Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad ની Lotus School એ વિદ્યાર્થીઓને 2 જોડી શૂઝ ખરીદવા કર્યું ફરમાન

અમદાવાદની જોધપુર સ્થિતિ લોટસ શાળા (Lotus School) ની દાદાગીરી સામે આવી છે. મળતી માહિતી અનુસાર, લોટસ શાળાએ વિદ્યાર્થીઓ (Students) ને 2 જોડી શૂઝ (Shoes) ખરીદવાનું ફરમાન જાહેર કર્યું છે. જે શૂઝની કિંમત 1800 રૂપિયા છે. સૌથી નવાઈની વાત એ છે...
ahmedabad ની lotus school એ વિદ્યાર્થીઓને 2 જોડી શૂઝ ખરીદવા કર્યું ફરમાન

અમદાવાદની જોધપુર સ્થિતિ લોટસ શાળા (Lotus School) ની દાદાગીરી સામે આવી છે. મળતી માહિતી અનુસાર, લોટસ શાળાએ વિદ્યાર્થીઓ (Students) ને 2 જોડી શૂઝ (Shoes) ખરીદવાનું ફરમાન જાહેર કર્યું છે. જે શૂઝની કિંમત 1800 રૂપિયા છે. સૌથી નવાઈની વાત એ છે કે, શાળાએ અલગ-અલગ દિવસે અલગ-અલગ શૂઝ પહેરવાનો આદેશ આપ્યો છે. આ અંગે જ્યારે ગુજરાત ફર્સ્ટની ટીમે શાળા સંચાલકો સાથે વાત કરી તો તેમના તરફથી ગેરવર્તણૂંક કરવામાં આવી હતી.

Advertisement

વિદ્યાર્થીઓને શાળામાંથી 2 જોડી શૂઝ ખરીદવાનું ફરમાન

શાળામાં વિદ્યાર્થીઓ પોતાના ઉજળા ભવિષ્યનો પાયો નાખતા ઘણું શીખતા જાય છે. ત્યારે વાલીઓ પણ પોતાના બાળકના ઉજળા ભવિષ્ય માટે શાળા તરફથી કહેવામાં આવતો તમામ આજ્ઞાનું પાલન કરતા હોય છે. પરંતુ જો શાળા જ એક વેપારીની જેમ વિદ્યાર્થીઓના વાલીઓને લૂંટવા લાગે તો? આવું જ કઇંક અમદાવાદની જોધપુરમાં આવેલી લોટસ શાળામાં જોવા મળ્યુ છે. જ્યા શાળાનું એક ફરમાન સામે આવ્યું છે. મળતી માહિતી અનુસાર, શાળ સંચાલકોએ વિદ્યાર્થીઓને શાળામાંથી 2 જોડી શૂઝ ખરીદવાનું ફરમાન જાહેર કર્યું છે. વાલીઓને જબરદસ્તી બે જોડી શૂઝ લેવાનું પ્રેસર કરવામાં આવ્યું છે. સોમવારથી શુક્રવારના એક અલગ બૂટ અને શનિવાર માટે એક અલગ બૂટ પહેરવાનું વિદ્યાર્થીઓને કહેવામાં આવ્યું છે. આ બૂટની કિંમત 1800 રૂપિયા હોવાનું સામે આવ્યું છે.

Advertisement

વાલીઓની વ્યથા, શાળાને મજા

જ્યારે આ અંગે ગુજરાત ફર્સ્ટની ટીમ વાલીઓ સાથે વાત કરી તો તેમની વેદના શું છે તે જાણવા મળ્યું હતું. એક વાલીએ ગુજરાત ફર્સ્ટની ટીમને કહ્યું કે, આ શાળામાં યુનિફોર્મનો ખર્ચો બહુ જ છે. જેમા 700 રૂપિયાનું પેન્ટ છે અને ટી-શર્ટ 590 રૂપિયાની છે. અન્ય એક વાલીએ કહ્યું કે, શાળા કહે છે અમે તમને જ્યાથી કહીએ ત્યાથી જ તમારે શૂઝ ખરીદવાના છે. વળી વિદ્યાર્થીઓના યુનિફોર્મ માટે કોઇ પીન્ટુ નામની શોપમાંથી ખરૂદી કરવા કહેવામાં આવી રહ્યું છે જ્યા કિંમત વધારે છે. અન્ય એક વાલીનું કહેવું છે કે, અમને ખૂબ જ તકલીફ છે, એક સાથે જ બધુ લોડ આપવામા આવી રહ્યો છે. બુક્સ, યુનિફોર્મ, શૂઝ અહીંથી ખરીદવાના ત્યારે સામાન્ય નાગરિક શું કરે?

Advertisement

વાલીએ વધુમાં કહ્યું કે, પહેલા બ્લેક શૂઝ ચાલશે અને હવે કહે છે કે શાળામાંથી જ લેવા પડશે. આ શૂઝ અમદાવાદમાં ક્યાય પણ નથી મળતા. હવે અમે શું કરીએ. અન્ય એક વાલીએ કહ્યું કે, જે શૂઝ અહીં આપવામા આવે છે તે બહાર 500 રૂપિયાને મળે છે જે અહીં 1600 રૂપિયાના છે. અહીંથી કહેવામાં આવ્યું છે કે, તમારે ફરજીયાત લેવા જ પડશે. આ સિવાય સ્કૂલ ડ્રેસ પણ અહીંથી જ લેવાની ફરજ પાડી છે. અમારી પાસે આ જબરદસ્તી કરવામા આવી રહી છે. અન્ય એક વાલીએ કહ્યું કે, જે શૂઝ અહીંથી નહી લે તો શાળામાં પ્રવેશ નહીં આપવા કહેવામાં આવ્યું છે.

આ વિવાદ અંગે આચાર્યએ જાણો શું કહ્યું? 

આ અંગે જ્યારે ગુજરાત ફર્સ્ટની ટીમે શાળાના આચાર્યને પુછ્યું તો તેમણે કહ્યું કે, અમે કોઇ સેલિંગ નથી કરી રહ્યા અમે સગવડતા આપી રહ્યા છીએ. સવાલોના જવાબ આપવાની જગ્યાએ આચાર્યએ માઈક હટાવવા કહ્યું અને પોતાનો બચાવ કર્યો હતો. 1700 રૂપિયા તમે લઇ રહ્યા છો ના સતત સવાલો થતા તેમણે કહ્યું કે, મે નથી લીધા, મે વેચાણ નથી કર્યું, હુ તેમા સામેલ નથી. ત્યારબાદ તેમણે પત્રકારોના સવાલોનો જવાબ આપવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી.

આ પણ વાંચો - Gujarat Monsoon Update: ચોમાસામાં આબુ ફરવા જવાનો પ્લાન બનાવતા પહેલા આ દ્રશ્યો જોઈ લેજો

આ પણ વાંચો - મરીન નેશનલ પાર્કમાં મેન્ગ્રુવ જંગલના નિર્માણ માટે Reliance Industries દ્વારા રાજ્ય સરકાર સાથે કરાયા હસ્તાક્ષર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.