કહેતું આવ્યું છે કે, કાશ્મીર ભારતનો અભિન્ન હિસ્સો છે અને હંમેશા રહેશે. જો કે, પાકિસ્તાન કાશ્મીરને લેવા માટે ઘણીવાર અવળચંડાઈ કરતું હોય છે. જ્યારે ભારતે કાશ્મીરમાંથી 370 ની કલમ હટાવી દીઘીઅને કાશ્મીને ભારતમાં સંપૂર્ણ રીતે ભેળવી દીધું ત્યારે પણ પાકિસ્તાને યૂએનમાં મદદની ગુહાર લગાવી હતી. જોકે, તેનાથી પાકિસ્તાનને કોઈ ફાયદો થયો નહોતો.