Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મસૂદ અઝહર પરનો સવાલ સાંભળીને ભાગ્યા પાકિસ્તાનના PM શાહબાઝ, જુઓ વિડીયો

શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટમાં ભાગ લેવા ઉઝબેકિસ્તાનના સમરકંદમાં આવેલા પાકિસ્તાનના PM શાહબાઝ શરીફ (Shehbaz Sharif) શુક્રવારે જૈશ-એ-મોહમ્મદ (JeM)ના વડા મસૂદ અઝહર વિશેના મીડિયાના પ્રશ્નોને ટાળતા દેખાયા હતા. શાહબાઝ શરીફને પૂછવામાં આવ્યું કે, શું તેઓ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા નોમિનેટ વૈશ્વિક આતંકવાદી જૈશ-એ-મોહમ્મદના વડા મસૂજ અઝહર વિરુદ્ધ કાર્યવાહી કરશે?પત્રકારે પ્રતિનિધિમંડળ સાથે આવà
મસૂદ અઝહર પરનો સવાલ સાંભળીને ભાગ્યા પાકિસ્તાનના pm શાહબાઝ  જુઓ વિડીયો
શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટમાં ભાગ લેવા ઉઝબેકિસ્તાનના સમરકંદમાં આવેલા પાકિસ્તાનના PM શાહબાઝ શરીફ (Shehbaz Sharif) શુક્રવારે જૈશ-એ-મોહમ્મદ (JeM)ના વડા મસૂદ અઝહર વિશેના મીડિયાના પ્રશ્નોને ટાળતા દેખાયા હતા. શાહબાઝ શરીફને પૂછવામાં આવ્યું કે, શું તેઓ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા નોમિનેટ વૈશ્વિક આતંકવાદી જૈશ-એ-મોહમ્મદના વડા મસૂજ અઝહર વિરુદ્ધ કાર્યવાહી કરશે?
પત્રકારે પ્રતિનિધિમંડળ સાથે આવેલા પાકિસ્તાનના (Pakistan) વડાપ્રધાનને પ્રશ્ન કર્યો, પરંતુ શરીફે જવાબ આપવાનું ટાળ્યું અને ચાલતી પકડી. શરીફના સુરક્ષાકર્મીઓએ પત્રકારને સવાલ પૂછતા રોકવાનો પણ પ્રયાસ કર્યો હતો. વીડિયોમાં તેમના સુરક્ષાકર્મીમાંથી એક એવું કહેતા સંભળાયો કે, "મને લાગે છે કે તે પૂરતું છે, કૃપા કરીને."
ઉલ્લેખનીય છે કે, જૈશ-એ-મોહમ્મદ (JeM) ભારતમાં ઘણી આતંકી ઘટનાઓ માટે જવાબદાર છે અને 2019માં જમ્મુ-કાશ્મીરના પુલવામા આતંકી હુમલાની જવાબદારી લીધી હતી ત્યારે તેના વિશે પુછવામાં આવેલા સવાલ પર પાકિસ્તાન PMએ ચાલતી પકડી હતી. જુઓ વિડીયો...
Advertisement

Tags :
Advertisement

.