Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ram Mandir: રામ મંદિરના દર્શન કરવા જતા શ્રદ્ધાળુઓ માટે આવ્યાં નવા નિયમો

Ram Mandir: રામ મંદિરને લઈને મહત્વની વિગતો સામે આવી છે. અયોધ્યા રામ મંદિરના દર્શન કરવા જતા શ્રદ્ધાળુંઓ માટે શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટ દ્વારા દર્શનના નિયમો જાહેર કરવામાં આવ્યાં છે. મંદિરના દર્શન હવે સવારે 06:30 થી લઈને 09:30 સુધીનો કરવામાં આવ્યો...
ram mandir  રામ મંદિરના દર્શન કરવા જતા શ્રદ્ધાળુઓ માટે આવ્યાં નવા નિયમો

Ram Mandir: રામ મંદિરને લઈને મહત્વની વિગતો સામે આવી છે. અયોધ્યા રામ મંદિરના દર્શન કરવા જતા શ્રદ્ધાળુંઓ માટે શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટ દ્વારા દર્શનના નિયમો જાહેર કરવામાં આવ્યાં છે. મંદિરના દર્શન હવે સવારે 06:30 થી લઈને 09:30 સુધીનો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર દ્વારા સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શેર કરીને જાણકારી આપવામાં આવી છે. તેમાં લખવામાં આવ્યું છે કે, રામ મંદિરના રોજના 1 થી 1.5 લાખ શ્રદ્ધાળુંઓ આવી રહ્યાં છે. આથી રામ મંદિરના દર્શન કરવા આવતા ભક્તો માટે મંદિર દ્વારા થોડ નિયમો નક્કી કરવામાં આવ્યાં છે.

Advertisement

અયોધ્યા રામ મંદિરના નિયમો

રામ મંદિર દ્વારા નિયમો નક્કી કરવામાં આવ્યાં છે. મંદિરના દર્શન માટે આવતા ભક્તોને સુવિધા મળે અને તેમનો સમય બચી શકે તે માટે મોબાઈલ, પગરખા અને પર્સ બધું મંદિરની બહાર રાખીને જવાની સલાહ આપવામાં આવી છે. આ સાથે સાથે ભક્તોને મંદિરમાં ફુલ, માળા કે પ્રસાદ લઈ જવાની પણ મનાઈ કરવામાં આવી છે.

રામ મંદિરમાં દર્શન કરવાનો સમય

તમને જણાવી દઈએ કે, જો તમે રામ મંદિરના દર્શન કરવા જવાનો પ્લાન બનાવી રહ્યાં છો તો આ વાતનું ધ્યાન રાખજો કે, રામ મંદિરમાં દર્શન કરવાનો સમય 06:30 થી રાત્રે 09:30 સુધીનો નક્કી કરવામાં આવ્યો છે. પ્રવેશથી બહાર નીકળવા સુધી, રામ મંદિરમાં દર્શન સરળ અને સરળ છે. ભક્તો 60 થી 75 મિનિટમાં રામલલાના આસાનીથી દર્શન કરી શકશે.

Advertisement

મંદિરમાં આરતી જવું હોય તો આટલું યાદ રાખો

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર દ્વારા નક્કી કરવામાં આવેલા નિયમો અનુસાર મંદિર થતી મંગળા આરતી, શ્રૃંગાર આરતી અને શયન આરતીમાં જવા માટે તમારી પાસે પાસ હોવો અનિવાર્ય છે. જો કે, તમને જણાવી દઈએ કે, મંદિરમાં થતી અન્ય આરતી માટે પાસની કોઈ જરૂર નહીં પડે તે વાતનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.

Advertisement

રામ મંદિરમાં થતી આરતીનો સમય

  • મંગળા આરતીઃ સવારે ચાર વાગે
  • શ્રૃંગાર આરતીઃ સવારે 06 વાગીને 15 મિનિટે
  • શયન આરતીઃ રાત્રે 10 વાગે

તમને જણાવી દઈએ કે, મંદિરમાં પ્રવેસ પાસ માટે કોઈ ચાર્જ લેવામાં નહીં આવે મતલબ કે એન્ટ્રી ફ્રી છે. મંદિરમાં જવા માટે તમારે નામ, ઉંમર, શહેર અને આધાર કાર્ડ નંબર અને તમારો મોબાઈલ નંબર જેવી જાણકારી આપવી અનિવાર્ય છે. તેની સાથે જો તમારે મંદિરનો પાસ જોઈએ છે તો, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની વેબસાઇટ પર જઈને પ્રાપ્ત કરી શકો છો. રામ લલ્લાના દર્શન કરવા માટે તમારે કોઈ વિશેષ પાસની જરૂર નહીં પડે અને ના તો તમારે તેના માટે કોઈ ચાર્જ આપવાનો નથી.

જાણો મંદિરમાં સુવિઘા કેવી મળે છે?

મંદિરમાં દિવ્યાંગો અને વૃદ્ધો માટે વ્હીલચેર ઉપલબ્ધ છે. આ વ્હીલચેર ફક્ત શ્રી રામ જન્મભૂમિ મંદિર પરિસરમાં ઉપયોગ માટે છે અને અયોધ્યા શહેર અથવા અન્ય કોઈ મંદિરની મુલાકાત લેવા માટે નથી. વ્હીલચેર માટે કોઈ ફી લેવામાં આવશે નહીં, પરંતુ મદદ કરનાર યુવા સ્વયંસેવકને નજીવી ફી ચૂકવવામાં આવશે.

સૌથી મહત્વની વાત એ છે કે, જો તમે રામ લલ્લાન દર્શન કરવા માટે અયોધ્યા નથી દઈ શકતા તો તમે ઘરે બેસીને પણ રામ મંદિરના દર્શન કરી શકો છે. તમે રોજ સવારે 06:30 વાગે દૂરદર્શન પર લાઈવ રામ લલ્લાના દર્શન કરી શકો છો.

આ પણ વાંચો: ભારતમાં બાબરે તોડ્યું અને હવે પાકિસ્તાનમાં બાબર જ બનાવી રહ્યો છે Ram Mandir
આ પણ વાંચો: Ayodhya : રામ લલાને અત્યાર સુધી મળ્યું આટલું દાન..!
આ પણ વાંચો: શાળાઓમાં રામાયણ ભણાવવા ટીવીના રામ ‘Arun Govil’ ની ખાસ સલાહ
Tags :
Advertisement

.