Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Maharashtra : કોલ્હાપુરમાં ઓરંગઝેબના સ્ટેટ્સ પર હોબાળો, જાણો શું છે સમગ્ર મામલો

મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં મુગલ બાદશાહ અને ઔરંગઝેબહના વખાણ કરતુ વ્હોટ્સ એપ સ્ટેટસ વાયરલ થયા બાદ હિંદુ સંગઠનોએ વિશાળ પ્રદર્શન કર્યું છે. હિંદૂ સંગઠનોના કાર્યકર્તાઓ આજે સવારે 10 વાગ્યે છત્રપતિ શિવાજી મહારાજ ચોક પર એકઠાં થયાં હતા જેમની માંગ હતી કે આવું...
maharashtra   કોલ્હાપુરમાં ઓરંગઝેબના સ્ટેટ્સ પર હોબાળો  જાણો શું છે સમગ્ર મામલો

મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં મુગલ બાદશાહ અને ઔરંગઝેબહના વખાણ કરતુ વ્હોટ્સ એપ સ્ટેટસ વાયરલ થયા બાદ હિંદુ સંગઠનોએ વિશાળ પ્રદર્શન કર્યું છે. હિંદૂ સંગઠનોના કાર્યકર્તાઓ આજે સવારે 10 વાગ્યે છત્રપતિ શિવાજી મહારાજ ચોક પર એકઠાં થયાં હતા જેમની માંગ હતી કે આવું કરનારા આરોપીઓ વિરૂદ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં આવે.

Advertisement

આ માંગને લઈને હિંદૂ સંગઠનો આજે કોલ્હાપુર બંધની જાહેરાત કરી હતી. હિંદૂ કાર્યકર્તા એકઠાં થઈને નારેબાજી કરી રહ્યાં હતા. તેમાં કેટલાક કાર્યકર્તાઓએ પથ્થરબાજી અને દુકાનોમાં તોડફોડ પણ કરી. જે બાદ પોલીસે સ્થિતિ પર કાબુ મેળવવા માટે ઉપદ્વીઓ પર લાઠીચાર્જ કર્યો અને ટીયર ગેસના સેલ છોડી પ્રદર્શનકારીઓને ત્યાંથી હટાવી દીધા. ઘટના સ્થળે મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યા છે. વિસ્તારમાં કાયદો વ્યવસ્થા અને શાંતિ જળવાય તે માટે પોલીસ દ્વારા સતત વૉચ રાખવામાં આવી રહી છે.

શું છે સમગ્ર મામલો?

Advertisement

ત્રણ યુવકોએ ઔરંગઝેબના વખાણ કરતી અને બે સમુદાયો વચ્ચે વિવાદ કરતું સ્ટેટ્સ મુક્યું હતું જે વાયરલ થયું તેના વિરૂદ્ધ હિંદૂ સંગઠનોએ કોલ્હાપુર બંધનું આહ્વાન કર્યું હતું. આ આહ્વાન પર હજારો હિંદૂ કાર્યકર્તા છત્રપતિ શિવાજી મહારાજ ચોક પર એકઠાં થઈ ગયા હતા. આ દરમિયાન કેટલાક કાર્યકર્તાઓએ પથ્થરમારો અને દુકાનોમાં તોડફોડ કરી જે બાદ પોલીસે લાઠીચાર્જ કર્યો. વ્હોટ્સએપ સ્ટેટસ મુકનારા ત્રણેય સગીરો વિરૂદ્ધ ફરિયાદ પણ નોંધવામાં આવી હતી પણ હિંદૂ સંગઠનોની માંગ છે કે તેમના વિરૂદ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં આવે અને તેને લઈને જ હોબાળો મચ્યો છે.

શાંતિ જાળવી રાખવા મુખ્યમંત્રીની અપીલ

Advertisement

આ મામલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે, રાજ્યમાં શાંતિ જાળવી રાખવાની જવાબદારી સરકારની છે. ગૃહ વિભાગ અને ગૃહમંત્રી અધિકારીઓ સાથે સતત સંપર્કમાં પણ છે. હું પણ અધિકારીઓ સાથે સંપર્કમાં છું અને ઘટનામાં નજર રાખેલી છે દરેકે સહયોગની જરૂર છે. કોઈ પણ વ્યક્તિ કાયદો હાથમાં ના લે જે લોકો કાયદો હાથમાં લેશે તેમના વિરૂદ્ધ કાર્યવાહી થશે. રાજ્યમાં શાંતિ જળવાય રહે તેના માટે દરેકના સહયોગની જરૂર છે.

નાયબ મુખ્યમંત્રીએ કાર્યવાહીના આદેશ આપ્યા

આ મામલે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે કહ્યું કે, ઔરંગઝેની પ્રશંસા કરનારાઓને રાજ્યમાં માફી નહી મળે, પોલીસ કાર્યવાહી કરી રહી છે. સાથે જ આપણી સામાજીક જવાબદારી છે કે લોકો શાંતિ જાળવી રાખે કોઈ પણ અનિચ્છનિય ઘટના નહી થાય.

આ પણ વાંચો : અડદ, તુવેર સહિતના ખરીફ પાકોના MSPમાં વધારાને મોદી કેબિનેટની મંજૂરી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.