Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

માણસ જીવન દરમિયાન આટલા કિલો ખોરાકનું સેવન કરે છે? જાણો...

Knowledge News : આશરે 67 મિનિય ખોરાક પાછળ વેડફતા હોય છે
માણસ જીવન દરમિયાન આટલા કિલો ખોરાકનું સેવન કરે છે  જાણો
  • આશરે 2.5 વર્ષ ખોરાક બનાવવામાં વિતાવે છે
  • આશરે 67 મિનિય ખોરાક પાછળ વેડફતા હોય છે
  • આગળ રાખેલી વસ્તુઓની ખરીદી કરવી જોઈએ

Knowledge News : પૃથ્વી ઉપર આવેલા કોઈપણ સજીવના જીવનમાં જીવન ટકાવી રાખવા માટે ખોરાક ખુબ જ આવશ્યક છે. તે ઉપરાંત ખોરાક મેળવવા માટે પૃથ્વીનો દરેક સજીવ જીવનના અંત સુધી પ્રયાસો કરે છે. જેથી કરીને તે જીવન ટકાવી રાખે અને ખાસ કરીને સારો અને પૌષ્ટિક આહાર મેળવવા માટે સતત પ્રયાસો કરે છે. કારણ કે... પૌષ્ટિક આહાર ખાવાથી તંદુરસ્ત સ્વાસ્થ્ય રહે છે અને તેના કારણે લાંબુ જીવન જીવવા મળે છે. ત્યારે પૃથ્વી ઉપર સૌથી વધુ ખોરાક માટે માનવીયો તનતોડ મહેનત કરતા હોય છે.

Advertisement

આશરે 2.5 વર્ષ ખોરાક બનાવવામાં વિતાવે છે

માનવીયો માટે ખોરાક એ ખુબ જ મહત્વપૂર્ણ ભાગ છે. માનવીયો ખોરાકમાં પણ વિવિધ પ્રકારનું સેવન કરવાનો આગ્રહ રાખતા હોય છે. ત્યારે આ આધુનિક યુગમાં વિવિધ હોટેલ અને રેસ્ટોરેન્ટમાં વિવિધ પ્રકારના શાકાહારી અને માંસાહારી ખોરાક સરળતાથી મળી રહે છે. તો માનવીયો સામાન્ય રીતે એક દિવસમાં 3 વાર ખાવાની ટેવ ધરાવે છે. તેમ છતાં માનવીયો સંપૂર્ણ દિવસ દરમિયાન અનેકવાર અન્ય પ્રકારનો ખોરાકનો ગ્રહણ કરતા હોય છે. ત્યારે માનવીયો પોતાના સંપૂર્ણ જીવન કાળ દરમિયાન આશરે કેટલા પ્રમાણમાં ખોરાકનું સેવન કરતા હોય છે. તેનો એક એહવાલ રજૂ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Sanatana : કુછ બાત હૈ કિ હસ્તી મિટતી નહીં હમારી !

Advertisement

આશરે 67 મિનિય ખોરાક પાછળ વેડફતા હોય છે

વિસ્કોન્સિન સ્ટેટ જર્નલ અનુસાર, માનવીયો જીવનના લગભગ દરરોજ આશરે 67 મિનિય ખોરાક પાછળ વેડફતા હોય છે. ત્યારે માનવીયો સંપૂર્ણ જીવનમાં આશરે 2.5 વર્ષ ખોરાક બનાવવામાં અને 3.6 વર્ષ ખોરાકનું સેવન કરવા પાછળ વિતાવીએ છે. ત્યારે એક વ્યક્તિ તેના જીવનમાં લગભગ 35 ટન ખોરાક ખાય છે. મોટાભાગના લોકો કહેશે કે તેઓ હેલ્ધી ફૂડ ખાવાની કોશિશ કરે છે. પરંતુ તેઓ ફાસ્ટ ફૂડ, મીઠાઈઓ અને સોડા જેવી નવી-નવી વસ્તુઓનું સેવન દિવસમાં અનેકવાર કરતા હોય છે. જોકે આ બધી ખોરાકની વસ્તુઓને છોડી દેવાનો પ્રયાસ કરતા હોય છે, પરંતુ તેઓ સફળ થતા નથી.

આગળ રાખેલી વસ્તુઓની ખરીદી કરવી જોઈએ

બીજી તરફ વધુ એક સૂચન આ અહેવાલમાં કરવામાં આવ્યું છે. જ્યારે કોઈપણ વ્યક્તિ બજાર કે પછી કોઈપણ સ્ટોરમાં ફળ, શાકભાજી, ડેરીના ઉત્પાદનો, માંસ અને બેકરીની વસ્તુઓ ખરીદવા માટે જતા હોય છે. ત્યારે તેમણે બજારમાં અથવા દુકાનમાં આગળ રાખેલી વસ્તુઓની ખરીદી કરવી જોઈએ. કારણ કે... આ વસ્તુઓ તાજી હશે. ત્યારે આ નાના પગલાથી માનવીયો પોતાના જીવનમાં પરિવર્તન લાવી શકીએ છીએ.

Advertisement

આ પણ વાંચો: Diwali પર આ રીતે રાખો તમારી ત્વચાની સંભાળ, ફટાકડાના ધુમાડાની નહીં થાય અસર

Tags :
Advertisement

.