Jamnagar: લાલપુર હાઈવે પર જોખમી સવારીનો વીડિયો વાયરલ, ગાડીની છત પર બેસાડ્યા પેસેન્જર
Jamnagar: રાજ્યમાં અત્યારે અનેક પ્રકારની દુર્ઘટનાઓ બની રહીં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટમાં હમણાં થોડા સમય પહેલા જ અગ્રિકાંડ જેવી દુર્ઘટના બની કે, જેમાં અનેક લોકો જીવતા હોમાયા હતા. અત્યારે એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં એક ઇકો ગાડીવાળાએ લોકોના જીવની કોઈ જ પરવાહ કર્યા વગર જોખમી સવારી કરાવી છે. મળતી જાણકારી પ્રમાણે જામનગર (Jamnagar) નજીક હાઈવે પર જોખમી ભરી સવારીનો વીડિયો વાયરલ થયો છે. હવે કોઈ અકસ્માત થાય તો તેના માટે જવાબદાર કોણ રહેશે?
ઇકો કારમાં ક્ષમતા કરતા અનેક ઘણા પેસેન્જરો બેસાડેલા દેખાયા
નોંધયની છે કે, દર વખતે સરકાર અને તંત્ર પર સવાલો કરવા યોગ્ય નથી. કારણ કે, સરકાર દરેક જગ્યાએ નથી પહોંચી વળવાની તેના માટે લોકોએ પણ સાવધાની રાખવી જોઈએ. અત્યારે જામનગરના લાલપુર હાઈવે પર ઇકો કારનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં લોકોને જોખમી રીતે બેસાડવામાં આવ્યા છે. નોંધનીય છે કે, ઇકો કારમાં ક્ષમતા કરતા અનેક ઘણા પેસેન્જરો બેસાડેલા દેખાયા છે. મળતી જાણકારી પ્રમાણે ઇકો કારની છત પર પેસેન્જરોને બેસાડવામાં આવ્યા છે. શા માટે આવી રીતે લોકોની જિંદગી સાથે રમતો રમાઈ રહીં છે? અને ખાસ વાત તો એ કે, લોકો કેમ આવી રીતે જોખમી સવારી કરવા માટે તૈયાર થઈ જાય છે.
Jamnagar : હાઇવે ઉપર જોખમી સવારીનો વિડીયો વાયરલ । Gujarat First @RtoJamnagar @SP_Jamnagar @COTGuj_office @PortsTransport @Bhupendrapbjp @CMOGuj @MORTHRoadSafety @sanghaviharsh @GRSAofficial @GujaratFirst #Jamnagar #SPJamnagar #RTOJamnagar #GujaratFirst #Gujarat pic.twitter.com/IMyG5hogEL
— Gujarat First (@GujaratFirst) May 30, 2024
કારચાલકે પોતાના મોબાઈલમાં આ વીડિયો કેદ કર્યો
ઉલ્લેખનીય છે કે, હાઇવે પર આવી જોખમી સવારી સામે ઇકો કાર ચાલકે અન્ય મુસાફરોના જીવ પણ જોખમમાં મુક્યા છે. ઇકો કારની જોખમી સવારીનો વીડીયો અન્ય કારચાલકે પોતાના મોબાઈલમાં કેદ કર્યો અને વાયરલ કર્યો છે. જાગૃત નાગરિક તરીકે આ કામ બરોબર છે પરંતુ શું આ વીડિયો જોઈને જે તે તંત્રની આંખો ખુલે અને આ મામલે કાર્યવાહી કરવામાં આવે તે ખુબ જ જરૂરી છે. પરંતુ આ રીતે લોકોનો જીવ જોખમમાં મુકીને પૈસા કમાવા જરાય યોગ્ય નથી.