Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

તાંત્રિક વિધિ અને બાળકી સાથે અડપલા કર્યાના આરોપસર ભરૂચમાં વૃદ્ધને ઘરમાં ઘુસી માર માર્યો

અહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ    ભરૂચ જિલ્લાના પૂર્વ પટ્ટી વિસ્તારમાં આવેલા એક ગામની સોસાયટીમાં એક પરપ્રાંતીય વ્યકિત પર તાંત્રિક વિધિ કરવાના આક્ષેપ સાથે બાળકીઓને તથા મહિલાઓને અભદ્ર ઈશારા કરતા હોવાના તેમજ એક પાંચ વર્ષની બાળકીને ઘરમાં લઇ જઇ અડપલા કરવાના...
તાંત્રિક વિધિ અને બાળકી સાથે અડપલા કર્યાના આરોપસર ભરૂચમાં વૃદ્ધને ઘરમાં ઘુસી માર માર્યો
Advertisement

અહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ 

Advertisement

ભરૂચ જિલ્લાના પૂર્વ પટ્ટી વિસ્તારમાં આવેલા એક ગામની સોસાયટીમાં એક પરપ્રાંતીય વ્યકિત પર તાંત્રિક વિધિ કરવાના આક્ષેપ સાથે બાળકીઓને તથા મહિલાઓને અભદ્ર ઈશારા કરતા હોવાના તેમજ એક પાંચ વર્ષની બાળકીને ઘરમાં લઇ જઇ અડપલા કરવાના આક્ષેપ લાગ્યા છે.. આ મામલે પોલીસ ફરીયાદ પણ દાખલ થઇ છે. તાંત્રિક વિદ્યા કરતો હોવાના આક્ષેપ થતા સોસાયટીના લોકોએ શિવ દયાલ શ્રીવાસ્તવ નામના આ વ્યક્તિ અને તેની બહેનને ટીપી નાખતા બંને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવા પડ્યા હતા

Advertisement

માતાએ દિકરીને બૂમ પાડી ત્યારે તે કથિત તાંત્રિકના ઘરેથી દિકરીનો અવાજ આવ્યો

ભરૂચ સી ડિવીઝન પોલીસમાં એક ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં ફરિયાદીએ આક્ષેપ કર્યા છે કે અમારી સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી એક તાંત્રિક શિવ દયાલ શ્રીવાસ્તવ રહે છે અને જે સોસાયટીમાં મહિલાઓ સાથે ચેનચાળા કરે છે, અને તેઓ સામે એક વર્ષ પહેલાં પણ તાંત્રિક વિદ્યા કરવી અને મહિલાઓની છેડતી કરવા જેવી ફરિયાદ નોંધાઈ ચૂકી છે..એટલું જ નહીં તે સબજેલમાં પણ જઈ આવ્યો છે ગુરુવારની રાત્રીએ ફરિયાદીની દીકરી કે જેની ઉંમર પાંચ વર્ષની છે તે ઘરમાં ન હોઇ, દીકરીની માતાએ તેની શોધખોળ શરૂ કરી હતી, અને આખરે જ્યારે દિકરીની માતાએ દિકરીને બૂમ પાડી ત્યારે તે કથિત તાંત્રિકના ઘરેથી દિકરીનો અવાજ આવ્યો હતો. પાંચ વર્ષની દીકરી તાંત્રિકના ઘરમાંથી મળી આવતા રોષે ભરાયેલા સોસાયટીના રહીશોએ પણ ઘરમાં ઘૂસી તાંત્રિક શિવ દયાલ શ્રીવાસ્તવ અને તેની બહેન માલા શ્રીવાસ્તવને ટીપી નાંખ્યા હતા.

હુમલામાં શિવલાલને માથાના ભાગમાં ઇજા

ઇજાગ્રસ્ત શિવ દયાલ શ્રીવાસ્તવ ને માથાના ભાગે ઇજા થઈ હતી જ્યારે તેની સાથે રહેલી બહેન માલા શ્રીવાસ્તવને પણ મુઠ માર વાગ્યો હતો જેના કારણે તેઓ સારવાર તે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને તેઓની સિવિલમાં સારવાર ચાલી રહી હતી તે દરમિયાન શુક્રવારની મોડી રાત્રે શિવલાલ સામે સોસાયટીમાં જે દીકરીને તાંત્રિક તેના ઘરમાં લઈ ગયો હતો તેની માતાએ તાંત્રિક અને મહિલા સામે શારીરિક અડપલા અને અપહરણ તેમજ પોસ્કો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.જેના પગલે પોલીસે સિવિલમાં સારવાર લઈ રહેલા તાંત્રિક શિવ દયાલ શ્રીવાસ્તવ અને તેની સાથે રહેલી મહિલા માલા શ્રીવાસ્તવની અટકાયત કરવાની કવાયત આરંભી છે.

