અમેરિકન સિંગરને મણિપુર મુદ્દે PM મોદી પર ભરોસો, તો વિપક્ષને કેમ નહીં ?
મણિપુરમાં જે રીતે છેલ્લા 2 મહિના કરતા પણ વધારે સમયથી હિંસાનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે તેને લઇને ભારતની વિપક્ષીય પાર્ટીઓએ એક સાથે એક સુરમાં કેન્દ્રની મોદી સરકારની આલોચના કરી છે. તેટલું જ નહીં વિપક્ષ આ મુદ્દે રાજનીતિ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ NO CONFIDENCE MOTION લઇને આવી છે. જોકે, આ અંગે ગુરુવારે PM મોદીએ પોતાની વાત સંસદમાં રાખી અને વિપક્ષને પોતાના શબ્દોથી જવાબ પણ આપ્યો. બીજી તરફ અમેરિકન સિંગર આ સમગ્ર મણિપુર હિંસા મામલે PM મોદીના સમર્થનમાં આવી છે. તેણે શું કહ્યું આવો જાણીએ...
અમેરિકન સિંગરે કહ્યું, મને PM મોદી પર વિશ્વાસ
મણિપુર હિંસા મામલામાં વિપક્ષના ચારેબાજુ હુમલાથી ઘેરાયેલા PM મોદીને અમેરિકન સિંગર Mary Millben નું સમર્થન મળ્યું છે. મેરી મિલબેને ટ્વીટ કર્યું કે, ભારતને તેના નેતામાં વિશ્વાસ છે. મણિપુરની માતાઓ, દીકરીઓ અને મહિલાઓને ન્યાય મળશે અને PM મોદી હંમેશા તમારા માટે લડશે. તેમણે કહ્યું PM નરેન્દ્ર મોદી, મને તમારામાં વિશ્વાસ છે. હું તમારા માટે પ્રાર્થના કરું છું. આફ્રિકન-અમેરિકન અભિનેત્રી અને સિંગર મેરી મિલબેને કહ્યું કે, PM મોદી હંમેશા પૂર્વોત્તર રાજ્યના લોકો માટે લડશે. સિંગરની આ ટિપ્પણી PM મોદીના અવિશ્વાસ પ્રસ્તાવના જવાબમાં સંસદમાં સંબોધન પછી આવી છે. મેરી મિલબેને તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર કહ્યું કે, ભારતને તેના નેતામાં વિશ્વાસ છે. તેમણે હંગામો મચાવનારા વિપક્ષી નેતાઓ પર પણ નિશાન સાધ્યું હતું.
The truth: India has confidence in its leader. The mothers, daughters, and women of #Manipur, India will receive justice. And #PMModi will always fight for your freedom.
The truth: to associate with a party that dishonors cultural legacy, denies children the right to sing the… pic.twitter.com/KzI7oSO1QL
— Mary Millben (@MaryMillben) August 10, 2023
વિપક્ષ પર સિંગરનો કટાક્ષ
Mary Millben એ આગળ લખ્યું કે, વિપક્ષના લોકો કોઈ પણ તથ્ય વિના જોર જોરથી બૂમો પાડશે. સત્ય હંમેશા લોકોને મુક્ત કરશે. વિપક્ષ પર કટાક્ષ કરતા તેમણે લખ્યું, 'સત્ય એ છે કે જે પક્ષ ભારતના સાંસ્કૃતિક વારસાનું અપમાન કરે છે, બાળકોને તેમના દેશના રાષ્ટ્રગીત ગાવાનો અધિકાર નકારે છે અને વિદેશમાં પોતાના દેશનું અપમાન કરે છે, તે નેતૃત્વ નથી, તે સિદ્ધાંતવિહીન છે. માર્ટિન લ્યુથર કિંગ જુનિયરના શબ્દો ટાંકીને તેમણે લખ્યું, 'ભારત, મારા પ્રિય ભારત, સત્યની ઘંટડી વાગવા દો, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, મને તમારા પર વિશ્વાસ છે, હું તમારા માટે પ્રાર્થના કરું છું.
