Madhavin Kamath : આંતરરાષ્ટ્રીય ટેનિસ પ્લેયરની થઈ ધરપકડ, જાણો શું છે મામલો ?
અમદાવાદના (Ahmedabad) સાઇબર ક્રાઇમ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય ટેનિસ પ્લેયર માધવીન કામથની મુંબઈ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે. ટેનિસ પ્લેયર સામે એક યુવતીને દેહવ્યાપાર માટે સંપર્ક કરવા નંબર સહિતની માહિતી સાથેના પોસ્ટર લગાવવાનો ગંભીર આરોપ છે. આ મામલે સાઇબર ક્રાઇમે (Cyber crime) આગળની કાર્યવાહી હાથ ધરી છે.
યુવતીના દેહવ્યાપાર સંબંધિત પોસ્ટર લગાવ્યા હોવાનો આરોપ
જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા આંતરરાષ્ટ્રીય ટેનિસ ખેલાડી માધવીન કામથ (Madhavin Kamath) સામે ગુનો નોંધાયો હતો. ખેલાડી પર આરોપ છે કે તેણે માણેકબાગ (Manekbaug) અને જોધપુર (Jodhpur) સહિત અલગ-અલગ વિસ્તારમાં પીડિત યુવતીના પોસ્ટર લગાવ્યા હતા, જેમાં દેહવ્યાપાર માટે સંપર્ક કરવા નંબર સહિતની માહિતી હતી. આ યુવતી સાથે ફોન પર બોલાચાલી થતા બદલો લેવા માટે ટેનિસ ખેલાડીએ આ કૃત્ય કર્યું હોવાનો આક્ષેપ કરાયો હતો. યુવતીની ફરિયાદ બાદ સાઇબર ક્રાઇમે CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી.
ફાંસમાં મેચ રમી મુંબઈ પરત આવતા ઝડપાયો
ત્યારે આરોપી માધવીન કામથ (Madhavin Kamath) ફ્રાન્સમાં (France) હોવાથી પોલીસે loc કાઢી હતી. ફ્રાંસમાં ટેનિસ મેચ રમીને મુંબઇ (Mumbai) પરત ફરતા એરપોર્ટ પર ઈમિગ્રેશન વિભાગે માધવીનને પકડી લીધો હતો. આ મામલે સાઇબર ક્રાઇમે આગળની કાર્યવાહી હાથ ધરી છે. જો કે, આરોપીના નામ સહિતની વિગતો હોવા છતાં સાઇબર ક્રાઇમ દ્વારા તેને ઝડપી પાડવામાં વિલંબ થતા અનેક સવાલ ઊભા થયા છે.
આ પણ વાંચો - TRP Game Zone Tragedy : હત્યાકાંડના મુખ્ય આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા, સરકારી વકીલે કરી આ દલીલ!
આ પણ વાંચો - Ahmedabad : વસ્ત્રાલમાં યોજાયેલ સમૂહલગ્નનાં 113 યુગલ સાથે લાખોની છેતરપિંડી
આ પણ વાંચો - Gujarat Government : બદલી કરી કથિત આરોપી IAS IPS અધિકારીઓને બચાવી લીધાં ?