'આ મોટા કૌભાંડની તપાસ કરાવવી જરૂરી' HINDENBURG રિપોર્ટ અંગે મલ્લિકાર્જુન ખડગે આવ્યા મેદાને
- HINDENBURG અહેવાલના સામે આવ્યા પછી ભારતમાં રાજકીય હલચલ તેજ
- પક્ષ અને વિપક્ષ આવ્યા એકબીજાની સામે
- HINDENBURG REPORT અંગે મલ્લિકાર્જુન ખડગેએ કહી આ વાત
HINDENBURG ના નવા અહેવાલના સામે આવ્યા પછી ભારતમાં રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે. રિપોર્ટના સામે આવ્યા બાદ હવે પક્ષ અને વિપક્ષ એક બીજાની સામે સામે આવી ગયા છે. તેમાં પણ હવે કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસે સેબીના વડા માધબી પુરી બુચ અને કેન્દ્ર સરકાર પર ઉગ્ર રીતે નિશાન સાધી રહ્યા છે. હવે સમગ્ર બાબતે કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ મેદાને આવ્યા છે. તેમણે સમગ્ર બાબત અંગે X ઉપર લખ્યું હતું કે - 'મોટા કૌભાંડ'ની તપાસ કરવા માટે સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી)ની રચના કરવાની જરૂર છે. ખડગેએ આક્ષેપ કર્યો હતો કે જ્યાં સુધી જેપીસી આ મુદ્દાની તપાસ નહીં કરે ત્યાં સુધી એવી ચિંતા રહેશે કે "વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતની બંધારણીય સંસ્થાઓ સાથે સમાધાન કરીને તેમના સહયોગીનું રક્ષણ કરવાનું ચાલુ રાખશે જે છેલ્લા સાત દાયકાથી સખત મહેનતથી બનાવવામાં આવી છે."
HINDENBURG REPORT અંગે મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે...
SEBI ने माननीय सुप्रीम कोर्ट के समक्ष मोदी जी के परम मित्र अडानी को हिंडनबर्ग के जनवरी 2023 के ख़ुलासों में Clean Chit दी थी।
आज उसी SEBI के मुखिया के तथाकथित वित्तीय रिश्ते उजागर हुए हैं।
मध्यम वर्ग से संबंधित छोटे और मध्यम निवेशकों, जो अपनी मेहनत की कमाई शेयर बाजार में…
— Mallikarjun Kharge (@kharge) August 11, 2024
તેમણે વધુમાં ટ્વીટ (X) કરતાં જણાવ્યું હતું કે - "જાન્યુઆરી 2023ના હિંડનબર્ગ રિપોર્ટના ખુલાસો પછી, સેબીએ સુપ્રીમ કોર્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સહયોગી અદાણીને ક્લીનચીટ આપી હતી. જો કે, સેબીના વડાને સંડોવતા ટ્રાન્ઝેક્શનને લઈને નવા આરોપો સામે આવ્યા છે.' તેમણે કહ્યું કે મધ્યમ વર્ગના નાના અને મધ્યમ રોકાણકારોને સુરક્ષિત રાખવાની જરૂર છે કારણ કે તેઓ તેમની મહેનતના પૈસા શેરબજારમાં રોકાણ કરે છે અને તેમને સેબીમાં વિશ્વાસ છે. ખડગેએ કહ્યું કે સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી) દ્વારા આ 'મોટા કૌભાંડ'ની તપાસ કરાવવી જરૂરી છે. ત્યાં સુધી, કોંગ્રેસ વડાએ કહ્યું, ચિંતા એ રહેશે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા સાત દાયકામાં સખત મહેનતથી બનેલી ભારતની બંધારણીય સંસ્થાઓ સાથે સમાધાન કરીને તેમના સાથીનું રક્ષણ કરવાનું ચાલુ રાખશે.
