Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બિહારમાં Bad Performance નહીં, Bed Performance માટે શિક્ષકના વેતનમાં કાપ મૂક્યો

Jamui Education Department: ફરી એકવાર દેશમાં બિહાર શિક્ષણ બોર્ડ (Bihar Education Board) ચર્ચાનો વિષય બન્યો છે. કેન્દ્રીય શિક્ષા વિભાગ (Central Education Department) દ્વારા અનેક વખતે બિહાર શિક્ષણ વિભાગ (Bihar Education Department) ને શૈક્ષણિક વ્યવસ્થામાં સુધારો કરવાની સૂચનાઓ આપવામાં આવી છે....
બિહારમાં bad performance નહીં  bed performance માટે શિક્ષકના વેતનમાં કાપ મૂક્યો

Jamui Education Department: ફરી એકવાર દેશમાં બિહાર શિક્ષણ બોર્ડ (Bihar Education Board) ચર્ચાનો વિષય બન્યો છે. કેન્દ્રીય શિક્ષા વિભાગ (Central Education Department) દ્વારા અનેક વખતે બિહાર શિક્ષણ વિભાગ (Bihar Education Department) ને શૈક્ષણિક વ્યવસ્થામાં સુધારો કરવાની સૂચનાઓ આપવામાં આવી છે. તેમ છતાં બિહારના જમુઈ શિક્ષણ વિભાગમાં કોઈ સુધારો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં તેનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે.

Advertisement

  • બિહાર શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી આવી સામે

  • આ પરિપત્રમાં 16 શિક્ષકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી

  • DEO એ મામલાને નજરઅંદાજ કર્યો

હાલમાં, સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. તે ફોટોમાં Bihar માં આવેલા જમુઈ (Jamui) શિક્ષણ વિભાગનો એક શૈક્ષણિક પત્ર જોવા મળી રહ્યો છે. આ પત્રમાં દરેક શિક્ષણને વર્ગખંડની અંદર તેમના પ્રદર્શનને લઈ માર્કસ આપવામાં આવ્યા હતા. ત્યારે આ પરિપત્ર પર Bad Performance ની જગ્યાએ Bed Performance લખવામાં આવ્યું હતું. જોકે આ સાથે ફરી એકવાર Bihar Education Department ની બેદરકારી સામે આવી છે.

આ પણ વાંચો: Pune Porsche Accident Case માં નવો વળાંક, આરોપી છોકરાની માતાએ પણ કર્યું છે ‘કૌભાંડ…’

Advertisement

આ પરિપત્રમાં 16 શિક્ષકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી

જોકે હાલ Bihar Education Department ના અધિકારીઓ દરેક જિલ્લાના શિક્ષણ વિભાગમાં તપાસ શરૂ કરી છે. દરેક જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરવાનું કહેવામાં આવ્યું છે. તેના અંતર્ગત Jamui Education Department દ્વારા 22 મેના રોજ એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. આ પરિપત્રમાં 16 શિક્ષકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.

Advertisement

આ પણ વાંચો: Menstrual leave Law: ભારતમાં પ્રથમ વખત કોઈ હાઈકોર્ટે મંજૂર કરી Menstrual leave

DEO એ મામલાને નજરઅંદાજ કર્યો

આ પત્રમાં લખવામાં આવ્યું હતું કે, 22 મેના રોજ જિલ્લા તપાસ અંતર્ગત શાળામાં હાજર ના રહેવા માટે Bed Performance ના આધારે શિક્ષકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે આ પત્રમાં Bad ની જગ્યાએ Bed શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જોકે પત્રમાં આ શબ્દનું 14 વાર ઉલ્લેખ કરવામાં આવ્યું છે. આ પત્રના વાયરલ થયા બાદ જ્યારે DEO ને તેના પર સવાલ કરવામાં આવ્યા ત્યારે આ મામલાને નજરઅંદાજ કર્યો હતો.

આ પણ વાંચો: Jammu and Kashmir : પુંછ હાઈવે પર મોટો અકસ્માત, મુસાફરોથી ભરેલી બસ ખાડામાં પડી, 15 ના મોત…

Tags :
Advertisement

.