Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Kshatriya Samaj : પદ્મીનીબા વાળાના મોટા એલાનથી ખળભળાટ

Kshatriya Samaj : રાજ્યમાં લોકસભાની ચૂંટણી ટાણે શરું થયેલા ક્ષત્રિય આંદોલનમાં રોજ નવા વળાંક આવી રહ્યા છે. ક્ષત્રિય સમાજ ( Kshatriya Samaj) ના મહિલા આગેવાન પદ્મીનીબા વાળાએ ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ પર ગંભીર આરોપ લગાવ્યા છે. આજે રાજકોટમાં યોજાયેલી પ્રેસ...
kshatriya samaj   પદ્મીનીબા વાળાના મોટા એલાનથી ખળભળાટ

Kshatriya Samaj : રાજ્યમાં લોકસભાની ચૂંટણી ટાણે શરું થયેલા ક્ષત્રિય આંદોલનમાં રોજ નવા વળાંક આવી રહ્યા છે. ક્ષત્રિય સમાજ ( Kshatriya Samaj) ના મહિલા આગેવાન પદ્મીનીબા વાળાએ ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ પર ગંભીર આરોપ લગાવ્યા છે. આજે રાજકોટમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં તેમણે સંકલન સમિતિના 5 લોકોને બંગડી પહેરાવીશ તેવી જાહેરાત કરતા ખળભળાટ મચી ગયો છે.

Advertisement

અત્યારે અમારી લડત ચાલુ જ છે

ક્ષત્રિય સમાજના મહિલા મોરચાના અધ્યક્ષ પદ્મિનીબા વાળાએ ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ પર ગંભીર આરોપ લગાવ્યા છે. રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે કહ્યું કે અત્યારે અમારી લડત ચાલુ જ છે. રુપાલાનો વિરોધ યથાવત રહેશે. હાલમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને ઉમેશભાઇ પણ બોલ્યા છે. રાહુલ ગાંધીનું મોસાળ ક્યું છે તે જણાવે. તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટીના નેતાઓ જેલમાં છે જે બકાલુ વેચીને જેલમાં ગયા નથી.

હિન્દુત્વને લઈને મોદી સાહેબે કરેલા કામ ભૂલવા ન જોઈએ

તેમણે કહ્યું કે હાલમાં જે રજવાડા વિરુદ્ધ બોલે તે તમામની સામે લડવું છે આપણે બધા સામે વિરોધ કરવો જોઇએ. તેમણે કહ્યું કે .
આજે હિન્દુત્વને લઈને મોદી સાહેબે કરેલા કામ ભૂલવા ન જોઈએ.

Advertisement

સંકલન સમિતિ સાથે હું નથી

તેમણે એમ પણ કહ્યું કે સંકલન સમિતિ સાથે હું નથી.. તે સમાજને ગુમરાહ કરે છે.. હાલ ચાર થી પાંચ લોકો પોતાની મરજીથી સંકલન સમિતિ ચલાવે છે..ગામડે ગામડે ભાઈઓ હેરાન થઈ રહ્યા છે..ચૂંટણી પછી સમિતિ કાઈ કામ નથી આવે..જ્યારે રૂપાલા એ ફોર્મ ભર્યું ત્યારે સમિતિ ઘરે જઈને સૂઈ ગઈ હતી તેવો આરોપ તેમણે લગાવ્યો હતો.

Advertisement

સંકલન સમિતિના 5 લોકોને બંગડી પહેરાવીશ તેવી જાહેરાત કરી

પ્રેસ કોન્ફરન્સમાં પદ્મિનીબા વાળાએ મોટું એલાન કર્યું હતું. તેમણે સંકલન સમિતિના 5 લોકોને બંગડી પહેરાવીશ તેવી જાહેરાત કરી હતી. જે જે સમાજ માટે કામ કરતા નથી...સમાજનું બગાડે છે તેમ તેમણે કહ્યું હતું. તેમણે ત્રણ આગેવાનોના નામ આપ્યા હતા જેમાં
પી ટી જાડેજા, રમજુ જાડેજા, કરણસિંહને બંગડી પહેરાવવાની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો----- Kshatriya Samaj : પદ્મીનીબા એ કેમ કહ્યું કે ખીચડી પકાવાઇ રહી છે?

આ પણ વાંચો----- Gujarat First એ ઉમેશ મકવાણાની ચેલેન્જ સ્વીકારી UNCUT ઇન્ટરવ્યૂ પ્રસારિત કર્યો, શું હવે તેઓ ક્ષત્રિય સમાજની માફી માગશે?

આ પણ વાંચો----- Yuvraj : આપની બુદ્ધિ કંટ્રોલમાં હોવી જોઇએ અને જબાન પર લગામ હોવી જોઇએ

Tags :
Advertisement

.