Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કોંગ્રેસની રાજનીતિક "રમત"? મનુ ભાકરની સોનિયા ગાંધી સાથે મુલાકાત

સોનિયા ગાંધી સાથે Manu Bhaker ની મુલાકાત તેમની મુલાકાતની તસવીર પણ સામે આવી છે 3 મેડલ જીતિને ઈતિહાસ બનાવવાની તક હતી Manu bhaker And Sonia Gandhi: Paris Olympics 2024 માં એકમાત્ર ભારતીય ખેલાડી Manu Bhaker એ બે મેડલ મેળવ્યા...
કોંગ્રેસની રાજનીતિક  રમત   મનુ ભાકરની સોનિયા ગાંધી સાથે મુલાકાત
  • સોનિયા ગાંધી સાથે Manu Bhaker ની મુલાકાત

  • તેમની મુલાકાતની તસવીર પણ સામે આવી છે

  • 3 મેડલ જીતિને ઈતિહાસ બનાવવાની તક હતી

Manu bhaker And Sonia Gandhi: Paris Olympics 2024 માં એકમાત્ર ભારતીય ખેલાડી Manu Bhaker એ બે મેડલ મેળવ્યા છે. ત્યારે આજરોજ Manu Bhaker વતન પરત ફરી હતી. આજે વહેલી સવારે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર Manu Bhaker નું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. Manu Bhaker એ Paris Olympics 2024 માં નિશાનબાજીમાં બે Bronze Medal જીત્યા છે. ત્યારે આજરોજ વતન પરત ફરતાની સાથે સૌ પ્રથમ Manu Bhaker એ સોનિયા ગાંધીની મુલાકાત કરી હતી.

Advertisement

3 મેડલ જીતિને ઈતિહાસ બનાવવાની તક હતી

Manu Bhaker એ મહિલાઓની 10 મીટર એયર પિસ્ટલ સ્પર્ધામાં Bronze Medal જીત્યો હતો. ત્યારે ભારતને Paris Olympics 2024 માં પ્રથમ પુરસ્કાર Manu Bhaker એ અપાવ્યો હતો. ત્યારે Manu Bhaker અને સરબજોત સિંહે મળીને 10 મીટર એયર પિસ્ટલ મિશ્રિત ટીમ સ્પર્ધામાં Bronze Medal મેળવ્યા હતાં. જોકે તેની Manu Bhaker પાસે 3 મેડલ જીતિને ઈતિહાસ બનાવવાની તક હતી. તેણી 25 મીટર પિસ્ટલ સ્પર્ધામાં એક નજીવા અંતરથી સ્પર્ધામાંથી બહાર થઈ ગઈ હતી.

Advertisement

આ પણ વાંચો: Paris Olympic 2024 : વિનેશ ફોગાટને મળશે ફાઈનલમાં રમવાની તક? ઇન્ટરનેશનલ રેસલિંગ ફેડરેશનનો આવી ગયો જવાબ

સોનિયા ગાંધી સાથે Manu Bhaker ની મુલાકાત

તો તેણી 11 ઓગસ્ટના રોજ Olympic Ceromony 2024 માં ભાગ લેવા માટે પરત પેરિસ ફરશે. મનુ ભાકર પેરિસ ઓલિમ્પિક 2024 ના સમાપન સમારોહ દરમિયાન ભારત તરફથી ધ્વજવાહક હશે. 22 વર્ષની મનુએ ઓલિમ્પિક શૂટિંગમાં બે બ્રોન્ઝ મેડલ જીતીને દેશને ગૌરવ અપાવ્યું છે. Manu Bhaker એ કહ્યું કે એરપોર્ટ અને હોટલમાં જે રીતે મારું સ્વાગત થયું તે મને ખૂબ સારું લાગ્યું હતું. હું ખૂબ જ ખુશ છું કે દેશની જનતા મને આ રીતે સપોર્ટ કરી રહી છે.

Advertisement

તેમની મુલાકાતની તસવીર પણ સામે આવી છે

તે ઉપરાંત 7 ઓગસ્ટની સાંજે ઓલિમ્પિક Bronze વિજેતા ભારતીય શૂટર Manu Bhaker એ કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીને દિલ્હીમાં તેમના નિવાસસ્થાને મળ્યા હતાં. સોનિયા ગાંધી સાથે Manu Bhaker ની મુલાકાત થોડો સમય ચાલી હતી. આ પછી તે ત્યાંથી તેણી ચાલી નીકળી હતી. તેમની મુલાકાતની તસવીર પણ સામે આવી છે.

આ પણ વાંચો: Paris Olympic 2024 : અમેરિકન રેસલર જોર્ડન બુરોઝે વિનેશ ફોગાટને ન્યાય અપાવવા માટે કરી મોટી માંગ

Tags :
Advertisement

.