"He will always fight for your freedom": US singer Mary Millben supports PM Modi over Manipur issue
Read @ANI Story | https://t.co/lDWbmX5T0F#MaryMillben #PMModi #Manipur pic.twitter.com/okHWJTcViD
— ANI Digital (@ani_digital) August 10, 2023
PM મોદીની અમેરિકા મુલાકાત દરમિયાન તેમની સાથે મુલાકાત
તમને જણાવી દઈએ કે, આ વર્ષે જૂન મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે હતા. ત્યારબાદ Mary Millben વડાપ્રધાન મોદીને મળ્યા હતા. એટલું જ નહીં, તેમણે વોશિંગ્ટન ડીસીમાં રોનાલ્ડ રીગન બિલ્ડીંગમાં ભારતનું રાષ્ટ્રગીત ગાયા બાદ વડાપ્રધાન મોદીના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા.
કોણ છે મેરી મિલબેન ?
મેરી મિલબેન એક પ્રખ્યાત આફ્રિકન-અમેરિકન હોલીવુડ અભિનેત્રી અને ગાયિકા છે. મિલબેને જ્યોર્જ ડબ્લ્યુ બુશ, બરાક ઓબામા અને ડોનાલ્ડ ટ્રમ્પ સહિત સતત ત્રણ અમેરિકા રાષ્ટ્રપતિ માટે પરફોર્મ કરી ચૂક્યા છે. આ ઉપરાંત મિલબેન જોર્ડનની રાણી નૂર અને પ્રિન્સેસ બસમાહ બિન્ત સઉદ અલ સઉદ સહિત નોંધપાત્ર આંતરરાષ્ટ્રીય રાજવીઓ માટે પણ એક વિશેષ ગાયક છે. મિલબેન જેએમડીઇ એન્ટરપ્રાઇઝિસના સ્થાપક અને સીઇઓ છે. તે ઓનલાઈન સીરીઝ ઈમ્પેક્ટ નાઉમાં જોવા મળ્યો હતો. મિલબેનને 2010ના હેલેન હેસ એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવ્યા હતા. મિલબેન ઓગસ્ટ 2022 માં ભારત સરકાર, વિદેશ મંત્રાલય અને ભારતીય સાંસ્કૃતિક સંબંધો પરિષદના આમંત્રણ પર ભારતની મુલાકાતે આવ્યા હતા. તેમણે ભારતની આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી દરમિયાન પરફોર્મ કર્યું હતું.
PM મોદીએ સંસદમાં શું કહ્યું?
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ સંસદમાં પોતાના નિવેદનમાં ભારપૂર્વક કહ્યું હતું કે, રાજ્ય અને કેન્દ્ર સરકાર મણિપુરમાં શાંતિ ફરી સ્થાપિત કરવા માટે કામ કરી રહી છે. મહિલાઓ વિરુદ્ધના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને કડકમાં કડક સજા સુનિશ્ચિત કરવામાં આવશે. વડાપ્રધાને કહ્યું કે, મહિલાઓ પર અત્યાચાર એ ગંભીર ગુનો છે અને તેને સહન કરી શકાય નહીં. ગઈકાલે જ લોકસભામાં કોંગ્રેસ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસના મત પર બોલતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. મણિપુરમાં હિંસા વિશે વાત કરતા, તેમણે કહ્યું હતું કે મણિપુર તેમના હૃદયનો ટુકડો છે અને ખાતરી આપી હતી કે રાજ્યમાં શાંતિ ફરી સ્થાપિત કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, મણિપુરમાં મહિલાઓ વિરુદ્ધ ગંભીર ગુનાઓ આચરવામાં આવ્યા છે. આ અક્ષમ્ય છે. ગુનેગારોને સખત સજા મળે તે સુનિશ્ચિત કરવા કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે મળીને કામ કરી રહી છે.
આ પણ વાંચો - PM Modi on No Confidence Motion : “ગુડ કા ગોબર” કેવી રીતે કરવુ તે અધિર રંજન જાણે છે – PM MODI
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