Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

UPI Tips: તમે છેતરપિંડીનો શિકાર બન્યા છો.. તો આ રીતે પાછા મળશે રૂપિયા.

તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના લોકોને UPI પેમેન્ટની જેમ ડિજિટલ પેમેન્ટ કરવા માટે આહ્વાન કર્યું હતું. ડિજિટલ ચુકવણીની તમામ પદ્ધતિઓમાં, UPI ચુકવણી ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે. આજે જે લોકો પાસે સ્માર્ટફોન છે તે તમામ લોકો UPI નો ઉપયોગ...
upi tips  તમે છેતરપિંડીનો શિકાર બન્યા છો   તો આ રીતે પાછા મળશે રૂપિયા

તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના લોકોને UPI પેમેન્ટની જેમ ડિજિટલ પેમેન્ટ કરવા માટે આહ્વાન કર્યું હતું. ડિજિટલ ચુકવણીની તમામ પદ્ધતિઓમાં, UPI ચુકવણી ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે. આજે જે લોકો પાસે સ્માર્ટફોન છે તે તમામ લોકો UPI નો ઉપયોગ કરી રહ્યા છે. ડિજિટલ પેમેન્ટમાં ઘણા જોખમો છે.એક ભૂલ તમારું આખું બેંક ખાતું ખાલી કરી શકે છે. ભારતમાં ડિજિટલ પેમેન્ટ કૌભાંડો મોટા પ્રમાણમાં થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં, તમારા માટે એ જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે કે જો કોઈ કારણસર તમારી સાથે છેતરપિંડી થાય છે અને તમારા ખાતામાંથી પૈસા ઉપાડી લેવામાં આવે છે, તો તેને પાછા મેળવવાનો રસ્તો શું છે….UPI ફ્રોડના કિસ્સામાં શું કરવું?જો તમારા UPI ID સાથે કોઈ પ્રકારની છેતરપિંડી થઈ હોય અથવા UPI દ્વારા તમારા ખાતામાંથી પૈસા ઉપાડી લેવામાં આવ્યા હોય, તો તમે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)ની સાઈટ npci.org.in પર જઈને ફરિયાદ કરી શકો છો. આ સિવાય તમે તમારી બેંકમાં પણ ફરિયાદ કરી શકો છો.જો ફરિયાદના 30 દિવસ પછી પણ સમસ્યાનું નિરાકરણ ન આવે અને તમારા પૈસા પાછા ન મળે, તો તમે cms.rbi.org.in પર જઈને અથવા crpc@rbi.org.in પર ઈમેલ કરીને લેખિત ફરિયાદ કરી શકો છો. તમે તેના દ્વારા ફરિયાદ કરી શકો છો. જેટલી જલદી તમે ફરિયાદ કરશો તેટલું સારું રહેશે, તેથી આ વાત ધ્યાનમાં રાખો.સાયબર ક્રાઈમ પોર્ટલજો તમારી સાથે કોઈપણ પ્રકારની સાયબર છેતરપિંડી થાય છે અને ખાતામાંથી પૈસા ઉપાડી લેવામાં આવે છે, તો તમે સાયબર ક્રાઈમ પોર્ટલ cybercrime.gov.in પર જઈને ફરિયાદ કરી શકો છો. આ સિવાય તમે 1930 પર કોલ કરીને પણ ફરિયાદ કરી શકો છો.

Advertisement

આ  પણ  વાંચો -WHATSAPP માં નવું અપડેટ આવી રહ્યું છે, તમે વીડિયો કોલની સાથે સંગીત પણ સાંભળી શકશો

Advertisement

Advertisement
Tags :
Advertisement

.