અત્રે ઉલ્લેખને બાબતે પણ છે કે શિવ દયાલ શ્રીવાસ્તવ અને તેની સાથે રહેલી એક મહિલા માલા શ્રીવાસ્તવને પણ ઇજા થઇ હોવાના કારણે પોલીસે તેમના પણ નિવેદન લેવાની કવાયત હાથ ધરી છે ઇજાગ્રસ્ત શિવ દયાલ અને તેની સાથે રહેલી મહિલાએ પણ સોસાયટીના રહીશો ઉપર પણ ગંભીર આક્ષેપો કર્યા છે.

ઇજાગસ્તો દાખલ થયા બાદ બાળકીની માતાએ ફરીયાદ નોંધાવતા શંકા ઉપજે છે

ગુરુવારની રાત્રીએ ઘટેલી ઘટનામાં શિવલાલ અને તેની બહેનને સોસાયટીના રહીશોએ માર મારતા બંને ઇજાગસ્તો એ સારવાર બાદ શુક્રવારની રાત્રીએ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા અને દાખલ થયા હોવાની વાત સોસાયટીમાં પહોંચતા જ સોસાયટીમાં બાળકીની માતાએ પોલીસ મથકે શિવલાલ અને તેની સાથે રહેલી બહેન સામે ગંભીર પ્રકારની ફરિયાદ દાખલ કરાવતા સમગ્ર ઘટના લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની છે

મકાનના બાબતે બિલ્ડર સાથે ડખો હોવાનું પ્રાથમિક અનુમાન સામે આવ્યું

શિવલાલ જે મકાનમાં રહે છે તેમાં તેણે 20 લાખ રૂપિયા આપી કબજા સાથેનો બાનાખત બનાવેલો છે, અને ઉપરના રૂપિયા બાકી પડતા હતા જેના કારણે શિવલાલને વારંવાર ઘર ખાલી કરાવવા માટે પણ પ્રયાસો થયા હોય અને શિવલાલ હાલ જે મકાનમાં રહે છે તેની રકમ અત્યારે ડબલ થવાના કારણે મકાન ખાલી કરાવવા મુદ્દે પણ સતત તેની હેરાનગતિ થતી હોવાની માહિતી સામે આવી છે.

શિવલાલના મકાનમાં કે સોસાયટીમાં સીસીટીવી ફૂટેજ ખરા..?

શિવલાલ અને તેમની બહેન ઉપર ફરિયાદ નોંધાવવામાં આવી છે અને તેમના પર ગંભીર આક્ષેપ ફરિયાદમાં થયા છે જો શિવલાલ ખરેખર ફરિયાદીની દીકરીને તેના ઘરમાં લઈ ગયો હોય તો તે અંગેના સીસીટીવી ચકાસવાની જરૂર છે શું શિવલાલના ઘરમાં સીસીટીવી ફૂટેજ હતા સોસાયટીમાં સીસીટીવી ફૂટેજ છે ખરા આવા અનેક પ્રશ્નો પણ ઊભા થયા છે. ઇજાગ્રસ્તો દાખલ થયા પછી સોસાયટીની મહિલાએ ફરિયાદ નોંધાવતા સમગ્ર ફરિયાદ પણ શંકાના દાયરામાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે


શિવલાલના મકાન ઉપર લાગેલા પાંચ સીસીટીવી ફૂટેજ ગુમ કેમ..?

તાંત્રિક અને તેની બહેન ઉપર ગંભીર પ્રકારનો આક્ષેપ થયો છે તેઓ તાંત્રિક વિધિ કરતા હોય અને સોસાયટીની એક દીકરીને ઘરમાં રાખીને વિધિ થઈ હોવાના આક્ષેપમાં પોલીસે ફરિયાદ તો દાખલ કરી છે પરંતુ તાંત્રિકના મકાન ઉપર લાગેલા પાંચ સીસીટીવી ફૂટેજ તૂટેલા જોવા મળ્યા છે સાથે ડીવીઆર પણ ગુમ છે જો આ સમગ્ર ઘટનામાં સાચું શું છે તે શોધવા માટે પોલીસે તાંત્રિકના મકાન ઉપરના સીસીટીવીનું ડીવીઆર શોધે અથવા તો પુરાવો નાશ કરનારાઓ સામે કાર્યવાહી કરે તે જરૂરી છે

શિવલાલના ઘરમાંથી તાંત્રિક વિધિની સામગ્રીઓ અને અધૂરી હવન કુંડ વેરવિખેર જોવા મળ્યું..?

શિવલાલના મકાનમાં તપાસ કરતા હવન કુંડ સાથે તાંત્રિક વિધિ થતી હોવાના ચોંકાવનારા પૂરાવા મળ્યા હતા. અને તાંત્રિક વિદ્યામાં વાપરવામાં આવતી લોબાન અને કટીંગ કરેલા વાળ પણ મળી આવ્યા છે જેના કારણે ઘરમાં કોઈ મોટી તાંત્રિક વિધિ થતી હોય તેવું પ્રથમ દૃષ્ટિએ સામે આવ્યું છે પરંતુ જે બાળકી તેના ઘરમાંથી મળી છે તેની ઉપર કયા પ્રકારની વિધિ થતી હતી તે એક ચર્ચાનો વિષય બની ગઈ છે

Tags :
Advertisement

.

×