Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

NEET Result 2024 : પરીક્ષા પરિણામ બાદ વિદ્યાર્થીઓમાં રોષ! મસમોટા કૌભાંડનો લગાવ્યો આરોપ

NEET Result 2024 : દેશમાં બે દિવસ પહેલા એટલે કે 4 જૂનના રોજ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) UG 2024 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. પરિણામ જાહેર થયા બાદ કટઓફ, NEET ટોપર લિસ્ટ...
neet result 2024   પરીક્ષા પરિણામ બાદ વિદ્યાર્થીઓમાં રોષ  મસમોટા કૌભાંડનો લગાવ્યો આરોપ

NEET Result 2024 : દેશમાં બે દિવસ પહેલા એટલે કે 4 જૂનના રોજ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) UG 2024 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. પરિણામ જાહેર થયા બાદ કટઓફ, NEET ટોપર લિસ્ટ 2024 ની PDF સત્તાવાર વેબસાઇટ પર અપલોડ કરાઈ હતી. જો કે, ત્યાર બાદથી NEET ના વિદ્યાર્થીઓ અને લોકોએ ટ્વિટર પર NTA ને ટ્રોલ કરવાનું શરૂ કર્યું છે.

Advertisement

NEET પરિણામોની PDF લોકોએ સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરી છે અને આ સાથે જ એક વિષય પર ધ્યાન દોર્યું છે કે, આ પરિણામ જોઈને એવું લાગે છે કે એક આખેઆખા સેન્ટર મેનેજ કરવામાં આવ્યું હતું ? આ સાથે લોકો NEET પરીક્ષામાં મસમોટું કૌભાંડ થયું હોવાનો ગંભીર આરોપ પણ લગાવી રહ્યા છે.

પરીક્ષા પરિણામમાં કૌભાંડની આશંકા

સોશિયલ મીડિયા પર શેર PDF માં NEET 2024 ના ટોપર્સની યાદી દેખાઈ રહી છે, જેમાં લોકોએ NEET પરીક્ષા માટેના રોલ નંબર, નામ, માર્કસ અને સિરિયલ નંબર 62 થી 69 સુધીના રેન્કને હાઇલાઇટ કર્યા છે. વાસ્તવમાં, આ NEET રોલ નંબરોની શ્રેણીના ઉમેદવારોએ એક સેન્ટર પરથી પરીક્ષા આપી હોવાનું કહેવાઈ રહ્યું છે. ઉપરાંત, આ વિદ્યાર્થીઓના નામમાં અટક પણ દર્શાવી નથી. 8 માંથી 6 વિદ્યાર્થીઓએ 720 માંથી 720 ગુણ મેળવ્યા છે જ્યારે અન્ય બે વિદ્યાર્થીઓએ 719, 718 અંક મેળવ્યા છે. નિષ્ણાતોમાં સવાલ છે કે, આવું કેવી રીતે શક્ય બની શકે?

Advertisement

NTA એ જારી કરી નોટિસ

પ્રાપ્ત માહિતી મુજબ, આ મામલો સામે આવતા NTA દ્વારા એક નોટિસ જાહેર કરવામાં આવી છે, જેમાં લખવામાં આવ્યું છે કે, કેટલાક વિદ્યાર્થીઓને પરીક્ષામાં ટાઇમ લોસની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો, આથી તેમને ગ્રેસ માર્ક્સ આપવામાં આવ્યા છે. આ કારણે 718 અને 719 નંબર (NEET Result 2024) પણ હોઈ શકે છે.

Advertisement

આ પણ વાંચો - Road Accident: કાર ખાઇમાં પડતા 7ના મોત,વેકેશન કરવા જઇ રહ્યો હતો પરિવાર

આ પણ વાંચો - OATH : પાછી બદલાઇ વડાપ્રધાન પદના શપથ ગ્રહણની તારીખ

આ પણ વાંચો - NDA : નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ રમશે મ્યુઝિકલ ચેર, ભૂલથી જો જૂની વાતો યાદ આવશે તો…

Tags :
Advertisement

.