લગ્નની લાલચે યુવતીને ભગાડી ગયો, ચાલુ બસે આચર્યુ દુષ્કર્મ
અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ
ગોંડલની 19 વર્ષની યુવતિ પર ચાલુ બસે તેના પ્રેમીએ દુષ્કર્મ ગુર્જાયુ હોવાની ફરિયાદ ગોંડલ સીટી પોલીસ મથકે દાખલ થઇ છે. પોલીસે આરોપીને દબોચી આગળની તપાસ તજવીજ ચાલુ કરી છે. આ અંગે મળતી વિગત મુજબ ગોંડલના વોરાકોટડા રોડ પર પંચપીરધાર વિસ્તારમાં રહેતી એક 19 વર્ષની યુવતિનો સંપર્ક ગુંદાળા રહેતા આરોપી સાગર રમેશ કુકડીયા સાથે થઇ હતી. દરમ્યાન યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાના વાયદા કર્યા હતા.
થોડા દિવસો પહેલા સાગર યુવતીને લલચાવી-ફોસલાવી તેના રહેણાંક વિસ્તારમાંથી યુવતીને લઇ જઇને બસમાં ગોંડલથી રાજકોટ પહોંચ્યો હતો અને બંને રાજકોટથી બસમાં સુરત જવા નીકળ્યા હતા. દરમ્યાન રસ્તામાં આરોપીએ ચાલુ બસે યુવતી પર દુષ્કર્મ આચર્યુ હતું. સુરત રોકાયા બાદ બંને પરત બસમાં ગોંડલ આવવા નીકળ્યા હતા.
19 વર્ષીય યુવતીએ લગ્નની વાત કરી હતી જેથી આરોપીએ લગ્ન કરવાનો વાયદો કર્યો હતો. સુરતથી આવ્યા બંને આરોપીના ઘરે ગુંદાળા રહ્યા હતા. જયાં યુવકે પોતાનો ઇરાદો બદલી નાંખતા લગ્ન કરવાની ના પાડતા યુવતી સાથે બાબતે બોલચાલી કરી, જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી, ત્યજી દેતા 19 વર્ષીય યુવતી જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં દાખલ થઇ હતી. અત્રેથી સમગ્ર બનાવ પ્રકાશમાં આવતા યુવતીની ફરિયાદ પરથી ગોંડલ સીટી પોલીસે તપાસ હાથ ધરી છે. એસસી/એસટી સેલ ડીવાયએસપી રત્નુએ આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે.