'મેરા અગલા ટાર્ગેટ મુકેશ અંબાણી' ધનાઢ્ય ઉદ્યોગપતિને મળી ધમકી
- મુકેશ અંબાણીને ફરી ધમકી
- અંબાણીને મળ્યો ધમકીભર્યો પત્ર
- ગ્વાલિયર મંદિરમાં અંબાણીને ધમકી
- મનોજ શર્માએ અંબાણીને ધમકાવ્યા
Mukesh Ambani News : દેશના સૌથી ધનિક વ્યક્તિ અને બિઝનેસમેન મુકેશ અંબાણીને ફરી એકવાર ધમકી મળી છે. આજે ગ્વાલિયરમાં અચલેશ્વર મહાદેવની દાનપેટી (donation box) ખોલતી વખતે દાનપેટીમાં મુકેશ ધીરુભાઈ અંબાણી (Mukesh Dhirubhai Ambani) ને ધમકી મળતાં હોબાળો મચી ગયો હતો. જેમાં 100 રૂપિયાના સ્ટેમ્પ પર લખેલું છે કે મારું આગામી લક્ષ્ય મુકેશ ધીરુભાઈ અંબાણી (Mukesh Dhirubhai Ambani) છે. આ સ્ટેમ્પ મનોજ શર્માના નામ પર છે, જેની સામે પોલીસકર્મી પાસેથી પિસ્તોલની લૂંટ, એડીએમની હત્યાનો પ્રયાસ જેવા એક ડઝનથી વધુ કેસ નોંધાયેલા છે.
અંબાણીને મળી ફરી ધમકી
દેશના સૌથી ધનાઢ્ય બિઝનેસમેન મુકેશ અંબાણીને એક ધમકીભર્યો પત્ર મળ્યો છે. મળતી માહિતી અનુસાર, ગ્વલિયરના અચલેશ્વર મંદિરમાં એક દાન પેટી ખોલવામાં આવી હતી, જેમાં એક પત્ર મળ્યો હતો જેમાં લખ્યું હતું કે મારું આગામી લક્ષ્ય મુકેશ ધીરુભાઈ અંબાણી મુંબઈ છે. પત્ર મળ્યા બાદ વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. આ પત્ર મળતા જ પોલીસને સોંપવામાં આવ્યો હતો. પત્ર મળ્યા બાદ પોલીસ સ્ટેમ્પ માલિક મનોજ શર્માને શોધવામાં વ્યસ્ત છે. મનોજ શર્મા આ પહેલા પણ ઘણી વખત આવા કામ કરી ચુક્યા છે. મનોજ શર્મા પોલીસકર્મી પાસેથી પિસ્તોલની લૂંટ, એડીએમની હત્યાનો પ્રયાસ જેવા ડઝનથી વધુ કેસ નોંધાયેલા છે. 100 રૂપિયાની સ્ટેમ્પ માત્ર મનોજ શર્માની જગ્યાની છે.
Mukesh Ambani Threat: मुकेश अंबानी को मिली जान से मारने की धमकी, अचलेश्वर मंदिर की दान पेटी से मिला लेटर...@MPPoliceDeptt @GwaIiorPolice @IgpGwalior #Ambani #MukeshAmbani #MukeshAmbaniThreat #MadhyaPradesh #madhyapradeshnews #MPNews #MPFirst
— MP First (@MPfirstofficial) August 5, 2024
પોલીસ તપાસમાં જોડાઈ
દાનપેટી ખોલ્યા બાદ મળેલા પત્રથી ખળભળાટ મચી ગયો હતો. આ પત્ર અંગે તાત્કાલિક પોલીસને ફોન કરીને જાણ કરવામાં આવી હતી. પત્ર મળ્યા બાદ પોલીસે મનોજ શર્માની શોધ શરૂ કરી હતી. મનોજ શર્માની ધરપકડ બાદ આ કેસમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, મુકેશ અંબાણી વિશ્વના સૌથી અમીર વ્યક્તિઓમાંના એક છે. ભારતમાં પણ મુકેશ અંબાણીની ગણતરી સૌથી ધનિક વ્યક્તિઓમાં થાય છે. આથી સોમવારે મંદિરની દાનપેટીમાંથી તેમને ધમકી આપતો પત્ર મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. આ હંગામા બાદ હવે પોલીસ એક્શનમાં આવી છે. કેસની તપાસ ચાલી રહી છે. આરોપીની પણ શોધખોળ ચાલી રહી છે.
આ પણ વાંચો: Ayodhya Rape Case : અખિલેશે CM યોગીને આ શું કહી દીધું?, ભાજપ પર લગાવ્યો આ ગંભીર આરોપ...