Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દેવરિયાનો એ લાલ જેણે સૈનિક મિત્રોને બચાવવા માટે પોતાના જીવની આપી કૂરબાની

Martyr Captain Anshuman Singh: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ગઈકાલે President House માં શહીદોને સર્વોચ્ય સૈન્ય પુરસ્કારોથી સન્માનિત કર્યા હતાં. ત્યારે President House માં 4 સૈનિકોને કિર્તિ ચક્ર અને 2 જવાનોને શૌર્ય ચક્ર સોંપવામાં આવ્યા છે. આ યાદીમાં ઉત્તર પ્રદેશના દેવરિયા તાલુકામાં...
દેવરિયાનો એ લાલ જેણે સૈનિક મિત્રોને બચાવવા માટે પોતાના જીવની આપી કૂરબાની

Martyr Captain Anshuman Singh: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ગઈકાલે President House માં શહીદોને સર્વોચ્ય સૈન્ય પુરસ્કારોથી સન્માનિત કર્યા હતાં. ત્યારે President House માં 4 સૈનિકોને કિર્તિ ચક્ર અને 2 જવાનોને શૌર્ય ચક્ર સોંપવામાં આવ્યા છે. આ યાદીમાં ઉત્તર પ્રદેશના દેવરિયા તાલુકામાં રહેનારા શહીદ Captain Anshuman Singh નું નામ પણ સામેલ છે. ત્યારે શહીદ Captain Anshuman Singhને કિર્તિ ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા છે. તો શહીદ Captain Anshuman Singh ની પત્નીએ આ પુરસ્કારનો સ્વીકાર કર્યો હતો.

Advertisement

  • કેપ્ટન બંકરની અંદર સંજોગોવશાત ફસાઈ ગયા

  • પરિવારજનો શહીદના અંતિમ દીદાર પણ કરી શક્યા નહીં

  • શહીદના નામ પદ જિલ્લામાં એક માર્ગ બનાવવામાં આવશે

તોPresident House માં શહીદ પુરસ્કાર માટે યોજાયેલા સમારોહમાં શહીદ Captain Anshuman Singh ની પત્ની સ્મૃતિ સિંહ ઉપસ્થિત રહ્યા હતાં. જ્યારે શહીદ Captain Anshuman Singh ની પત્નીને કિર્તિ ચક્ર સોંપવામાં આવ્યું, ત્યારે તેઓ ભાવૂક થઈ ગયા હતાં. કારણ કે... લગ્ન જીવનના માત્ર 5 મહિના જ થયા હતાં. તો બીજી તરફ 5 મહિનાની અંદર જ ખુશહાલ લગ્ન જીવનનો કરુણ અંત આવ્યો હતો. જોકે શહીદ Captain Anshuman Singh અને સૃષ્ટિના લગ્ન ફેબ્રુઆરી મહિનામાં જ થયા હતાં. તો લગ્નના થોડા દિવસ બાદ Captain Anshuman Singh ફરજ પર પરત ફર્યા હતાં.

Advertisement

કેપ્ટન બંકરની અંદર સંજોગોવશાત ફસાઈ ગયા

ત્યારે Captain Anshuman Singh ની નિયુક્તિ સિયાચિનના ગ્લેશિયરમાં થઈ હતી. તો આ હિમાલયના ક્ષેત્રોમાં તાપમાન હંમેશા માઈનસમાં જ જોવા મળે છે. પરંતુ જુલાઈ 2023 માં સિયાચિનમાં આવેલા ભારતીય બંકરોમાં આગ લાગી હતી. જેના કારણે બંકરોની અંદર જ થોડા સૈનિકો ફસાઈ ગયા હતાં. ત્યારે Captain Anshuman Singh સૈનિકોને બચાવવા માટે બંકરની અંદર ગયા હતાં. અને Captain Anshuman Singh બંકરમાંથી 4 સૈનિકોને બચાવ્યા હતાં. પરંતુ તેઓ બંકરની અંદર સંજોગોવશાત ફસાઈ ગયા હતાં.

પરિવારજનો શહીદના અંતિમ દીદાર પણ કરી શક્યા નહીં

Advertisement

જ્યારે Captain Anshuman Singh બંકરની અંદર ફસાઈ ગયા હતાં, ત્યારે તેઓ આગની ચપેટમાં આવી ગયા હતાં. તેના કારણે તેમના શરીરનો મોટાભાગનો ભાગ બળી ગયો હતો. તો હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતાં. તો બીજી તરફ Captain Anshuman Singh ના મોતની ખબર પરિવાર સાંભળતા પરિવાર સહિત સંપૂર્ણ દેવરિયા ગામમાં શોક પ્રસરી વળ્યો હતો. તો પત્ની સ્મૃતિ સિંહ અને પરિવારજનો Captain Anshuman Singh ના ચહેરાના પણ અંતિમ દીદાર પણ કરી શક્યા ન હતીં. કારણ કે... આગની ચપેટમાં આવવાથી મોઢુ બળી ગયું હતું.

શહીદના નામ પદ જિલ્લામાં એક માર્ગ બનાવવામાં આવશે

તમને જણાવી દઈએ કે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે Captain Anshuman Singh ની શહીદી પર શોક વ્યક્ત કર્યો હતો. સીએમ યોગીએ પરિવારને 50 લાખ રૂપિયા અને સરકારી નોકરીનું વચન આપ્યું હતું. તેણે ગામના એક રસ્તાનું નામ Captain Anshuman Singh ના નામ પર રાખવાનો આદેશ પણ આપ્યો હતો.

આ પણ વાંચો: Jammu Kashmir : કુલગામમાં આતંકવાદીઓ અને ભારતીય સુરક્ષા દળો વચ્ચે Firing

Tags :
Advertisement

.