Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Maharashtra Assembly Election 2024 : અજિત પવારની NCPએ જાહેર કરી 38 ઉમેદવારોની યાદી, જાણો કોણ કઈ બેઠક પરથી લડશે

NCP એ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી પ્રથમ યાદીમાં 38 નામો જાહેર કર્યા અજિત પવાર લડશે બારામતીથી ચૂંટણી Maharashtra Assembly Election 2024 : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈને વધી રહેલી રાજકીય ગતિવિધિઓ વચ્ચે, નાયબ મુખ્મયમંત્રી અજિત પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી...
maharashtra assembly election 2024   અજિત પવારની ncpએ જાહેર કરી 38 ઉમેદવારોની યાદી  જાણો કોણ કઈ બેઠક પરથી લડશે
  • NCP એ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી
  • પ્રથમ યાદીમાં 38 નામો જાહેર કર્યા
  • અજિત પવાર લડશે બારામતીથી ચૂંટણી

Maharashtra Assembly Election 2024 : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈને વધી રહેલી રાજકીય ગતિવિધિઓ વચ્ચે, નાયબ મુખ્મયમંત્રી અજિત પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) એ 38 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે.

Advertisement

NCP એ ઉમેદવારોના નામની જાહેરાત

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામોની જાહેરાત ચાલી રહી છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP), જે શાસક ગઠબંધનનો ભાગ છે, તેણે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. પાર્ટીના સુપ્રીમો અને મહારાષ્ટ્ર સરકારમાં નાયબ મુખ્યમંત્રી અજિત પવાર બારામતીથી ચૂંટણી લડશે. જણાવી દઈએ કે ભાજપ, NCP અને શિવસેના વચ્ચે સીટની વહેંચણી હજુ નક્કી થઈ નથી. જોકે, ત્રણેય પક્ષો પરસ્પર સમજણથી ઉમેદવારોની જાહેરાત કરી રહ્યા છે. જણાવી દઇએ કે, NCPની પ્રથમ યાદીમાં 38 ઉમેદવારોનો સમાવેશ થાય છે. ધનંજય મુંડેને પરલીથી, દિલીપ વલસે પાટીલને અંબેગાંવથી, આશુતોષ કાલેને કોપરગાંવથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

Advertisement

ગઈ કાલે NCPમાં જોડાયા અને આજે મળી ટિકિટ

રાજકુમાર બડોલે ગઈ કાલે NCPમાં જોડાયા હતા. તેમની ઉમેદવારી આજે જાહેર કરવામાં આવી હતી. રાજેશ વિટ્ટેકરની માતા નિર્મલા વિટ્ટેકરને પણ ટિકિટ મળી છે. પ્રકાશ સોલંકેએ તેમના પુત્ર માટે ટિકિટની માંગણી કરી હતી, પરંતુ NCP એ તેમને ઉમેદવાર બનાવ્યા છે. હિરામન ખોસ્કર અને સુલભા ખોડકે કોંગ્રેસમાંથી NCPમાં જોડાયા અને પાર્ટીએ તેમની ઉમેદવારી જાહેર કરી છે. અજિત પવારની પાર્ટીએ કલવા મુંબ્રા બેઠક પરથી જિતેન્દ્ર અવદ સામે મુસ્લિમ ચહેરા તરીકે નાઝીમ મુલ્લાને ઉમેદવાર બનાવ્યા છે.

આ પણ વાંચો:  Maharashtra Assembly Election 2024 : એકનાથ શિંદેએ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી

Advertisement

Tags :
Advertisement

.