Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Menstrual leave Law: ભારતમાં પ્રથમ વખત કોઈ હાઈકોર્ટે મંજૂર કરી Menstrual leave

Menstrual leave Law: દેશમાં મહિલાઓને લઈ ખાસ સુવિધાઓ જાહેર કરવામાં આવતી હયો છે. તેની પાછળનું કારણ એ છે કે, વિશ્વના અન્ય વિકસિત દેશની જેમ ભારત દેશમાં પણ દરેક ક્ષેત્રેમાં મહિલા સશક્તિકરણ જોવા મળે છે. ત્યારે ભારત દેશમાં Menstrual leave ને...
menstrual leave law  ભારતમાં પ્રથમ વખત કોઈ હાઈકોર્ટે મંજૂર કરી menstrual leave

Menstrual leave Law: દેશમાં મહિલાઓને લઈ ખાસ સુવિધાઓ જાહેર કરવામાં આવતી હયો છે. તેની પાછળનું કારણ એ છે કે, વિશ્વના અન્ય વિકસિત દેશની જેમ ભારત દેશમાં પણ દરેક ક્ષેત્રેમાં મહિલા સશક્તિકરણ જોવા મળે છે. ત્યારે ભારત દેશમાં Menstrual leave ને લઈ વિવિધ માધ્યમોના ભાગરૂપે જાગૃતિ ફેલાવવામાં આવે છે. ત્યારે દેશમાં મહિલા માટે Menstrual leave ને લઈ એક ખાસ સુવિધા પૂરી પાડવામાં આવી છે.

Advertisement

  • દેશમાં Menstrual leave ને લઈ કોઈ રાષ્ટ્રીય નીતિ નથી

  • સુપ્રીમ કોર્ટની અંદર એક અરજી રજૂ કરવામાં આવી હતી

  • બિહારમાં બે દિવસની Menstrual leave ની જોગવાઈ

સિક્કિમ હોઈકોર્ટએ મહિલા માટે Menstrual leaveને લઈ એક આદેશ જાહેર કર્યો છે. તેમાં સિક્કિમ હાઈકોર્ટે કહ્યું છે કે, મહિલાઓને Menstrual leave ના સમયે સિક્કિમ હોઈકોર્ટમાંથી રજા આપવામાં આવશે. આ પગલું અન્ય સરકારી અને ખાનગી સંસ્થાઓ માટે આગવી ભૂમિકા ભજવી શકે છે. સિક્કિ હાઈકોર્ટે આ નિર્ણય 27 મેના રોજ જાહેર કર્યો હતો. ત્યારે સિક્કિમ હાઈકોર્ટના પ્રમાણે રજિસ્ટ્રીની તમામ મહિલા Employee દર મહિને 2-3 દિવસ માટે Menstrual leave માટે રજા લઈ શકશે.

આ પણ વાંચો: Jammu and Kashmir : પુંછ હાઈવે પર મોટો અકસ્માત, મુસાફરોથી ભરેલી બસ ખાડામાં પડી, 9 ના મોત…

Advertisement

દેશમાં Menstrual leave ને લઈ કોઈ રાષ્ટ્રીય નીતિ નથી

તે ઉપરાંત આ રજાનો પગાર પણ કાપવામાં આવશે નહીં. તેની સાથે તેમની રજાઓમાં પણ કાપ મૂકવામાં આવશે નહીં. જોકે આ નિર્ણય માટે સિક્કિમ હાઈકોર્ટે તબીબ ક્ષેત્રે નિષ્ણાત વ્યક્તિઓની મદદ લીધી હતી. જોકે સિક્કિમ હાઈકોર્ટ દેશની સૌથી નાની કોર્ટ છે. તે ઉપરાંત અહીંયા માત્ર 3 જ ન્યાયાધીશ છે. જેમાં એક મિહલા ન્યાયાધીશ છે. જોકે રજિસ્ટ્રીમાં નવ અધિકારીઓ કામ કરે છે. જેમાં માત્ર એક મહિલા છે. જોકે હાલના સમયે દેશમાં Menstrual leave ને લઈ કોઈ રાષ્ટ્રીય નીતિ નથી. તે ઉપરાંત દેશના તમામ લોકોની આ મુદ્દાને લઈ અલગ-અલગ ધારણા છે.

Advertisement

આ પણ વાંચો: દેશમાં ચોમાસાનો પ્રારંભ, ગુજરાતમાં ક્યારે આવશે મેઘસવારી ?

સુપ્રીમ કોર્ટની અંદર એક અરજી રજૂ કરવામાં આવી હતી

ડિસેમ્બર 2023 માં કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ પીરિયડ હોલીડેનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે આનાથી મહિલાઓ સાથે ભેદભાવ થશે. જોકે તે જ મહિનામાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે "Menstrual Hygiene Policy" નો ડ્રાફ્ટ બહાર પાડ્યો હતો, જેમાં Menstrual leave ના સમયગાળાની રજા વિશે પણ વાત કરવામાં આવી હતી. તેની સાથે સુપ્રીમ કોર્ટની અંદર એક અરજી રજૂ કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થિનીઓ અને મહિલા Employee ઓ માટે માસિક સમયે રજા આપવામાં આવે. પરંતુ આ અરજીને નામંજૂર કરી દેવામાં આવી હતી.

આ પણ વાંચો: Congress ના વચનથી ભરમાઈ મહિલાઓની બેન્કખાતું ખોલાવવા પડાપડી

બિહારમાં બે દિવસની Menstrual leave ની જોગવાઈ

કેટલાક રાજ્ય સરકારોમાં Menstrual leave ની નીતિ લાગુ કરવામાં આવી છે. બિહાર સરકારે 1992 માં મહિલા Employee ઓ માટે દર મહિને બે દિવસની Menstrual leave ની જોગવાઈ કરી હતી. જાન્યુઆરી 2023 માં કેરળ સરકારે સરકારી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓની વિદ્યાર્થીનીઓ માટે Menstrual leave ની જાહેરાત કરી હતી. વૈશ્વિક સ્તરે Japan, Spain, Taiwan, Indonesia, North Korea અને ઝામ્બિયા જેવા દેશોમાં Menstrual leave અંગેના કેન્દ્રીય કાયદા છે.

આ પણ વાંચો: ઓડિશાની આ મહિલા કોણ છે જેના PM મોદીએ પગ સ્પર્શ કરી આશીર્વાદ લીધા?

Tags :
Advertisement

.