બૂચ દંપતીનું પણ નિવેદન આવ્યું હતું સામે
SEBI Chairperson Madhabi Buch, husband deny Hindenburg allegations, label it as "character assassination"
Read @ANI Story | https://t.co/v4pSYk6Ks1#SEBIChairperson #MadhabiBuch #Adani #HindenburgResearch pic.twitter.com/Xn7ZRUIkL0
— ANI Digital (@ani_digital) August 11, 2024
ઉલ્લેખનીય છે કે HINDENBURG ની રિપોર્ટના બધા જ આરોપો અંગે બૂચ દંપતીએ તેમના નિવેદનમાં કહ્યું હતું કે - “હિન્ડરબર્ગના 10 ઓગસ્ટ, 2024 ના અહેવાલના સંદર્ભમાં, અમે જણાવવા માંગીએ છીએ કે અમે અહેવાલમાં અમારી સામે કરવામાં આવેલા તમામ પાયાવિહોણા આરોપો અને પ્રહારોને સખત રીતે રદિયો આપીએ છીએ. તેમણે કહ્યું કે, આ આરોપોમાં કોઈ સત્ય નથી. અમારું જીવન અને આર્થિક વ્યવહાર એક ખુલ્લી કિતાબ સમાન છે. તમામ જરૂરી નાણાકીય રેકોર્ડ્સ SEBI ને વર્ષોથી પૂરા પાડવામાં આવ્યા છે. બૂચે વધુમાં જણાવ્યું હતું કે, તેઓ ખાનગી નાગરિક હતા તે સમયગાળાના દસ્તાવેજો સહિત કોઈપણ સત્તામંડળને તેમના કોઈપણ નાણાકીય દસ્તાવેજો રજૂ કરવામાં કોઈ વાંધો નથી.
શું હતા HINDENBURG REPORT ના આક્ષેપો :
અદાણી કેસમાં વપરાયેલ ઓફ શોર ફંડમાં હિસ્સેદારીનો આરોપ.
અદાણી સાથે સંકળાયેલી કંપનીએ બર્મુડા રજિસ્ટર્ડ, ગ્લોબલ ડાયનેમિક ઓપોર્ચ્યુનિટીઝ ફંડમાં રોકાણ કર્યું.
પછી ગ્લોબલ ડાયનેમિક ઓપોર્ચ્યુનિટીઝ ફંડે મોરેશિયસના IPE પ્લસ 1 માં રોકાણ કર્યું.
આઈપીઈ પ્લસ 1નું રોકાણ માધબી પુરી બૂચ અને પતિ ધવલ બૂચ દ્વારા કરવામાં આવ્યું હતું.
વ્હીસલબ્લોઅર દ્વારા એકત્રિત કરાયેલા દસ્તાવેજોના આધારે આરોપો.
બરમુડા અને મોરેશિયસમાંથી ફંડ આવ્યું હતું, જેનો ઉપયોગ અદાણી કેસમાં થયો હતો.
બૂચ દંપતીએ IPE Plus 1 ફંડમાં રોકાણ કરવા માટે જૂન 2015 માં IIFL મારફતે સિંગાપોરમાં ખાતું ખોલાવ્યું હતું.
કથિત મિલીભગતને કારણે, અદાણી ગ્રૂપના ઓફશોર ફંડ્સ સામે SEBI ની કાર્યવાહી કરવામાં આવી ન હતી.
તેના પતિ કે જેઓ કન્સલ્ટિંગ ફર્મ અગોરા એડવાઇઝરી પ્રાઇવેટ લિમિટેડમાં ડિરેક્ટર છે તેમની આવક પરના પ્રશ્નો.
2022 માં કન્સલ્ટિંગ ફર્મ અગોરાની આવક $2.61 લાખ હતી.
માધબી પુરી બૂચ અગોરા એડવાઇઝરી પ્રાઇવેટ લિમિટેડમાં 99% હિસ્સો ધરાવે છે, 1% અન્ય લોકો પાસે છે.
પતિ બ્લેકસ્ટોનમાં સલાહકાર હતા, તેણીને લાભ આપવા માટે REIT ની નીતિને પ્રોત્સાહન આપ્યું.
આ પણ વાંચો : BIHAR : 'બિહારની બ્રિજ મિસ્ટ્રી' અજ્ઞાત વ્યક્તિ બનાવી ગયો 693 પુલ!