Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુરતમાં ફિલ્મી સ્ટાઇલમાં લૂંટ, પોલીસને ચેલેન્જ કરતી ઘટના

અહેવાલ - રાબિયા સાલેહ સુરતમાં લૂંટની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે અને આ વખતે સુરતમાં દિન દહાડે થયેલી લુટે તો જાણે સુરત પોલીસને એક ચેલેન્જ આપી હોય એ રીતની લૂંટ કરી તેઓ ફરાર થઈ ગયા છે. ફિલ્મી સ્ટાઇલ એ...
સુરતમાં ફિલ્મી સ્ટાઇલમાં લૂંટ  પોલીસને ચેલેન્જ કરતી ઘટના

અહેવાલ - રાબિયા સાલેહ

Advertisement

સુરતમાં લૂંટની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે અને આ વખતે સુરતમાં દિન દહાડે થયેલી લુટે તો જાણે સુરત પોલીસને એક ચેલેન્જ આપી હોય એ રીતની લૂંટ કરી તેઓ ફરાર થઈ ગયા છે. ફિલ્મી સ્ટાઇલ એ સુરતમાં દિન દહાડે લુટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. ભરબપોરે સચીન ના વાંઝ ગામે આવેલી ગ્રામ્ય વિસ્તાર ની બેંકને ચોર ટોળકી એ નિશાન બનાવી હતી. ચારમાંથી કોઈ ચોરી હેલ્મેટ પહેરી તો કોઈ એ મોઢા પર સફેદ મફલર પહેરી બેંક માં પ્રવેશ કર્યો હતો. બનાવને પગલે હાલ તો ક્રાઇમ બ્રાન્ચ ,SOG પોલીસ અને PCB પોલીસ પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

પાંચ મિનિટ માં થયેલી લૂંટ ની ઘટના ના સીસીટીવી ફૂટેજ પોલીસે મેળવી શહેરભરમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે

Advertisement

સુરત શહેરના છેવાડેના નાકે આવેલા ઔદ્યોગિક વિસ્તારથી ધમધમતાં સચિનના વાંઝ ગામે આજે સવારે ચોરો એ બેંકમાં ઘૂસી લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. સુરત શહેર પોલીસ કમિશનરના આદેશ બાદ સમગ્ર સુરત શહેરની પોલીસને આ લૂંટની ઘટના પાછળ લગાવી દેવામાં આવ્યા છે. જે બાદ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આ દરમિયાન લૂંટારૂઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને શહેરભરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ અંગે અસિસ્ટન કમિશનર આર એલ માવાણી એ જણાવ્યું હતું કે હાલ લૂંટ ની ઘટના ની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સીસીટીવી ચેક કરવામાં આવ્યા છે. ચોરોને વહેલી તકે પકડી લેવાશે, સાથે જ લૂંટારૂઓને પકડવા માટે પોલીસ કમીશનરના આદેશ બાદ સુરત શહેરના તમામ વિસ્તારોમાં અને જિલ્લામાં સઘન ચેકિંગ અને નાકાબંધીનો આદેશ ફરમાવી દેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવાની સાથે શંકાસ્પદ બાઈક અને લૂંટારૂઓની તપાસ માટે સીસીટીવી કેમેરાના આધારે તપાસને વેગવંતી બનાવવામાં આવી છે.

લૂંટારૂઓ ગણતરીના સમયે લૂંટ કરી પલાયન, પાંચ પૈકી ત્રણ લૂંટારૂઓ પાસે બંદૂક હતી

Advertisement

સીસીટીવી માં બે બાઈક પર આવેલા પાંચ લૂંટારૂઓ એક પછી એક બેંકમાં ઘુસ્યા હોવાનું જણાઈ આવ્યું હતું. આ દરમિયાન બેંકમાં બે ખાતેદારો હાજર હતા. જો કે, બેંકમાં ઘુસતાની સાથે જ ત્રણ લૂંટારૂઓએ પોતાની પાસે રહેલ બંદૂક દેખાડીને તમામ કર્મચારીઓને ડરાવી ધમકાવીને બાનમાં લઈ એક રૂમ માં બંધ કર્યા હતા. લૂતાળું ઓ બંદુકના ઈશારે ડરાવી ધમકાવીને ગણતરીની મીનિટોમાં જ લૂંટને અંજામ આપી નાસી છૂટયા હતા.

પોલીસ દ્વારા સીસીટીવી અને મોબાઈલ સર્વેલેન્સના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો

લૂંટ દરમિયાન એક મહિલા બે બાળકો સાથે બેંકમાં પ્રવેશી હતી. સવારે 11 કલાક બાદ બેંકમાં લૂંટની ઘટના બની હતી. જ્યારે લુતાળુંઓ બેંકમાં લુંટની ઘટનાને અંજામ આપી રહ્યા હતા. તે દરમિયાન જ એક મહિલા પોતાના બે બાળકો અને એક વ્યક્તિ સાથે બેંકમાં કોઈ કામ અર્થે પહોંચી હતી. જો કે, બેંકના કાઉન્ટર પર કોઈ કર્મચારી ન હોવાને કારણે તેણી કંઈ સમજે વિચારે તે પહેલાં જ તેની પાછળ એક લૂંટારૂ આવીને ઉભો રહી ગયો હતો અને તેને પણ બંધક બનાવીને અન્ય કર્મચારીઓની પાસે લઈ ગયો હતો. જો કે આ સમગ્ર ઘટના બાદ મહિલા હેપ્ટાઈ ગઈ હતી.

એક બાજુ સુરત પોલીસ દ્વારા ક્રાઇમ રેટ ઘટાડવા માટે અસામાજીક તત્વોને ઝડપી પાડવા માટે અભિયાન શરૂ કરાયું છે. બીજી બાજુ સુરત શહેરમાં ગઈ કાલે રાતે જ સચીન જીઆઈડીસી પોલીસ દ્વારા કોમ્બીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે બાદ ગણતરીના કલાકોમાં જ લૂંટની ઘટના બની હતી. સચિન વાંઝ ગામે ધોળા દિવસે બેંકમાં ફરજ બજાવતાં કર્મચારીઓને બંધક બનાવીને અંદાજે 13 લાખથી વધુ રૂપિયાની લૂંટ કરી લૂંટારૂઓ હવામાં ઓગળી ગયા હોય તેમ પાંચ મિનિટમાં લૂંટ કરી ગાયબ થયા હતા. બીજી તરફ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઉચ્ચાધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને લુંટારૂઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. જ્યારે શહેરભરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવતા અન્ય તત્વોમાં પણ ફફડાટ ફેલાયો છે.

આ પણ વાંચો - સુરતમાં પત્રિકા અને પેન ડ્રાઈવ કાંડમાં તપાસ બની ઝડપી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.