Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઊનામાં થઇ ઓન લાઇન સગાઇ.. કન્યા અને મુરતિયો કેનેડામાં અને સગાઇ વિધી ઉનામાં..!

અહેવાલ-- ભાવેશ ઠાકર, ઉના આજના ઇન્ટરનેટ યુગમાં અશક્ય બાબતો પણ શક્ય થતી જતી હોય છે. જેના કારણે અનેક કામો આજે લોકોના સહેલાઇથી થઇ જતા હોય છે.  લોકોના પૈસાની અને સમયની બચત પણ થાય છે. ત્યારે અહી વાત ઉનામાં વસવાટ કરતા...
ઊનામાં થઇ ઓન લાઇન સગાઇ   કન્યા અને મુરતિયો કેનેડામાં અને સગાઇ વિધી ઉનામાં
અહેવાલ-- ભાવેશ ઠાકર, ઉના
આજના ઇન્ટરનેટ યુગમાં અશક્ય બાબતો પણ શક્ય થતી જતી હોય છે. જેના કારણે અનેક કામો આજે લોકોના સહેલાઇથી થઇ જતા હોય છે.  લોકોના પૈસાની અને સમયની બચત પણ થાય છે. ત્યારે અહી વાત ઉનામાં વસવાટ કરતા આહીર પરીવારની છે જેમની દિકરી કેનેડા અભ્યાસ અર્થે હોય અને તેમની સગાઇ કેનેડા સ્થિત આહીર યુવાન સાથે નક્કી થઇ અને તારીખ પણ નક્કી થઇ. અંતે આ કન્યાની સગાઇ ઓનલાઇન નક્કી કરવામાં આવી અને શાસ્ત્રોક્ત વિધી ઉનામાં કરવામાં આવી હતી.
Advertisement

ઓનલાઇન સગાઇ કરવાનું નક્કી કરવામાં આવ્યું
ઊનામાં રહેતા રામશીભાઇ તથા નયનાબેન વાળાની પુત્રી નિશી વર્ષ ૨૦૨૩ના અભ્યાસ અર્થે કેનેડા ગઇ હતી, જ્યારે વેરાવળ તાલુકાના ભાલકા ગામના આહીર અગ્રણી ભગાભાઇ તથા હંસાબેન સોલંકીનો પુત્ર રાકેશ વર્ષ ૨૦૨૦થી કેનેડામાં જોબ કરે છે. જ્યારે બન્ને પરીવારને છેલ્લા ઘણા સમયથી પારીવારીક સંબધો હોવાથી બન્ને પરીવારે તેમના પુત્ર-પુત્રીની સગાઇ નક્કી કરી અને સગાઇ નક્કી કર્યા બાદ કન્યા અને મુરતીયાને કેનેડાથી બોલાવે તો સમય અને પૈસા પણ ખર્ચાય જેથી આજના ઇન્ટરનેટ યુગમાંવ્યુ ઓનલાઇન સગાઇ કરવાનું નક્કી કરવામાં આવ્યું અને બ્રાહ્મણ પાસેથી તારીખ જોવડાવી અને સગાઇની તારીખ નક્કી થતા નિશીબેનના મામા કિશોરભાઇ લાખોણાત્રાના ઘરે એલ. સી.ડી રાખવામાં આવ્યુ અને કેનેડાથી નિશી તેમજ રાકેશ ઓનલાઇન જોડાયા અને પારંપારીક રીતે સમાજના અગ્રણી સગાવહાલા તેમજ સ્નેહીજનો પણ ઉપસ્થિતી રહ્યા હતા.
શાસ્ત્રોક્ત વિધીથી સગાઇ કરવામાં આવી
બ્રાહ્મણ દ્રારા શાસ્ત્રોક્ત વિધીથી સગાઇ કરવામાં આવેલ હતી. સગાઇમાં ૫૦ થી વધુ લોકો ઉપસ્થિત રહી કન્યા અને મુરતીયાને આર્શીવાદ આપ્યા હતા. આમ કન્યા અને મુરતીયો કેનેડામાં અને સગાઇ વિધી ઉનામાં સંપન્ન કરવામાં આવી હતી.
આ રીત રીવાજોને ધ્યાનમાં રાખી સગાઇ યોજી
આ ઓનલાઇન સગાઇમાં આહીર સમાજે પારંપારીક સંસ્કૃતી જળવાઇ રહે તે માટે ટ્રેડિશનલ ડ્રેસ સાથે રીત રીવાજોને ધ્યાને રાખી સગાઇ યોજી હતી. તેમજ ઉપસ્થિત આગેવાનોએ આર્શીવાદ પણ ઓનલાઇન પાઠવ્યા હતા  સગાઇ પ્રસંગ હોય અને પારીવારીક મજાક મસ્તી પણ ઓનલાઇન....
Tags :
Advertisement

.