Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Old Pension Scheme : શિક્ષણમંત્રી કુબેર ડિંડોરનું મોટું નિવેદન, કહ્યું- ભાજપ સરકાર જ લાવશે OPS

Old Pension Scheme: જૂની પેન્શન (Old Pension Scheme) યોજના ટૂંક સમયમાં શરુ થાય તેવા એંધાણ છે. જેમાં જૂની પેન્શન (Old Pension Schem) યોજના ફરી શરૂ કરવા શિક્ષણ મંત્રીનું નિવેદન સામે આવ્યું છે. તેમાં શિક્ષણ મંત્રીએ જણાવ્યું છે કે ભાજપની સરકાર...
old pension scheme   શિક્ષણમંત્રી કુબેર ડિંડોરનું મોટું નિવેદન  કહ્યું  ભાજપ સરકાર જ લાવશે ops

Old Pension Scheme: જૂની પેન્શન (Old Pension Scheme) યોજના ટૂંક સમયમાં શરુ થાય તેવા એંધાણ છે. જેમાં જૂની પેન્શન (Old Pension Schem) યોજના ફરી શરૂ કરવા શિક્ષણ મંત્રીનું નિવેદન સામે આવ્યું છે. તેમાં શિક્ષણ મંત્રીએ જણાવ્યું છે કે ભાજપની સરકાર જૂની પેન્શન યોજના ફરી શરૂ કરશે.તારીખ જાહેર નથી કરતા પણ ભાજપ સરકાર જ કરશે. હિંમતનગરના કાકણોલ ખાતે જિલ્લા શિક્ષક સંઘના યોજાયેલ ચિંતન શિબિર અને અધિવેશમાં શિક્ષણ મંત્રીનું આ નિવેદન સામે આવ્યું છે.

Advertisement

જૂની પેન્શન યોજના શું છે? અહીં જાણો ફાયદાથી લઈને તમામ સવાલોના જવાબ

Advertisement

જૂની પેન્શન યોજના (Old Pension Scheme) એક પેન્શન યોજના છે, જે હેઠળ સરકારી કર્મચારીઓનો પગાર તેમની નિવૃત્તિ પર આધારિત હતો. આ યોજના હેઠળ, નિવૃત્ત કર્મચારીના મૃત્યુ પછી, તેના પરિવારના સભ્યોને પણ પેન્શન આપવામાં આવતું હતું. જો કે, કેન્દ્ર સરકાર દ્વારા પેન્શન સુધારાના ભાગરૂપે ભારતમાં જૂની પેન્શન યોજ (Old Pension Scheme) ના નાબૂદ કરવામાં આવી હતી. આ યોજના 1 જાન્યુઆરી 2004થી રદ કરવામાં આવી હતી. આમાં, મોંઘવારી ભથ્થું વગેરે જેવા ઘટકો સહિત નિવૃત્તિ સમયે લેવામાં આવેલા છેલ્લા પગારના અડધા જેટલા નિર્ધારિત-લાભ પેન્શન ઉપલબ્ધ હતું.

Advertisement

રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ 22 ડિસેમ્બર 2003 ના રોજ અમલમાં આવી

રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ 22 ડિસેમ્બર 2003 ના રોજ અમલમાં આવી. આ અંતર્ગત ઓલ્ડ પેન્શન સ્કીમ (OPS) લાગુ કરવામાં આવી હતી. જ્યાં જૂની પેન્શન યોજના (Old Pension Scheme) માં, નિવૃત્તિ સમયે છેલ્લા મૂળભૂત પગારના 50 ટકા સુધી ફિક્સ પેન્શન ઉપલબ્ધ હતું. જૂની પેન્શન સ્કીમ પણ નિવૃત્તિ પછી બાંયધરીકૃત આવક પ્રદાન કરે છે.

ક્યાં રાજ્યમાં જૂની પેન્શન યોજના લાગુ કરશે ?

રાજસ્થાને એપ્રિલ 2022માં જૂની પેન્શન યોજ (Old Pension Scheme) ના ફરી શરૂ કરી હતી. ત્યારબાદ, છત્તીસગઢે ડિસેમ્બર 2022માં, ઝારખંડ, પંજાબે ઓક્ટોબર 2022માં અને હિમાચલ પ્રદેશને 17 એપ્રિલ, 2023ના રોજ આ યોજનાની સૂચના આપી. જૂની પેન્શન યોજના (OPS) એક સુરક્ષિત પેન્શન યોજના છે. તે સરકારી તિજોરી દ્વારા ચૂકવવામાં આવે છે.

આ પણ વાંચો-GSSSB : ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4304 જગ્યાની ભરતી જાહેર

Tags :
Advertisement

.